________________
तत्त्वन्यायविभाकरे
उच्चेति । गूयते संशब्द्यत उच्चावचैश्शब्दैर्यत् तद्गोत्रं, उच्चनीचकुलोत्पत्तिलक्षणपर्यायविशेषवेद्यं कर्म, पूज्योऽयमपूज्योऽयमित्यादिव्यपदेशरूपां गां त्रायते ऽर्थाविसंवादेन पालयति यत्तद् गोत्रम् । तथाचोच्चनीचान्यतरविषयकव्यवहारासाधारणकारणत्वे सति कर्मत्वं लक्षणम् । उभयगोत्रसङ्ग्रहायान्यतरेति । तिर्यग्गत्यादावतिव्याप्तिवारणायासाधारणेति । तत्र परनिष्ठयथार्थायथार्थान्यतरदोषोद्भावनेच्छा, स्वनिष्ठयथार्थायथार्थान्यतरगुणोद्भावनाभिप्रायः, सदसद्गुणच्छादनोद्भावने जातिकुलरूपबल श्रुताज्ञैश्वर्यतपोमदपरावज्ञानोत्प्रासनकुत्सनादयो नीचैगॊत्रस्य कारणांनि । आत्मनिन्दापरप्रशंसे गुणोत्कृष्टेषु विनयेन वृत्तिर्विज्ञानादिभिरुत्कृष्टस्यापि सतस्तत्कृतमदविरहो जातिकुलरूपबलवीर्यज्ञानैश्वर्यतपोविशेषवतोऽपि स्वोत्कर्षाप्रणिधानं परावज्ञानौद्धत्यनिन्दास्तवोपहासपरपरिवादनिवृत्तिरित्यादय उच्चैर्गोत्रस्य हेतवः ॥
६८४
હવે ગોત્રને કહે છે
ભાવાર્થ - ઉચ્ચ-નીચ જાતિના વ્યવહારમાં હેતુકર્મ, એ ‘ગોત્ર’ કહેવાય છે.
વિવેચન - ઉચ્ચતિ. ઉંચા-નીચા શબ્દોથી જે બોલાવાય, તે ગોત્ર. ઉચ્ચ-નીચ કુળમાં ઉત્પત્તિરૂપ પર્યાયવિશેષથી શેયકર્મ ‘ગોત્રકર્મ.’ આ પૂજ્ય છે, આ અપૂજ્ય છે, ઇત્યાદિ વ્યવહારરૂપ જે વાણીની રક્ષા કરે છે, તે વાણીને અર્થના અવિસંવાદથી પાળે છે, તે ‘ગોત્રકર્મ.’
લક્ષણ – તથાચ ઉચ્ચ કે નીચના વિષયવાળા વ્યવહારમાં અસાધારણ કારણપણું હોયે છતે કર્મપણું ગોત્રનું લક્ષણ છે.
પદકૃત્ય - તિર્યંચગતિ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘અસાધારણ' ઇતિ કહેલ છે. ઉભય ગોત્રના સંગ્રહ માટે ‘અન્યતર' ઇતિ કહેલ છે.
નીચગોત્રના હેતુઓ - ત્યાં-પરમાં રહેલ સાચા કે જુઠ્ઠા દોષોને પ્રગટ કરવાની ઇચ્છા, પોતામાં રહેલ સાચા કે જુઠ્ઠા ગુણોને પ્રગટ કરવાનો અભિપ્રાય, પોતાનામાં અવિદ્યમાન ગુણોને પણ પ્રગટ કરવા, બીજાના વિદ્યમાન ગુણો ઢાંકવા, જાતિ-કુળ-બળ-રૂપ શ્રુત-આજ્ઞા-ઐશ્વર્ય-તપ સંબંધી મદ, (ગર્વ) પરનો તિરસ્કાર, મશ્કરી-ઠઠ્ઠો, નિંદા કરવી, ધિક્કારવું, દોષ મૂકવો વગેરે નીચગોત્રના કારણો છે.
ઉચ્ચગોત્રના હેતુઓ - આત્માની (પોતાની) નિંદા, પારકાની પ્રશંસા, ગુણોથી ઉત્કૃષ્ટો તરફ વિનયપૂર્વક વર્તન, વિજ્ઞાન આદિથી ઉત્કૃષ્ટ છતાં વિજ્ઞાનાદિ જન્ય ગર્વનો અભાવ, જાતિ-કુળ-બળ-વીર્યજ્ઞાન-ઐશ્વર્ય-તપો વિશેષવાળા છતાં સ્વ ઉત્કર્ષના સંકલ્પનો અભાવ, પરનો તિરસ્કાર, ઉદ્ધતા, નિંદાગર્ભિત સ્તુતિ, ઉપહાસ, પરનિંદાનો અભાવ, ઇત્યાદિ ઉચ્ચગોત્રના હેતુઓ છે.
१. परस्य निन्दावज्ञोपहासास्सद्गुणलोपनम् । सद्सद्दोषकथनमात्मनस्तु प्रशंसनम् ॥ सदसद्गुणशंसा च स्वदोषाच्छादनं तथा । जात्यादिभिर्मदश्चेति नीचैर्गोत्राश्रवा अमी ॥ नीचैर्गोत्राश्रवविपर्यासो विगतगर्वता । वाक्कायचित्तैर्विनय उच्चैर्गोत्राश्रवा अमी ॥