Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૦, નવમ: શિરઃ
६४९ ઉત્તર પ્રકૃતિરૂપ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો, ચારેય આયુષ્યનો અને મૂળ પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ થતો નથી.
૦ જે જીવ જે દર્શનમોહનીયમાં વર્તે છે, તેનો બીજે સંક્રમ થતો નથી, કેમ કે-અવિશુદ્ધ દૃષ્ટિ છે.
૦ તેમજ પરપ્રકૃતિઓમાં સંક્રાન્ત દલિક, આવલિકા માત્ર કાળ સુધી, બંધ આવલિકામાં ગયેલ, ઉદય આવલિકામાં રહેલ અને ઉદ્વર્તના આવલિકામાં રહેલ (દલિક) ઉદ્વર્તના આદિ સકળ કરણોને અયોગ્ય થાય છે. દર્શનમોહનીય ત્રિકને છોડીને ઉપશાન્ત મોહનીયકર્મ સકળ કરણને અયોગ્ય છે, એમ જાણવું.
૦ ત્યાં સમ્યકત્વ, સમ્યગુ મિથ્યાત્વ, નરકદ્ધિક-મનુજદ્ધિક-દેવદ્ધિક-વૈક્રિય સપ્તક-આહારક સપ્તક, તીર્થંકર-ઉચ્ચ ગોત્રરૂપ ચોવીશ (૨૪) પ્રકૃતિઓ અને ચાર (૪) આયુષ્યો “અદ્ભવ સત્તાવાળા' છે.
૦ બાકી રહેલ એકસોત્રીશ (૧૩૦) ધ્રુવસત્તાક છે.
૦ તેમાંથી સાતાવેદનીય, અસાતવેદનીય, નીચ ગોત્ર અને મિથ્યાત્વરૂપ ચાર પ્રકૃતિઓ બાદ કરીને, ૧૩૦-૪=૧૨૬ બાકી રહેલ ધ્રુવસત્તાક સઘળી-૧૨૬ સંખ્યાવાળી પ્રકૃતિઓ સંક્રમણને અપેક્ષી, સાદિ આદિ (અનાદિ-ધ્રુવ-અપ્રુવ) રૂપપણાએ ચાર પ્રકારવાળી પણ થાય છે.
૦ ખરેખર, આ પ્રકૃતિઓનો સંક્રમ, સંક્રમના વિષયભૂત પ્રકૃતિબંધના વ્યવચ્છેદમાં થતો નથી. તે પ્રકૃતિઓનો ફરીથી બંધના આરંભમાં સંક્રમ થાય છે, માટે આ સંક્રમ “સાદિ કહેવાય છે.
૦ તે તે બંધના વ્યવચ્છેદના સ્થાનને પ્રાપ્ત નહિ થયે સંક્રમવિષયનો સંક્રમ “અનાદિ છે. ૦ અભવ્યમાં કદાચિદ્ પણ વ્યવચ્છેદનો અભાવ હોવાથી સંક્રમ “ધ્રુવ' છે. ૦ કાલાન્તરમાં વ્યવચ્છેદનો સંભવ હોવાથી ભવ્યમાં તો સંક્રમ ‘અધુવ” છે.
૦ અધ્રુવ સત્તાવાળાં કર્મોમાં અધ્રુવ સત્તા હોવાથી જ સંક્રમ “સાદિ અધુવ' છે. સાતાવેદનીયઅસતાવેદનીય-નીચ ગોત્રોમાં તો પરાવર્ત માનતા હોવાથી “સાદિ-અદ્ભવ’ સંક્રમ જાણવો. બંધાતા સાતવેદનીયમાં અસતાવેદનીયનો, બંધાતા અસાતાવેદનીયમાં સાતવેદનીયનો, બંધાતા ઉચ્ચ ગોત્રમાં નીચ ગોત્રનો, બંધાતા નીચ ગોત્રમાં ઉચ્ચ ગોત્રનો સંક્રમ છે, બીજે વખતે નહીં. એથી જ આ પ્રકૃતિઓનો સંક્રમ સાદિ અને અદ્ભવ છે.
૦ મિથ્યાત્વનો સંક્રમ વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવને હોય છે. વળી વિશુદ્ધ સમ્યગ્દષ્ટિપણે કદાચિત્ પેદા થનારું છે, એથી મિત્થાત્વનો સંક્રમ સાદિ-અધ્રુવ જ છે.
૦ મિથ્યાદૃષ્ટિથી માંડી પ્રમત્ત સુધીના જીવો સાતાવેદનીયનો સંક્રમ કરનારા છે. પછીથી સંક્રમના વિષયભૂત પ્રકૃતિના આધારભૂત અસતાવેદનીયના બંધનો અભાવ હોવાથી બીજાઓ (અપ્રમત્તાદિ) તે સાતાવેદનીયના સંક્રમક નથી, પરંતુ ત્યાં બંધાતા સતાવેદનીયમાં અસતાવેદનીયનો જ સંક્રમ છે.
૦ મિથ્યાદષ્ટિથી અપ્રમત્તસંયત સુધીના જીવો અનંતાનુબંધીઓના સંક્રામક છે, બીજા જીવો નહીં, કેમ કે-સાતમા ગુણસ્થાનક પછીથી અનંતાનુબંધીઓનો ઉપશમ કે ક્ષય થાય છે.