Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६४४
तत्त्वन्यायविभाकरे
અસંકિલષ્ટ આત્મા ક્રમે કરીને ઊંચે ઊંચે ચડે છે. આ પ્રમાણે સોપાનના આરોહણ-અવરોહણ સરખા તે બંને અધ્યવસાયોની સમાનતા છતાં, વિશિષ્ટ અધ્યવસાયમાં વર્તનાર શ્રેણિમાં ચડનાર ક્ષેપકના શુભ અધ્યવસાયો અશુભ અધ્યવસાયોની અપેક્ષાએ વિશેષ અધિક છે, કેમ કે-તે શુભ અધ્યવસાયોથી પતનનો અભાવ છે.
૦ વળી આ પ્રમાણે જે કોઈ પણ અનુભાગ(રસ)માં નિમિત્તભૂત અધ્યવસાયથી જીવ, યોગ્ય પુદ્ગલના ગ્રહણ સમયમાં કર્મપરમાણુમાં, સર્વ જીવો કરતાં અનંતગુણ, પ્રત્યેક રસના નિર્વિભાગ (જનો વિભાગ થઈ શકે નહિ એવા) ભાગોને ઉત્પન્ન કરે છે.
૦ ખરેખર, કર્મવર્ગણાની અંદર રહેલા કર્મપરમાણુઓ જીવના ગ્રહણ પહેલાં પ્રાયઃ નીરસએકસ્વરૂપવાળા હતા. વળી જ્યારે તેઓ જીવથી ગ્રહિત થાય છે, ત્યારે ગ્રહણસમયમાં જ કષાય સંબંધી અધ્યવસાયથી તેવા તેવા રસવાળા વિભાગો જ્ઞાન આવરકત્વ આદિ વિચિત્ર સ્વભાવવાળા પ્રાપ્ત થાય છે, કેમ કે-જીવોની અને પુદ્ગલોની શક્તિ અચિંત્ય છે. વળી આ વસ્તુ અસંભવિત નથી, કેમ કે-ગાય વડે ગ્રહણ કરાયેલ અત્યંત નીરસ પણ શુષ્ક ઘાસ વગેરે પરમાણુઓના ક્ષીર (દૂધ) આદિ રૂપપણાએ અને સાત (૭) ધાતુપણાએ પરિણામનું દર્શન છે.
૦ વળી તે રસરૂપ વિભાગો, કર્મપરમાણુઓમાં કવચિત થોડા, કવચિત તેના કરતાં ઘણાં અને કવચિત્ ઘણા ઘણા હોય છે. અહીં વર્ગણા-સ્પર્ધક આદિ વિચારો કર્મગ્રંથોથી જાણવા. સ્થિતિબંધમાં પણ સંકલેશ(કષાય)સ્થાનો-વિશોધિસ્થાનો પણ સઘળે ઠેકાણે અસંખ્યાતગુણપણાએ પૂર્વની માફક જ વિચારવા.
૦ મૂળ પ્રકૃતિઓની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ આગળ મૂળ સૂત્રમાં કહેવાશે, અને તે સ્થિતિ કર્મરૂપપણાએ અવસ્થાનસ્વરૂપવાળી જાણવી. અનુભવ,યોગ્ય સ્થિતિ તો અબાધાકાળહીન જાણવી. જે કર્મોની જેટલી સાગરોપમ કોટાકોટી છે, તેટલા સો વર્ષનો અબાધાકાળ જાણવો. વળી અબાધાકાળહીન કર્મદલિક નિષેક હોય છે. (પ્રત્યેક કર્મની અબાધાકાળ રહિત સ્થિતિમાં તે તે કર્મોનો નિષેક (ભોગવવાપણું) થાય છે, તે પ્રાણીઓને કર્મના પરિભોગને અર્થે છે. નિષેક એટલે શું? કર્મના દળ જે પહેલા સમયમાં વધારે હોય, તે બીજા સમયમાં એથી ઓછાં થાય, એમ અનુક્રમે ઓછાં ઓછાં થતાં જાય. એવી રીતે કર્મના દળની રચના પ્રાણીઓ વેદવા માટે કરે, તે “નિષેક' કહેવાય છે.)
૦ જઘન્ય અબાધાકાળ અંતર્મુહૂર્તનો છે.
૦ બંધકોની અપેક્ષાએ જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિની વિવેચના કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી કરવી. એ પ્રમાણે સ્થિતિ-સ્થાન આદિની પ્રરૂપણાઓ પણ કરવી. આ પ્રમાણે બંધનકરણના વિચારનું દિગ્દર્શન છે.
अथ सङ्क्रमणकरणं स्वरूपयति -
अन्यकर्मरूपतया व्यवस्थितानां प्रकृतिस्थित्यनुभागप्रदेशानामन्यकर्मरूपतयाव्यवस्थापनहेतुर्वीर्यविशेषस्संक्रमणम् ।२०।