Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ર૧, નવમઃ શ્વિરઃ
૬૬૭ ૦ શેષ (બાકીના) ચારિત્રમોહનીય પ્રકૃતિઓની ઉપશમનામાં કે ક્ષપણામાં અપૂર્વકરણ ગુણસ્થાનના ચરમ સમય સુધી દેશોપશમના થાય છે.
૦ વળી શેષ પ્રકૃતિઓની સર્વોપશમના થતી જ નથી, પરંતુ દેશોપશમના જ અને તે પણ અપૂર્વ ગુણસ્થાનક સુધી. વિશેષ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવું, એમ દિગ્દર્શન છે.
લક્ષણની અંદર રહેલ ઉદીરણા આદિ કરણવિશેષ છે એમ જાણેલું હોઈ, હવે ઉદયપદના અર્થને કહે છે.
ઉદય-સ્થિતિના ક્ષયથી (મૂલ-ઉત્તરપ્રકૃતિ વિષયવાળો ઉદય ધ્રુવ-અધ્રુવ-સાદિ-અનાદિ રૂપથી ચાર પ્રકારનો છે. જ્ઞાન-દર્શનાવરણ-અંતરાયોનો ઉદય ક્ષીણમોહના અંત સમય સુધી, મોહનો ઉદય ઉપશાન્તમોહ ગુણસ્થાનક સુધી અને વેદનીય-નામ-ગોત્ર-આયુષ્યોનો ઉદય સયોગી ગુણસ્થાનકના અંત સમય સુધી જાણવો. ત્યાં સ્થિતિના ઉદયની અપેક્ષાએ કહે છે કે-સ્થિતિક્ષણે'તિ.) અથવા પ્રયોગથી બે પ્રકારનો ઉદય થાય છે. ઉદયના હેતુરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ-ભવોની પ્રાપ્તિ થતાં અબાધાકાળરૂપ સ્થિતિનો ક્ષય થવાથી જે કર્મપુદ્ગલોનો સ્વભાવથી ઉદય પ્રવર્તે છે, તે સ્થિતિશયથી ઉદય” જાણવો.
૦ વળી જે અન્યના પ્રવર્તતા ઉદયમાં કરણવિશેષરૂપ પ્રયોગથી ઉદય પ્રવર્તે છે, તે પ્રયોગથી ઉદય કહેવાય છે. એવા આશયથી કહ્યું છે કે-કર્મયુગલના ઇત્યાદિ.
૦ પ્રાયઃ કરીને જ્યાં ઉદય છે ત્યાં ઉદીરણા છે અને જ્યાં ઉદીરણા છે ત્યાં ઉદય છે. આ પ્રમાણે ઉદયઉદીરણા સહભાવી હોઈ, જ્ઞાનાવરણ પાંચ (૫), દર્શનાવરણ ચાર (૪), અંતરાય પાંચ (૫), સંજવલન લોભ-વેદ ત્રણ (૩) અને સમ્યક્ત્વ-સમ્ય મિથ્યાત્વરૂપ વીશ (૨૦) પ્રકૃતિઓને મૂકીને બાકીનીઓનું ઉદીરણા માફક જ સાદિ-અનાદિ થાય છે.
૦ આ પ્રકૃતિઓનો તો પોતપોતાના ઉદયના અંતમાં ઉદીરણા સિવાય પણ કેવળ ઉદયથી આવલિકા કાળ સુધીનો અનુભવ થાય છે. વિશેષ અન્ય ગ્રંથથી જોવો. ઇતિ
अथ निधत्तिमाह -
कर्मणामुद्वर्त्तनापवर्त्तनान्यकरणायोग्यत्वेन व्यवस्थापनानुकूलवीर्यविशेषो निधत्तिः રિપી
कर्मणामिति । येन वीर्यविशेषेण कर्मणामुद्वर्तनापवर्तनाभिन्नानि करणानि न प्रवर्तन्ते प्रवर्तेते च ते तादृशो वीर्यविशेषो निधत्तिनामेत्यर्थः । देशोपशमनावद्भेदस्वामिनावस्यापि । यत्रगुणश्रेणिस्तत्र प्रायो देशोपशमनानिधत्तिनिकाचनायथाप्रवृत्तसङ्क्रमा अपि सम्भवन्ति, तत्र गुणप्रदेशाग्रं स्तोकं ततो देशोपशमनाया असंख्येयगुणं ततो निधत्तमसंख्येयगुणं ततो निकाचितमसंख्येयगुणं ततोऽपि यथाप्रवृत्तसंक्रमेण संक्रान्तमसंख्येयगुणं भवति । स्वामिनस्तु सर्वेऽप्येकद्वित्रिचतुरिन्द्रियासंज्ञिसंज्ञिपञ्चेन्द्रियतिर्यङ्नारकदेवा मनुष्याश्च यथासम्भवमपूर्वकरण