Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३२०
तत्त्वन्यायविभाकरे
અનાભોગપ્રત્યયિકી ક્રિયાભાવાર્થ - જયા વગરના-પૂજ્યા વગરના પ્રદેશમાં શરીરોપકરણની મૂકવા આદિ રૂપ ક્રિયા, તે “અનાભોગપ્રત્યયિકી.”
વિવેચન - જોયા વિના-રજોહરણથી પ્રમાર્જના કર્યા વિના પ્રદેશમાં શરીરોની ગમન-આગમન-ઉલ્લંઘન આદિ દ્વારા ઉપધિ આદિ ઉપકરણોનો નિક્ષેપ-સ્થાપન-લેવા-મૂકવા રૂપ ક્રિયા “અનાભોગિકી છે. અર્થાત્ આભોગ એટલે ઉપયોગ, તેથી વિપરીત અનાભોગ છે. અનાભોગ સહિત ક્રિયા પણ “અનાભોગ અથવા જે ક્રિયામાં આવ્યોગ નથી, તે ક્રિયા “અનાભોગ' ક્રિયા કહેવાય છે.
જ્ઞાનાવરણીયના ઉદયજન્ય હોઈ સકષાય જીવોને હોવાથી દશમા (બારમા) ગુણસ્થાનક સુધી છે. (કેટલાક છઠ્ઠા ગુણસ્થાનક સુધી જાય છે.) ગુણશ્રેણિમાં પ્રમાદ નહિ હોવાથી.
अनवकाङ्क्षप्रत्ययिकीमाहजिनोदितकर्त्तव्यविधिषु प्रमादादनादरकरणमनवकाङ्क्षप्रत्ययिकी ।३५।
जिनोदितेति । अवकाङ्क्षा स्वपरयोरपेक्षणं सा न भवतीत्यनवकाङ्क्षा सा प्रत्ययः कारणं यस्यास्साऽनवकाङ्क्षप्रत्यया सैवानवकाङ्क्षप्रत्ययिकी, जिनोक्तकर्तव्येषु विधिषु प्रमादादिहपरलोकापेक्षयाऽनादरकरणमित्यर्थः । प्रमादप्रयुक्तजिनविहितकर्तव्यविधिविषयकानादरक्रियात्वं लक्षणार्थः । इहलोके परलोके च यानि विरुद्धानि तानि यो भजते तस्यापीयं क्रिया कथितेति बोध्यम् । षष्ठं यावदियम् ॥
અનવકાંક્ષપ્રત્યયિકી ક્રિયાભાવાર્થ - શ્રી જિનકથિત કર્તવ્ય વિધિઓમાં પ્રમાદથી અનાદર કરવા રૂપ ક્રિયા, તે ‘અનવકાંક્ષપ્રત્યયિકી.
વિવેચન - અવકાંક્ષા એટલે સ્વ-પરની અપેક્ષા, તેના અભાવ રૂપ અનવકાંક્ષા તે પ્રત્યય એટલે નિમિત્ત જે ક્રિયામાં છે, તે ‘અનવકાંક્ષપ્રત્યયા,” તે જ “અનવકાંક્ષપ્રત્યયિકી' કહેવાય છે. શ્રી જિનકથિત કર્તવ્ય (કરવાયોગ્ય) વિધિ-વિધાનો પ્રત્યે આ લોક-પરલોકની અપેક્ષાએ પ્રમાદથી અનાદર કરવો એવો અર્થ થાય છે.
લક્ષણ-પ્રમાદજન્ય શ્રી જિનવિહિત અતએ કર્તવ્ય રૂપ વિધિવિષયક અનાદર ક્રિયાપણું, એ લક્ષણાર્થ છે.
વળી આ લોક-પરલોકમાં જે વિરુદ્ધ છે, તેને જે કરે છે, તેના સંબંધવાળી પણ આ ક્રિયા કહેલ છે એમ સમજવું.
(ગુણશ્રેણિમાં પ્રમાદ નહિ હોવાથી) છઠ્ઠા ગુણસ્થાનક સુધી આ ક્રિયા છે. કેટલાક બાદરકષાયના ઉદયજન્ય હોઈ નવમા ગુણસ્થાનક સુધી માને છે.)