Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६२८
तत्त्वन्यायविभाकरे ૦ અશુભ કર્મપ્રકૃતિઓનો લીંબડા જેવી શક્તિવાળો જે એક ઠાણીઓ રસ છે, તેના કરતાં અનંતગુણી શક્તિવાળો બે ઠાણીઓ રસ છે, તેના કરતાં પણ અનંતગુણી શક્તિવાળો ત્રણ ઠાણીઓ રસ છે અને તેના કરતાં પણ અનંતગુણી શક્તિવાળો ચાર ઠાણીઓ રસ છે.
૦ સર્વ શુભ પ્રકૃતિઓનો તો એક ઠાણીઓ રસ નથી જ, એવો પંચસંગ્રહનો અભિપ્રાય છે.
૦ દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્યરૂપ પાંચ (૫) અંતરાયો, ચાર (૪) મતિ-શ્રત-અવધિમન:પર્યાયરૂપ જ્ઞાનાવરણો, ત્રણ (૩) ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શનાવરણરૂપ ત્રણ દર્શનાવરણો, પુંવેદસંજવલન ક્રોધ-માન-માયા-લોભરૂપ પાંચ (૫) મોહનીયકર્મો, એમ મેળવવાથી સત્તર (૧૭) પ્રકારના કર્મોનો એક ઠાણીઓ રસ અને તેનાથી ભિન્ન અશુભ પ્રકૃતિઓનો પણ એક ઠાણીઓ રસ હોતો નથી; કેમ કે-અનિવૃત્તિ બાદરકાળમાં અસંખ્યાત ભાગો પછી જ તે એક ઠારીઆ રસની પ્રાપ્તિનો સંભવ હોઈ અને ત્યાં સત્તર (૧૭) પ્રકૃતિઓ સિવાય બાકીની પ્રકૃતિઓના બંધનો જ અભાવ હોવાથી, કેવલજ્ઞાનાવરણકેવલદર્શનાવરણનો ત્યાં બંધ હોવા છતાં, સર્વ ઘાતીરૂપે હોઈ બે ઠાણીઆ રસરૂપે જ સર્જન છે.
૦ શુભ કર્મપ્રકૃતિઓના એક ઠારીઆ રસના અભાવમાં કારણ તો, સંકલેશ સ્થાનરૂપ રસબંધના અધ્યવસાયો અને વિશોધિ સ્થાનરૂપ રસબંધના અધ્યવસાયો, દરેકના અસંખ્યાત લોકના આકાશપ્રદેશના પ્રમાણવાળા છે. જેમ પ્રાસાદ ઉપર ચડનારાઓને ચડવામાં સોપાનસ્થાનો (પગથિયાં) જેટલાં છે, તેટલા જ પ્રાસાદ ઉપરથી નીચે ઉતરનારાઓને છે, પણ (તેવી રીતે અહીં પણ જેટલા જ સંકિલશ્યમાનને અશુભ અધ્યવસાયો છે, તેટલા જ વિશુદ્ધચમાનને શુભ અધ્યવસાયો છે.) તેવી રીતે જે જે, ક્ષપક(ક્ષપકશ્રેણિવાળા)થી ભિન્ન જીવ વિશુદ્ધ કે સંક્લેશ (કષાય)ના સ્થાનો ઉપર ચડે છે.
૦ સંકિલશ્યમાન જીવ તેટલા સ્થાનેથી નીચે ઉતરે છે, કેમ કે-તે તેટલા સ્થાનોથી જ ઉતરવાનું છે.
૦ વિશેષ અધિક વિશુદ્ધિસ્થાનો ક્ષપકશ્રેણિ ઉપર ચડનાર ક્ષેપકને છે, કેમ કે-વિશુદ્ધિસ્થાનોમાં તો સંક્લેશ (કષાય)નો અભાવ હોવાથી પડવાનું નથી. એથી જ તે વિશુદ્ધિસ્થાનો જ છે પરંતુ સંક્લેશસ્થાનો નથી, તેથી વિશુદ્ધિસ્થાનોનું અધિકપણું છે.
૦ તથાચ અત્યંત વિશુદ્ધિમાં વર્તનારો જીવ શુભ પ્રવૃતિઓના ચઉઠાણીઆ રસને બનાવે છે.
૦ અત્યંત સંક્લેશ(કષાયના ઉદય)માં વર્તનાર આત્માને શુભ પ્રકૃતિઓ બંધમાં આવતી જ નથીબંધાતી નથી.
૦વળી જે વૈક્રિય-તૈજસ-કાર્પણ વગેરે શુભ પ્રકૃતિઓને નરક પ્રાયોગ્યને સંક્લેશવાળો પણ બાંધે છે, તે કર્મપ્રકૃતિઓના સ્વભાવથી સર્વથા (અત્યંત) સંક્લેશવાળો પણ દ્વિઠાણીઆ રસને કરે છે.
૦ જે મધ્યમ અધ્યવસાય સ્થાનોમાં (સ્થાનવાળાઓમાં) શુભ પ્રવૃતિઓ બંધાય છે, તે સ્થાનોમાં તે કર્મપ્રકૃતિઓનો દ્રિ(બે)ઠાણીઓ સુધીનો જ રસ બંધાય છે, એક ઠાણીઓ બંધાતો નથી, કેમ કે-મધ્યમ પરિણામ જ છે.
ગિરિની રેખા જેવા અનંતાનુબંધી કષાયોથી અશુભ પ્રકૃતિઓનો ચઉ(ચાર)ઠાણીઆ રસનો થાય છે.