________________
६८५
सूत्र - ३६-३७, नवमः किरणः अथाष्टममन्तरायकर्म लक्षयति - आत्मनो वीर्यादिप्रतिबन्धकं कर्मान्तरायकर्म ।३६।
आत्मन इति । दातृप्रतिगृहीत्रोरन्तर्मध्ये एत्योदयद्वीर्यं प्रत्युत्पन्नं वस्तु यदुपहन्यते आगामिनो वा लब्धव्यस्य मार्ग उपहन्यते च तदन्तरायं कर्मेत्यर्थः । आदिना भोगोपभोगदानलाभा गृह्यन्ते । वीर्यादीनां विघ्नकरणं ज्ञानप्रतिषेधसत्कारोपघातादयोऽस्य हेतवः । अत्र प्रदोषादयो विशेषहेतवो ज्ञानावरणादीनां प्रदेशबन्ध एव हेतव इति न नियमः, एभिर्ज्ञानावरणे बध्यमाने युगपदितरेषामपि कर्मणां बन्धात्तथापि अनुभागविशेषे नियमेन हेतुतया विशिष्य हेतवो दर्शिताः ॥
આઠમા અંતરાયકર્મનું લક્ષણભાવાર્થ - આત્માના વીર્ય આદિમાં પ્રતિબંધ કરનારું કર્મ, એ “અંતરાયકર્મ.” વિવેચન - આત્મન ઇતિ. દેનાર અને લેનારના મધ્યમાં આવીને વીર્યસંપન્ન જે વર્તમાન વસ્તુ હણાય છે અથવા ભવિષ્યમાં મેળવવાયોગ્ય વસ્તુનો માર્ગ હણાય છે, તે “અંતરાયકર્મ છે એવો વ્યુત્પત્યર્થ છે. આદિથી ભોગ-ઉપભોગ-દાન-લાભ લેવાય છે. વીર્ય આદિમાં વિઘ્ન કરવું, સકપટ કે નિષ્કપટ વિઘાત કરવો, જ્ઞાનપ્રતિષેધ, સુખ કે સત્કારનો ઉપઘાત વગેરે આ અંતરાયકર્મના હેતુઓ જાણવા.
૦ અહીં પ્રદોષ વગેરે હેતુઓ, જ્ઞાનાવરણ આદિના વિશેષ હેતુઓ, પ્રદેશબંધ પ્રત્યે જ હેતુઓ છે, એવો નિયમ નથી, કેમ કે-આ હેતુઓથી જ્ઞાનાવરણ બંધાતાં એકીસાથે બીજા પણ કર્મોનો બંધ છે, તો પણ અનુભાગ વિશિષ્ટ રસ પ્રત્યે નિયમથી હેતુપણું હોઈ વિશેષ હેતુઓ દર્શાવેલા છે.
अथ मूलकारो मूलप्रकृतीनां स्थितिमाह -
ज्ञानदर्शनावरणवेदनीयान्तरायाणां त्रिंशत्सागरोपमकोटीकोटिकालं यावत्, मोहनीयस्य सप्ततिसागरोपमकोटीकोटिकालं यावत्, विंशतिसागरोपमकोटीकोटिकालं यावन्नामगोत्रयोः, आयुषश्च त्रयस्त्रिंशत्सागरोपमकालं यावत्परास्थितिर्बोध्या । एवमेव वेदनीयस्य द्वादशमुहूर्ता, नामगोत्रयोरष्टमुहूर्ता, शेषाणाञ्चान्तर्मुहूर्तमपरा स्थितिरिति ।३७।
॥ इति बन्धतत्त्वम् ॥ ज्ञानेति । त्रिंशदिति । उत्कृष्टसंक्लेशे स्थितस्य मिथ्यादृष्टेरियं परास्थितिः । सप्ततिसागरोपमेति । मिथ्यात्वापेक्षयेयम् । सम्यमिथ्यात्वस्योत्कर्षतोऽप्यन्तर्मुहूर्त्तमानत्वात्, कषायस्य चत्वारिंशत्सागरोपमकोटिकोटिप्रमाणत्वात् । नोकषायाणाञ्च विंशतिसागरोपमकोटीकोटिप्रमाणत्वात् । विंशतीति । नरकतिर्यग्गत्येकेन्द्रियादिजात्यपेक्षयेयम् । नीचेर्गोत्रापेक्षया च