Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५२०
तत्त्वन्यायविभाकरे
(૨૧) પરિણામધારભાવાર્થ - સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિકો, વર્ધમાન-હીયમાન અને સ્થિરપરિણામવાળાઓ છે. સૂક્ષ્મસંપરાય સંયત શ્રેણિમાં વર્ધમાન અને હીયમાન પરિણામવાળો છે, સ્થિરપરિણામવાળો નથી. તેનો કાળ તો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પરિણામવાળો છે. આ પ્રમાણે પહેલાના સામાયિક આદિ ત્રણનો પરિણામકાળ જાણવો. યથાખ્યાત સંયત તો હીયમાનપરિણામવાળો નથી. વર્ધમાન પરિણામકાળ તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તના માનવાળો છે. સ્થિતિ તો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી તેમાં ગુણસ્થાનવર્તીની, કાંઈક ન્યૂન પૂર્વક્રોડ વર્ષો સુધીની જાણવી. ઇતિ.
વિવેચન - શુદ્ધિનો પરિણામ વર્ધમાન-હીયમાન-સ્થિરના ભેદથી ત્રણ પ્રકારનો છે. વર્ધમાનપરિણામ એટલે શુદ્ધિના ઉત્કર્ષની પ્રાપ્તિ, હીયમાનપરિણામ એટલે શુદ્ધિના અપકર્ષની પ્રાપ્તિ અને સ્થિરપરિણામ એટલે શુદ્ધિનું સ્થિર રહેવું. ત્રણ પ્રકારનો પણ આ પરિણામ, સામાયિક-છેદોપસ્થાપનીયપરિહારવિશુદ્ધિકોને હોય છે.
૦ ગુણસ્થાનકના સ્વભાવથી સૂક્ષ્મસંપરાથી, શ્રેણિમાં ચડતો અને ઘટતો છે, પરંતુ સ્થિરપરિણામી
નથી.
શંકા - સૂક્ષ્મસં૫રાય સંયતમાં વર્ધમાન અને હીયમાનરૂપ બે પરિણામો કેટલા કાળ સુધી રહે છે?
સમાધાન - આના જવાબમાં કહે છે કે-જઘન્યની અપેક્ષાએ તે વર્ધમાન અને હીયમાન એક સમયવર્તી છે, કેમ કે-સૂક્ષ્મસંપાયના સ્વીકારના સમય પછી તરત જ મરણનો સંભવ છે, એવો ભાવ છે.
સિંહ અવલોકન ન્યાયથી સામાયિક આદિ ત્રણ સંયતોના પરિણામના કાળને કહે છે કે-વર્ધમાનકાળ, હીયમાનકાળ કે અવસ્થિત(સ્થિર)કાળ જાણવો. ત્યાં વર્ધમાનપરિણામનો કાળ કષાયથી બાધિત થયે છતે એક સમય સુધીનો અનુભવ હોવાથી, જઘન્યથી એક સમય વર્ધમાનપરિણામ અંતર્મુહૂર્તકાળ સુધી રહેવાનો સ્વભાવ હોવાથી ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. એ પ્રમાણે જ હીયમાન અને અવસ્થિત પરિણામ જાણવા.
૦ યથાખ્યાત સંયતમાં વર્ધમાન અને અવસ્થિત પરિણામે જ હોય છે.
વર્ધમાનપરિણામના કાળના માનને કહે છે કે-વર્ધમાનપરિણામનો કાળ તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે, કેમ કે-જે કેવલજ્ઞાનને પેદા કરશે અને જે શૈલેશીને પામેલો છે, તેનો જ આ પ્રમાણેનો કાળ જાણવો. તેના પછી તે વર્ધમાનપરિણામનો વ્યવચ્છેદ છે.
વ૮૫૦ની જઘન્ય સ્થિતિ એક સમય છે, કેમ કે-ઉપશમ અદ્ધામાંથી પ્રથમ સમય પછી તરત જ મરણ હોય છે.
૦પૂર્વક્રોડ વર્ષોના આયુષ્યવાળા પુરુષને જન્મથી જઘન્યથી નવ (૯) વર્ષો ગયા પછી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આ નવ વર્ષ જૂના ક્રોડપૂર્વ વર્ષો સુધી અવસ્થિત (સ્થિર) પરિણામવાળો શૈલેશી સુધી વિચરે છે અને શૈલેશીમાં વર્ધમાનપરિણામવાળો થાય છે.