Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
સમાધાન - તથાચ આત્માનું (પોતાનું) જે સ્વરૂપ છે તેમાં રહેવું, એમ અહીં સમજવું. તેથી કેવળ સમ્યક્ત્વ-જ્ઞાન-દર્શનો જીવનું સ્વરૂપ છે, તે જ્ઞાનાદિ રૂપે આત્માનું રહેવું મોક્ષ-પર્યાય છે. સમ્યક્ત્વ-જ્ઞાનદર્શન આદિ ભાવો મોક્ષમાં ક્ષાયિક જ હોય છે. ઔપશમિક, ક્ષાયોપશમિક કે ઔદયિક ભાવોનો સર્વથા અભાવ જ એમ સૂચિત કરેલ છે.
શંકા - મોક્ષમાં આ ઔપશમિક આદિ ભાવોનો કેમ અભાવ છે ?
६९४
સમાધાન - ‘સકલ કર્મ વિમુક્તિથી’-એ પદથી ઉપરોક્ત શંકાનું સમાધાન થાય છે. ખરેખર, કર્મરૂપે પુદ્ગલની સત્તા હોયે છતે ઉપશમ આદિ સંભવે છે. કર્મરૂપે પુદ્ગલની વિમુક્તિ-ક્ષય થવાથી, તે ઉપશમ આદિના આધારભૂત તે કર્મપુદ્ગલોનો સંભવ જ નથી. તે કર્મપુદ્ગલરૂપ આધા૨વાળો જે નથી એવો તે, ક્ષાયિક આદિ ભાવ છે જ, કેમ કે- ત્રણ પ્રકારના દર્શનમોહનીય આદિના ક્ષયથી જ કેવળ (ક્ષાયિક) સમ્યક્ત્વ આદિની સત્તા છે, એવો ભાવ છે. આ નિરૂપણથી ‘સર્વથા આત્માનો અભાવ મોક્ષ છે.’- (ધર્મારૂપ આત્મા સિવાય સદ્અનુષ્ઠાન-મોક્ષ આદિનો વિચાર અયોગ્ય થાય છે, કેમ કે- વંધ્યાપુત્રના અભાવમાં તેમાં રહેલ સુરૂપ-કુરૂપ આદિના કોઈપણ વિચાર કરતો નથી.) આવી માન્યતાનું ખંડન થાય છે, કેમ કે-મોક્ષના આધારભૂત પદાર્થ આવશ્યક છે.
શંકા - કેવળ સમ્યક્ત્વ-જ્ઞાન-દર્શનોનો જ જો સદ્ભાવ છે, તો અનંત વીર્ય-સુખ આદિના પણ અભાવનો પ્રસંગ કેમ નહિ આવે ?
સમાધાન – તે સમ્યક્ત્વ આદિની સાથે અવિનાભાવી સહચારી હોઈ તે અનંત વીર્ય આદિનો ક્ષાયિક જ્ઞાન આદિમાં અંતર્ભાવ છે. ખરેખર, અનંત સામર્થ્યના અભાવમાં અનંતજ્ઞાન સંભવતું નથી. વળી સુખ પણ જ્ઞાનથી અતિરિક્ત (અધિક-ભિન્ન) કાંઈ નથી પરંતુ જ્ઞાનવિશેષરૂપ જ સુખ-ચિદાનંદ જ છે. આ પ્રમાણે સિદ્ધત્વ-અસ્તિત્વ આદિ ભાવો પણ કેવળ સમ્યક્ત્વ આદિની સાથે અવિનાભાવી જ છે.
૦ ભવ્યત્વ તો કેવળ સમ્યક્ત્વ આદિની સિદ્ધિ હોયે છતે વિનાશશીલ હોઈ, કેવળ સમ્યક્ત્વ આદિની ઉત્પત્તિમાં ભવ્યત્વ નથી જ, એવો ભાવ છે.
શંકા - ‘આત્માનો અભાવ જ મોક્ષ' છે, એ પક્ષ બરોબર છે. તથાહિ નરક-તિર્યંચ-મનુષ્ય-દેવરૂપ જ સંસાર છે, બીજો સંસાર નહીં. નારક આદિ પર્યાયથી રહિત કોઈપણ જીવ નથી, કેમ કે-કોઈપણ વખતે નારક આદિ ભિન્નરૂપે જીવની પ્રતીતિ નથી. તેથી નારક આદિ પર્યાયના નાશમાં જીવના સ્વસ્વરૂપપર્યાયનો નાશ થવાથી જીવનો અભાવરૂપ મોક્ષ જ કેમ પ્રાપ્ત ન થાય ?
સમાધાન – પર્યાય માત્રના નાશમાં પર્યાયી દ્રવ્યનો નાશ ઇષ્ટ નથી, કેમ કે-સોનાના કુંડલ આદિ પર્યાય માત્રના નાશમાં સોનાનો નાશ કોઈને ઇષ્ટ-સંમત નથી.
શંકા – સંસાર કર્મથી બનેલો છે, તેથી કર્મના નાશમાં સંસાર નષ્ટ થાય છે. તેવી રીતે સંસારના નાશમાં જીવનો પણ નાશ જ કેમ નહિ ?
સમાધાન - વ્યાપક કારણમાં વ્યાપ્યભૂત કાર્યનું નિવર્તકપણું હોઈ કર્મરૂપ કારણનું સંસારરૂપ કાર્ય છે, તો કર્મરૂપ કારણના નાશમાં સંસારરૂપ કાર્યનો નાશ વ્યાજબી છે. પરંતુ જીવને કર્મે બનાવેલો નથી. કર્મરૂપ