Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६६६
तत्त्वन्यायविभाकरे
૦ વર્ધમાન પરિણામવાળો આગળ પણ વધતી ગુણશ્રેણિને કરે છે; હીયમાન, હીયમાન ગુણશ્રેણિને અને અવસ્થિત, અવસ્થિત ગુણશ્રેણિને કરે છે.
૦ પરિણામના ઘટવાથી, દેશ-સર્વવિરતિ પરિણામથી, આભોગ (ઉપયોગ) સિવાય, પરિભ્રષ્ટ થયેલા (કેવળ કથંચિત્ પરિણામ ઘટવાથી દેશવિરત અવિરતિને અથવા સર્વવિરત દેશવિરતિને પામેલો હોતો, ફરીથી પણ પૂર્વ પ્રતિપન્ન દેશવિરતિ કે સર્વવિરતિને કરણ વગરનો પણ પામે છે. આ પ્રમાણે અકૃતકરણવાળો અનેકવાર ગમનાગમન કરે છે, એવો ભાવ છે.) હોતો, ફરીથી પૂર્વ પ્રતિપન્ન દેશવિરતિ કે સર્વવિરતિને અકૃતકરણવાળાઓ જ પામે છે. જેઓ આભોગથી (ઉપયોગથી) (જે આભોગ (ઉપયોગ)ની પ્રતિપત્તિથી નષ્ટ કરણવાળો દેશવિરતિથી કે સર્વવિરતિથી પરિભ્રષ્ટ થયેલો, મિથ્યાત્વે ગયેલો, ફરીથી પણ જઘન્યથી અંતર્મુહૂર્ત કાળથી-ઉત્કૃષ્ટથી ઘણા કાળે પૂર્વપ્રતિપન્ન પણ દેશવિરતિ કે સર્વવિરતિને બે કરણોના કરવાપૂર્વક પામે છે.) મિથ્યાત્વે ગયેલાઓ ફરીથી તે પામવાની ઇચ્છાવાળાઓ કરણપૂર્વક જ પામે છે. તેથી આ પ્રમાણે કૃતકરણ અને અકૃતકરણરૂપ દેશવિરતિ-સર્વવિરતિ લાભ જાણવો.
૦ આ પ્રમાણે ચારિત્રમોહનીયની ઉપશમના બીજે (પૂર્વોક્ત ગુણસ્થાન ગ્રંથમાં) જાણવી.
૦ આ પ્રમાણે ઉપશાત્તમોહનીય પ્રકૃતિઓ સંક્રમણ-ઉદ્વર્તના-અપવના-ઉદીરણા-નિધત્તિ-અને નિકાચના કરણોને અયોગ્ય થાય છે.
૦ દર્શનમોહનીય ત્રિકમાં તો ઉપશાન્ત થયા છતાં સંક્રમણ-અપવર્તના નામક બે કરણો થાય છે. ત્યાં સમ્યકત્વમાં મિથ્યાત્વ-મિશ્રનો સંક્રમ છે, ત્રણેયની તો અપવર્ણના થાય છે.
૦ જો કે ઉપશાન્તમોહમાં સંક્રમણ-ઉદ્વર્તના-અપવર્તનાકરણો પણ થતા નથી, તેથી લક્ષણમાં તેના નહીં કહેવાથી ન્યૂનતા છે. તો પણ સર્વવિધ ઉપશમના સંગ્રહ માટે આ ત્રણ કરણી છોડીને લક્ષણ કરેલું છે, અન્યથા દેશથી ઉપશમનાનો સંગ્રહ ન થાય. આ પ્રમાણે સર્વોપશમના સંક્ષેપથી દર્શાવેલ છે.
૦ દેશોપશમના=યથાપ્રવૃત્ત-અપૂર્વકરણ વડે પ્રકૃતિ આદિની દેશોપશમના, પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગપ્રદેશરૂપ દેશોપશમના રૂપે, દરેક દરેક મૂળપ્રકૃતિ-ઉત્તરપ્રકૃતિ વિષયક દેશોપશમના ચાર પ્રકારની છે.
૦ દેશોપશમના સઘળા કર્મોની થાય છે.
એકેન્દ્રિય-દ્વિન્દ્રિય-ત્રિન્દ્રિય-ચઉરિન્દ્રિય-અસંશી-સંજ્ઞી-પંચેન્દ્રિય-તિર્યંચ-નારકો-દેવો અને મનુષ્યો, સંભવ પ્રમાણે અપૂર્વ ગુણસ્થાન સુધીના જીવો, દેશ ઉપશમના વડે મૂળપ્રકૃતિને કે ઉત્તરપ્રકૃતિને ઉપશમાવવા માટે સમર્થ થાય છે.
૦ દેશ ઉપશમના વડે ઉપશમાવેલ કર્મોમાં, ઉદ્વર્તના-અપવર્તના-સંક્રમણરૂપ કરણો પ્રવર્તે છે, બીજા નહીં.
૦ દર્શનત્રિકના ઉપશામકો-વિરતો પોતાના અપૂર્વકરણના અંત સમય સુધી દેશોપમના કરે છે.
૦ અનંતાનુબંધીઓના વિસંયોજનમાં (વિષયમાં) ચતુર્ગતિના જીવો પણ પોતાના અપૂર્વકરણના અંતિમ સમય સુધી દેશોપશમકો હોય છે.