Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૧, નવમ: શિરઃ
६४३
૦ ત્યાં ઉત્તરપ્રકૃતિઓનો તો જ્ઞાનાવરણીયની સ્થિતિ અનુસારે પૂર્વે કહેલરૂપે જે મૂળ ભાગ આવે છે (ભાગ પડે છે), તેનો અનંતમો ભાગ કેવળજ્ઞાનાવરણને અપાય છે, કેમ કે-તે જ ભાગ સર્વઘાતી પ્રકૃતિયોગ્ય છે. બાકી રહેલના ચાર ભાગ કરીને મતિજ્ઞાનાવરણ-શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મન:પર્યવજ્ઞાનાવરણને એક એક ભાગ અપાય છે.
૦ દર્શનાવરણનો પણ જે મૂળ ભાગ પ્રાપ્ત છે, તેના અનંતમા ભાગને છ (૬) પ્રકારે કરીને સર્વઘાતી પાંચ નિદ્રાને અને કેવળદર્શનાવરણને અપાય છે. બાકી રહેલના ત્રણ ભાગ કરીને ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને અવધિદર્શનાવરણને એક એક ભાગ અપાય છે.
૦ અંતરાયના પ્રાપ્ત સઘળાય મૂળ ભાગને પાંચ પ્રકારો કરીને દાનાન્તરાય આદિને અપાય છે, કેમ કેસર્વ ઘાતીના અવાન્તર ભેદનો અભાવ છે.
૦ મોહનીયના પ્રાપ્તભાગમાં સર્વ ઘાતી પ્રકૃતિયોગ્ય અનંતમા ભાગને બે પ્રકારે કરીને દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયને આપે છે.
૦ દર્શનમોહનીયનો પ્રાપ્ત સઘળો ભાગ મિથ્યાત્વમોહનીયનો જ થાય છે. ચારિત્રમોહનીયના ભાગને તો બાર પ્રકારે વિભાગ કરીને પહેલાના બાર (૧૨) કષાયોને અપાય છે.
૦ મોહનીયના બાકી રહેલા ભાગને બે પ્રકારો કરીને કષાયમોહનીયને અને નોકષાયમોહનીયને અપાય છે.
૦ કષાયમોહનીયના ભાગને ચાર પ્રકારો કરીને સંજ્વલન ક્રોધ આદિ ચારને અને નોકષાયમોહનીયના ભાગને પાંચ પ્રકારો કરીને બંધાતા વેદને, બંધાતા હાસ્ય આદિ યુગલને (બેને) અને ભય-જુગુપ્સાને અપાય છે, બીજાઓને નહિ, કેમ કે-બંધનો અભાવ છે.
૦ તેમજ વેદનીય-આયુષ્ય-ગોત્રમાં જે મૂળ ભાગ વિભક્ત થાય છે, તે મૂળ ભાગ વેદનીય આદિ ત્રણ કર્મોની બંધાતી પોતપોતાની એક પ્રકૃતિને આપે છે, કેમ કે-આ બે વગેરેનો એકીસાથે બંધનો અભાવ છે, એકીસાથે એકનો બંધ હોય છે.
૦ નામકર્મનો ભાગ તો, જ્યારે જ્યારે જેટલી પ્રકૃતિઓ બંધમાં આવે છે, ત્યારે ત્યારે તેટલી કર્મપ્રકૃતિઓને સમાનતાથી વહેંચીને અપાય છે. વિશેષ શબ્દવિસ્તાર બીજા ગ્રંથમાં છે.
૦ અનુભાગ(રસ)ના કારણભૂત કષાય સંબંધી અધ્યવસાયો છે અને તે શુભ-અશુભના ભેદે બે પ્રકારના છે. તે શુભ અધ્યવસાયો દ્વારા કર્મપુદ્ગલોમાંના ખીર-ખાંડના રસ જેવા આહલાદજનક ભાગને ગ્રહણ કરે છે અને તે અશુભ અધ્યવસાયો દ્વારા લીંબડા-કોશાતકી (પટેલનો વેલો, અઘોડા નામની વનસ્પતિ)ના રસ જેવા ખેદજનક કર્મપુગલના ભાગને ગ્રહણ કરે છે.
૦ તે શુભ કે અશુભ અધ્યવસાયો, દરેકે દરેક સંખ્યાત લોકાકાશના પ્રમાણવાળા છે. ફક્ત શુભ અધ્યવસાયો વિશેષાધિક છે.
૦ ખરેખર, જે ક્રમિક (ક્રમાગત-ક્રમવર્તી) એવા રસબંધના અધ્યવસાયોને જ સંકિલષ્ટ (અશુદ્ધ) બનાવતો સંકિલષ્ટ આત્મા ક્રમે કરીને નીચે નીચે જાય છે, તે જ રસબંધના અધ્યવસાયોને વિશુદ્ધ કરતો