Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६४२
तत्त्वन्यायविभाकरे
૦ તથાચ બંધન-કરણના સામર્થ્યથી બંધાતી મૂલ-ઉત્તર પ્રવૃતિઓમાં જ્ઞાનાવરણત્વ આદિરૂપ સ્વભાવની વિચિત્રતાથી ભેદ સમજવાનો છે. વળી આ જોયેલું છે કે-ઘાસ-દૂધ આદિમાં સ્વભાવના ભેદથી વસ્તુમાં ભેદ છે. [ગાય વગેરે ઘાસ ખાઈને જ્યારે તેને દૂધરૂપે પરિણાવે છે, ત્યારે તેમાં મધુરતાનો સ્વભાવ બંધાય છે. આ સ્વભાવ અમુક વખત સુધી તો કાયમ રહેશે જ. એ પ્રકારની તેની કાળમર્યાદા એ જ સમયે નક્કી થાય છે. એ મધુરતામાં તીવ્રતા આદિ વિશેષતાઓ ઉદ્ભવે છે અને એ દૂધનું પૌદ્ગલિક પરિણામનું પણ સમકાળે જ નિર્માણ થાય છે. તેમ અહીં પ્રકૃતિબંધાદિમાં સમજવું.]
૦ પ્રકૃતિબંધ-અહીં પ્રકૃતિ એટલે કર્મોનો જ્ઞાન આવારકત્વ આદિરૂપ સ્વભાવ જ જાણવો. જેમ કે સૂંઠ વગેરે પદાર્થોના બનેલા લાડુનો સ્વભાવ વાયુ, કફ આદિને હરવાનો છે.
૦ તથાચ અવિવક્ષિત (અમુક જ એમ નહિ) સ્થિતિ-રસ-પ્રદેશવાળો “પ્રકૃતિબંધ,” અવિવક્ષિત રસપ્રકૃતિ-પ્રદેશવાળો “સ્થિતિબંધ', અવિવણિત પ્રકૃતિ-સ્થિતિ-પ્રદેશવાળો “સબંધ” અને અવિવણિત પ્રકૃતિસ્થિતિ-રસવાળો પ્રદેશબંધ'-એ પ્રકારે પણ ચાર બંધનું લક્ષણ વિચારવું.
૦વળી કર્મોની સ્થિતિ પ્રતિનિયત કાળ સુધી રહેનારી છે.
૦ સ્થિતિબંધ-જેમ પૂર્વે કહેલ લાડુની સ્થિતિમાં કોઈ લાડુ બે-ત્રણ આદિ દિવસો સુધી સારો રહે છે, પછી સ્વભાવ બદલાય છે.
૦ રસબંધ-જેમ કોઈ લાડુ રસ કરીને મીઠો, તીખો કે કડવો હોય, તેમ કોઈ કર્મ શુભ રસવાળું અને અશુભ રસવાળું હોય છે, કે જેથી જીવને સુખ-દુઃખનો અનુભવ થાય છે.
૦ પ્રદેશબંધ-જેમ કોઈ લાડુમાં ઓછો કે વધારે લોટ હોય છે, તેમ કોઈ કર્મ ઓછા પ્રદેશવાળું કે વધારે પ્રદેશ(અણુઓ)વાળું બંધાય છે.
૦ ત્યાં પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી હોય છે તથા સ્થિતિબંધ અને રસબંધ કષાયથી થાય છે. અહીં યુક્તિ પૂર્વે જ કહેલ છે. મિથ્યાત્વ આદિ ચારનું સામાન્યથી કર્મબંધનું હેતુપણું છતાં, પહેલાના ત્રણ કરણના અભાવમાં પણ ઉપશાન્તમોહ આદિ ગુણસ્થાનોમાં યોગના બળથી વેદનીયનો બંધ છે. યોગના અભાવથી અયોગી ગુણસ્થાનમાં બંધનો અભાવ છે. એથી જ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધમાં માત્ર યોગ જ પ્રધાન કારણ જણાય છે. કર્મની જઘન્ય-ઉત્કૃષ્ટરૂપાણાએ સ્થિતિ અને બંધના પછીના કાળમાં સ્થિતિના સેવનરૂપ અનુભવન, ક્રોધ આદિ રૂપ કષાયોથી પેદા થયેલ જીવના અધ્યવસાયવિશેષ રૂપ કષાયથી થાય છે, એવો ભાવ છે.]
૦ પ્રકૃતિબંધ સાદિ-અધ્રુવ આદિના ભેદે પૂર્વે દર્શાવ્યો છે.
૦ પ્રદેશબંધના નિરૂપણમાં પણ પૂર્વે આઠ (૮) પ્રકારના બંધક જીવ વડે જે વિચિત્રતાગર્ભિત એક અધ્યવસાય વડે ગ્રહણ કરેલ દલિક છે, તેના આઠ (૮) ભાગો થાય છે. સાત (૭) પ્રકારના બંધકના સાત (૭) ભાગો, છ (૬) પ્રકારના બંધકના છ (૬) ભાગો અને એક પ્રકારના બંધકનો તો એક (૧) ભાગ હોય છે. આ પ્રમાણે મૂળ પ્રકૃતિના ભાગના વિભાગો કહેલા છે.