Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૩, નવમ: વિસરા:
६५७ ज्ञानावरणपञ्चकं दर्शनावरणनवकं वेदनीयद्वयं दर्शनमोहनीयत्रिकं पञ्चविंशतिमोहनीयप्रकृतयोऽन्तरायपञ्चकं गतिचतुष्टयं जातिपञ्चकं विहायोगतिद्विकं त्रसत्रिकं स्थावरत्रिकं सुस्वरदुस्स्वरसुभगदुर्भगादेयानादेययशःकीर्त्ययश:कीर्त्तितीर्थकरोच्छासनामानि गोत्रद्वयञ्चेत्यष्टसप्ततिप्रकृतयः । उदययोग्यतापेक्षयाऽष्टसप्ततिरिति, बन्धयोग्यतामाश्रित्य तु सम्यक्त्वसम्यमिथ्यात्वपरिहारेण षट्सप्ततिर्बोध्या । प्रत्ययसाधानादिस्वामित्वप्ररूपणा अन्यतो विज्ञेयाः । एवं साधनादिस्वामित्वप्ररूपणात्मिकाप्रदेशोदीरणापि ॥
હવે ઉદીરણાને કહે છેભાવાર્થ - નહીં ઉદયમાં આવેલ કર્મોના દલિકને ઉદયાવલિકાના પ્રવેશમાં નિદાનરૂપ આત્મવીર્ય, એ ‘ઉદીરણા' કહેવાય છે.
વિવેચન - “અનુદિત’ ઇતિ. જે યોગનામક વીર્યવિશેષ વડે, કષાયવાળા કે કષાય વગરના જીવ વડે ઉદય આવલિકાથી બહાર રહેલ સ્થિતિઓમાંથી પરમાણુરૂપ દલિક ખેંચીને ઉદય આવલિકામાં ફેંકાય છે, તે આ જ વીર્યવિશેષ “ઉદીરણા' કહેવાય છે.
તે ઉદીરણા પણ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદથી ચાર (૪) પ્રકારની છે. દરેકે દરેક મૂળ અને ઉત્તરપ્રકૃતિના વિષયવાળી હોઈ બે પ્રકારની છે. વળી મૂળ પ્રકૃતિના વિષયવાળી ઉદીરણા (૮) આઠ પ્રકારની છે.
૦ બંધન આદિની પૃથર્ વિવેક્ષા નહીં કરવાથી (૧૨૦) એકસોવીશ ઉત્તરપ્રકૃતિની-ઉદયની સરખી કક્ષા હોઈ ઉદીરણા (૧૨૦) પ્રકારની છે.
જો બંધન આદિથી જુદી વિવક્ષા કરવામાં આવે, તો (૧૫૮) એકસોઅઠ્ઠાવન ભેદવાળી ઉદીરણા સમજવી.
૦ જ્ઞાનાવરણ-દર્શનાવરણ-નામ-ગોત્ર-અંતરાયરૂપ મૂળપ્રકૃતિઓ, અનાદિ-ધ્રુવ-અધ્રુવ, એમ ત્રણ ભેદવાળી છે.
૦ વેદનીય-મોહનીય તો ચાર ભેદવાળી પણ છે.
૦ ત્યાં જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયોની, જ્યાં સુધી ક્ષીણમોહગુણસ્થાનનોસમયથી અધિક આવલિકાનો શેષ ન થાય, ત્યાં સુધી સર્વ જીવોમાં ઉદીરણાનો અવશ્યભાવ હોવાથી અને નામ-ગોત્રની, સયોગીકેવલીના ચરમ સમય સુધી સઘળા જીવોમાં અવશ્યભાવ થવાથી ઉદીરણાનું અનાદિપણું છે. અભવ્યની અપેક્ષાએ ધ્રુવપણું અને ભવ્યની અપેક્ષાએ અધ્રુવપણું છે.
૦ પ્રમત્ત ગુણસ્થાનક સુધી વેદનીયની અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી મોહનીયની ઉદીરણા હોવાથી, અપ્રમત્ત આદિ ગુણસ્થાનકોથી પડનાર જીવના વેદનીયની અને ઉપશાન્તમોહ ગુણસ્થાનકથી પડનારના મોહનીયની ઉદીરણાનું સાદિપણું છે. તે સ્થાનને નહિ પામેલાની ઉદીરણાનું અનાદિપણું છે. પૂર્વની માફક ધુવત્વ-અધુવત્વ છે.