Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 721
________________ तत्त्वन्यायविभाकरे उच्चेति । गूयते संशब्द्यत उच्चावचैश्शब्दैर्यत् तद्गोत्रं, उच्चनीचकुलोत्पत्तिलक्षणपर्यायविशेषवेद्यं कर्म, पूज्योऽयमपूज्योऽयमित्यादिव्यपदेशरूपां गां त्रायते ऽर्थाविसंवादेन पालयति यत्तद् गोत्रम् । तथाचोच्चनीचान्यतरविषयकव्यवहारासाधारणकारणत्वे सति कर्मत्वं लक्षणम् । उभयगोत्रसङ्ग्रहायान्यतरेति । तिर्यग्गत्यादावतिव्याप्तिवारणायासाधारणेति । तत्र परनिष्ठयथार्थायथार्थान्यतरदोषोद्भावनेच्छा, स्वनिष्ठयथार्थायथार्थान्यतरगुणोद्भावनाभिप्रायः, सदसद्गुणच्छादनोद्भावने जातिकुलरूपबल श्रुताज्ञैश्वर्यतपोमदपरावज्ञानोत्प्रासनकुत्सनादयो नीचैगॊत्रस्य कारणांनि । आत्मनिन्दापरप्रशंसे गुणोत्कृष्टेषु विनयेन वृत्तिर्विज्ञानादिभिरुत्कृष्टस्यापि सतस्तत्कृतमदविरहो जातिकुलरूपबलवीर्यज्ञानैश्वर्यतपोविशेषवतोऽपि स्वोत्कर्षाप्रणिधानं परावज्ञानौद्धत्यनिन्दास्तवोपहासपरपरिवादनिवृत्तिरित्यादय उच्चैर्गोत्रस्य हेतवः ॥ ६८४ હવે ગોત્રને કહે છે ભાવાર્થ - ઉચ્ચ-નીચ જાતિના વ્યવહારમાં હેતુકર્મ, એ ‘ગોત્ર’ કહેવાય છે. વિવેચન - ઉચ્ચતિ. ઉંચા-નીચા શબ્દોથી જે બોલાવાય, તે ગોત્ર. ઉચ્ચ-નીચ કુળમાં ઉત્પત્તિરૂપ પર્યાયવિશેષથી શેયકર્મ ‘ગોત્રકર્મ.’ આ પૂજ્ય છે, આ અપૂજ્ય છે, ઇત્યાદિ વ્યવહારરૂપ જે વાણીની રક્ષા કરે છે, તે વાણીને અર્થના અવિસંવાદથી પાળે છે, તે ‘ગોત્રકર્મ.’ લક્ષણ – તથાચ ઉચ્ચ કે નીચના વિષયવાળા વ્યવહારમાં અસાધારણ કારણપણું હોયે છતે કર્મપણું ગોત્રનું લક્ષણ છે. પદકૃત્ય - તિર્યંચગતિ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘અસાધારણ' ઇતિ કહેલ છે. ઉભય ગોત્રના સંગ્રહ માટે ‘અન્યતર' ઇતિ કહેલ છે. નીચગોત્રના હેતુઓ - ત્યાં-પરમાં રહેલ સાચા કે જુઠ્ઠા દોષોને પ્રગટ કરવાની ઇચ્છા, પોતામાં રહેલ સાચા કે જુઠ્ઠા ગુણોને પ્રગટ કરવાનો અભિપ્રાય, પોતાનામાં અવિદ્યમાન ગુણોને પણ પ્રગટ કરવા, બીજાના વિદ્યમાન ગુણો ઢાંકવા, જાતિ-કુળ-બળ-રૂપ શ્રુત-આજ્ઞા-ઐશ્વર્ય-તપ સંબંધી મદ, (ગર્વ) પરનો તિરસ્કાર, મશ્કરી-ઠઠ્ઠો, નિંદા કરવી, ધિક્કારવું, દોષ મૂકવો વગેરે નીચગોત્રના કારણો છે. ઉચ્ચગોત્રના હેતુઓ - આત્માની (પોતાની) નિંદા, પારકાની પ્રશંસા, ગુણોથી ઉત્કૃષ્ટો તરફ વિનયપૂર્વક વર્તન, વિજ્ઞાન આદિથી ઉત્કૃષ્ટ છતાં વિજ્ઞાનાદિ જન્ય ગર્વનો અભાવ, જાતિ-કુળ-બળ-વીર્યજ્ઞાન-ઐશ્વર્ય-તપો વિશેષવાળા છતાં સ્વ ઉત્કર્ષના સંકલ્પનો અભાવ, પરનો તિરસ્કાર, ઉદ્ધતા, નિંદાગર્ભિત સ્તુતિ, ઉપહાસ, પરનિંદાનો અભાવ, ઇત્યાદિ ઉચ્ચગોત્રના હેતુઓ છે. १. परस्य निन्दावज्ञोपहासास्सद्गुणलोपनम् । सद्सद्दोषकथनमात्मनस्तु प्रशंसनम् ॥ सदसद्गुणशंसा च स्वदोषाच्छादनं तथा । जात्यादिभिर्मदश्चेति नीचैर्गोत्राश्रवा अमी ॥ नीचैर्गोत्राश्रवविपर्यासो विगतगर्वता । वाक्कायचित्तैर्विनय उच्चैर्गोत्राश्रवा अमी ॥

Loading...

Page Navigation
1 ... 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814