Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६३८
तत्त्वन्यायविभाकरे
लब्धिजन्यं छाद्मस्थिकं वीर्यमकषायिसकषायिभेदतो द्विविधमुपशान्तमोहक्षीणमोहानामकषायिकं सूक्ष्मसम्परायान्तानाञ्च सकषायिकं विज्ञेयं, तथा च बन्धाद्यनुकूलतया मनोवाक्कायसहकृतः कषायसहकृतश्च स्थूलसूक्ष्मपरिस्पन्दो वीर्यपरिणामविशेष उच्यते इति भावः । तत्तत्क्रियासहितानां मनोवाक्कायानान्तु योगात्मकत्वमितरस्य कषायात्मकत्वमेतौ कषाययोगौ च वीर्यमुच्यत इत्याशयेनाह - वीर्यञ्चेति । अत्र बन्धादिप्रकरणे, योगः परिणामालम्बनग्रहणसाधनं प्रकृतिप्रदेशबन्धयोर्निमित्तं, कषायस्स्थितिरसबन्धहेतुः कषायाः क्रोधमानमायालोभास्तज्जनितो जीवस्याध्यवसायविशेषः कषायशब्देनेहोच्यते । एतस्य वीर्यविशेषस्य योगस्य विषयेऽविभागवर्गणास्पर्धकान्तरस्थानान्तरोपनिधापरम्परोपनिधावृद्धिसमयजीवाल्पबहुत्वप्ररूपणाः कर्मप्रकृत्यादितोऽवसेयाः ॥
કરણના સ્વરૂપનું વર્ણન
ભાવાર્થ - ત્યાં બદ્ધ આત્માનો (લેશ્યાવાળા આત્માનો) વિશિષ્ટ વીર્યપરિણામ, એ કરણ કહેવાય છે. વળી અહીં વીર્ય, યોગ-કષાયરૂપ વિવક્ષિત છે.
વિવેચન - ‘બહ્માત્મન' ઇતિ. બદ્ધ આત્મા એટલે લેશ્યાવાળા આત્માનો, એવો અર્થ છે. તેથી અયોગીકેવલીઓની અને સિદ્ધોની વ્યાવૃત્તિ છે, કેમ કે-અયોગીકેવલીઓનું અને સિદ્ધોનું કૈવલિક પણ અલેશ્યવીર્ય, બંધ આદિમાં હેતુરૂપ નથી.
‘વીર્યપરિણામવિશેષ’–ક્ષાયિક-ક્ષાયોપશમિક રૂપ વીર્યલબ્ધિજન્ય વિશિષ્ટ વીર્ય, તે વીર્યપરિણામવિશેષ. ૦ વળી આ વીર્યપરિણામવિશેષ છદ્મસ્થોને અને સયોગીકેવલીઓને હોય છે. બંનેને પણ તે વિશિષ્ટ પરિણામ, બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકના ભેદે બે પ્રકારનો છે.
(૧) દોડવું-વળગવું-ચાલવું વગેરે ક્રિયાઓમાં જોડાતો વિશિષ્ટ વીર્યપરિણામ, એ બુદ્ધિપૂર્વકનો છે. (૨) ખાધેલા આહારના ધાતુ-મલપણા આદિ પરિણામને કરનારો અને એકેન્દ્રિય આદિ જીવોને તે તે ક્રિયામાં પ્રયોજક કારણરૂપ વિશિષ્ટ વીર્યપરિણામ, એ અબુદ્ધિપૂર્વકનો છે. ત્યાં પણ ક્ષાયોપશમિક વીર્યલબ્ધિજન્ય, છાપ્રસ્થિક વીર્ય અકષાયી અને સકષાયીના ભેદથી બે પ્રકારનું છે. (૧) ઉપશાન્તમોહક્ષીણમોહ જીવોમાં અકષાયી સલેશ્યવીર્ય હોય છે. (૨) સૂક્ષ્મસં૫રાય સુધીના જીવોમાં સલેશ્ય-સકષાયિક વીર્ય જાણવું. તથાચ બંધ આદિ પ્રત્યે અનુકૂળ (જનકપણાએ) મન-વચન-કાયરૂપ સહકારી સહિત અને કષાયરૂપ સહકારી સહિત સ્થૂલ-સૂક્ષ્મ પરિદરૂપ (કંપનાદિ ક્રિયારૂપ) વિશિષ્ટ વીર્યપરિણામ, કરણરૂપે કહેવાય છે એવો ભાવ છે.
તે તે ક્રિયાથી સહિત મન-વચન-કાયયોગ તરીકે કહેવાય છે. કષાય અને યોગ એ બંને વીર્ય તરીકે કહેવાય છે. અહીં બંધ આદિ પ્રકરણમાં (૧) પ્રકૃતિબંધ-પ્રદેશબંધરૂપ કાર્ય પ્રત્યે પરિણામ, આલંબન અને ગ્રહણના સાધનભૂત યોગ છે. (૨) સ્થિતિબંધ અને રસબંધ રૂપ કાર્ય પ્રત્યે કષાય હેતુ છે. અહીં ક્રોધ-માનમાયા-લોભરૂપી કષાયોથી પેદા થયેલ જીવનો વિશિષ્ટ અધ્યવસાય, કષાય શબ્દથી કહેવાય છે.