Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
વાદી - અનુભવમાં વિશેષો નથી, એમ કહીએ તો શો વાંધો ?
પ્રતિવાદી - વસ્તુત્વની સાથે વિરોધ છે. ખરેખર, સઘળા વિશેષોથી રહિતપણાની માન્યતામાં ગધેડાને શિંગડાની માફક અનુભવ અવસ્તુ જ થાય.
૭૦૦
વળી આત્માની સાથે અનેકાન્ત (વ્યભિચાર) દોષ નથી. તે આત્મા પણ સામાન્યવિશેષ આત્મક છે. જો સામાન્યવિશેષ આત્મક ન માનવામાં આવે, તો આત્મા અવસ્તુ બને !
વળી આ ઉત્પત્તિકેતુ બાધિત છે, કેમ કે-જ્ઞાન આદિ સ્વસંવેદન (આત્માનુભવ-માનસ) રૂપ પ્રત્યક્ષ પ્રમાણથી ચેતનવાળા તરીકે પ્રસિદ્ધ છે.
શંકા – ચેતના સંસર્ગ-સંબંધથી અચેતન પણ જ્ઞાનાદિમાં ચેતનપણાની પ્રતીતિ પ્રત્યક્ષથી ભ્રાંતિવાળી કેમ નહિ ?
સમાધાન – જો આમ છે, તો શરીર આદિમાં પણ ચેતનપણાનો પ્રસંગ આવશે, કેમ કે-ચેતનનો સંસર્ગસંબંધ જ છે.
શંકા - શરીર આદિની સાથે અસંભવિત એવો બુદ્ધિ આદિનો આત્માની સાથે વિશિષ્ટ સંબંધ છે, તો પછી શરીર આદિમાં ચેતનપણાનો પ્રસંગ નહિ જ આવે ને ?
સમાધાન – કથંચિત્ તાદાત્મ્યથી અતિરિક્ત (અધિક-ભિન્ન) સંસર્ગનો અભાવ છે. સંસર્ગ બંને ઠેકાણે સમાન હોઈ જેમ જ્ઞાનાદિ, તેમ શરીર આદિ સમજવાં. તેથી જ્ઞાન અચેતન નથી, કેમ કે–સ્વસંવિદિત છે. જેમ કે-અનુભવ. તે જ્ઞાન આદિ સ્વસંવિદિત (સ્વપ્રકાશિત-પ્રકાશક) છે, કેમ કે-પરસંવેદનની સાથે વ્યાપ્તિ છે. જ્યાં પ૨સંવેદન છે, ત્યાં સ્વસંવેદન છે. જો સ્વસંવેદન માનવામાં આવે, તો પ૨સંવેદન ઘટે જ નહિ. તથાચ જ્ઞાન આદિ આત્માના સ્વભાવો છે, કેમ કે-ચેતન છે. જેમ કે-અનુભવ. માટે ચૈતન્ય માત્રમાં અવસ્થાન એ મોક્ષ નથી, કેમ કે-અનંતજ્ઞાન આદિ રૂપ વિશિષ્ટ ચૈતન્ય ૫૨મ ચૈતન્યમાં અવસ્થાન છે. એવી જ મોક્ષપણાની પ્રતીતિ છે. બસ.
વાદી - અત્યંત જ્ઞાન સંતાનનો ઉચ્છેદ જ મોક્ષ છે. તે આ પ્રમાણે-બંધવાળા સંસારીનો મોક્ષ છે, એમ કહેવાય છે. વળી બંધ રાગ આદિથી થાય છે અને તે બંધ એકાન્ત નિત્ય આત્મામાં સંભવતો નથી, કેમ કેવિકારની આપત્તિ છે. તેથી આત્માનો બંધ કે મોક્ષ એમાંનું કાંઈ આત્મામાં નથી.
વળી બંધ કે મોક્ષની અનુપપત્તિ (અભાવ) હોઈ બદ્ધ કે મુક્ત આત્માનો અભાવ જ યુક્ત છે, કેમ કેજ્ઞાન કાર્યપણાએ વિકારી હોઈ રાગ આદિના યોગથી, બંધના સંભવથી, જ્ઞાન બદ્ધ છે અને કચિત્ ભાવનાબળથી, બંધના વિનાશથી, મોક્ષ જ્ઞાનમાં ઘટમાન થાય છે, જ્ઞાનયુક્ત બને છે. આ જ તેનો (આત્માનો) મોક્ષ, જે જ્ઞાન વિનાશરૂપ છે.
પ્રતિવાદી - - જ્ઞાન ક્ષણિક હોવાથી (અહીં આ ભાવ છે કે-વર્તમાન જ્ઞાનક્ષણ કર્મ બાંધતો, પહેલાં ન બાંધે, કેમ કે-અવિદ્યમાનનો બંધ થતો નથી. અથવા સાથે ન બાંધે, કેમ કે-સાથે થનાર ડાબા-જમણા શિંગડાની માફક તેનો અસંભવ છે. પછીથી પણ બાંધતો નથી, કેમ કે-ઉત્પત્તિ પછી તરત જ નિરન્વય નાશ