Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४२५
સૂત્ર - ૨૪, સમ: શિર : મિથ્યાત્વ અને મિશ્રના પ્રથમ સ્થિતિના દલિકને સમ્યકત્વ (મોહનીય)ની પ્રથમ સ્થિતિના દલિકમાં સ્તિબુક સંક્રમ વડે સંક્રમાવે છે.
વળી સમ્યક્ત્વની તો પ્રથમ સ્થિતિ, વિપાક અનુભવથી (ઉદયથી) ક્રમથી ક્ષીણ થયે છતે ઉપશમ સમ્યગ્દષ્ટિ થાય છે.
૦ ત્રણ એવા મિથ્યાત્વ આદિના ઉપરના દલિકની ઉપશમના અનંતાનુબંધીઓના ઉપરની સ્થિતિના દલિકની માફક સમજવી. આ પ્રમાણે ઉપશાન્ત દર્શનત્રિકવાળો, પ્રમત્ત અને અપ્રમત્તના સેંકડો પરિવર્તનો કરી, ચારિત્રમોહનીયને ઉપશમાવવાની ઇચ્છાવાળો ફરીથી પણ યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણો કરે છે. ફક્ત અહીં યથાપ્રવૃત્તિકરણ અપ્રમત્ત ગુણસ્થાનમાં, અપૂર્વકરણ અપૂર્વકરણ ગુણસ્થાનમાં, અનિવૃત્તિકરણ અનિવૃત્તિ બાદરસિંહરાય ગુણસ્થાનમાં અને અપૂર્વકરણમાં સ્થિતિઘાત આદિથી વિશુદ્ધ કરીને પછી તરતના સમયમાં અનિવૃત્તિકરણમાં પેસે છે.
૦ અનિવૃત્તિકરણ અંદ્ધા(કાળ)ના સંખ્યાતા ભાગી ગયા બાદ દર્શન સિવાયના (૨૧) મોહનીય પ્રકૃતિઓના (અનંતાનુબંધી વર્જીને, બાર કષાયો, નવ કષાયોના) અંતરકરણ કરે છે.
૦ ત્યાં જે વેદનો અને સંજવલનકષાયનો ઉદય છે, તે બંનેની પોતાના ઉદયકાળ પ્રમાણવાળી પ્રથમ સ્થિતિને કરે છે. બાકીના (૧૧) કષાયોની અને (૮) નોકષાયોની (પ્રથમ સ્થિતિની) આવલિકા માત્ર હોય છે.
૦ ત્રણ વેદ, સંજ્વલનકષાય ચારના ઉદયકાળનું માન અને અંતરકરણગત દલિકના પ્રક્ષેપનું સ્વરૂપ કર્મપ્રકૃતિની ટીકાથી જાણવું.
૦ વળી અંતરકરણ કર્યા બાદ નપુંસકવેદને અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે છે. તે આ પ્રમાણે
પ્રથમ સમયમાં થોડું અને બીજા સમયમાં તેના કરતાં અસંખ્યાતગણું, વળી એ પ્રમાણે સમયે સમયે અસંખ્યગુણું ત્યાં સુધી ખપાવે છે, કે જ્યાં સુધી ચરમ સમય આવે. અને પરપ્રકૃતિઓમાં સમયે સમયે ઉપશમ પામેલ દલિકની અપેક્ષાએ ત્યાં સુધી અસંખ્યાતગુણું ફેંકે છે, કે જયાં સુધી છેલ્લા બે સમય રહે. છેલ્લા સમયમાં તો ઉપશમવિષય થતું દલિક પરપ્રકૃતિઓમાં સંક્રમણવિષય થતાં દલિકની અપેક્ષાએ અસંખ્યાતગુણું જાણવું.
૦ વળી નપુંસકવેદ ઉપશાન્ત થયા બાદ સ્ત્રીવેદને પૂર્વકથિત વિધિથી અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે છે ત્યારબાદ અન્તર્મુહૂર્તમાં હાસ્ય આદિ છ ૬ ઉપશમાવે છે. તે ઉપશાન્ત થયે છતે તે વખતે જ પુરુષવેદના બંધ-ઉદય-ઉદીરણાનો વ્યવચ્છેદ થાય છે. ત્યારબાદ સમયોન બે આવલિકામાં પુરુષવેદને ઉપશમાવે છે. તે પછી એકીસાથે અન્તર્મુહૂર્ત માત્રમાં અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન ક્રોધને ઉપશમાવે છે. તે જ વખતે ઉપશાન્ત થાય, તે જ વખતે સંત ક્રોધના બંધ-ઉદય-ઉદીરણાનો વ્યવચ્છેદ, બાદ સમયોન બે આવલિકામાં સંત ક્રોધને ઉપશમાવે છે. તે પછી અન્તર્મુહૂર્તમાં અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન માનને એકીવખતે ઉપશમાવે છે. તેમના ઉપશમના સમયમાં જ સંમાનના બંધ-ઉદય-ઉદીરણા વ્યવચ્છદ, ત્યારબાદ સમયોન બે આવલિકામાં સંડ માનને ઉપશમાવે છે. ત્યારપછી એકીસાથે અન્તર્મુહૂર્તમાં અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન માયાને ઉપશમાવે છે.