Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६१४
तत्त्वन्यायविभाकरे
अविरतिमाख्याति - हिंसाद्यव्रतेभ्यः करणैर्योगैश्चाऽविरमणमविरतिः । तस्याश्च मनः पञ्चेन्द्रियाणां स्वस्वविषयेभ्यः पृथिव्यप्तेजोवायुवनस्पतित्रसरूपषड्विधजीवहिंसातश्चाप्रतिनिवर्त्तनरूपत्वावादशविधत्वम् ।९।
हिंसाद्यव्रतेभ्य इति । अविरमणमविरतिः, केभ्यः, अव्रतेभ्यः, तथाचाऽव्रतेभ्योऽविरमणमविरतिः । अकरणं हि विरतिः करणञ्चाऽविरतिस्तथा च कैः करणमितिकरणाकांक्षा जायते, तत्राऽऽह-करणैर्योगैश्चेति । इन्द्रियैर्मनोवाक्कायरूपयोगैश्चेत्यर्थः, यदि कायेनैवेन्द्रियाणामपि ग्रहणं भवतीत्युच्यते तदा करणैः कृतकारितानुमतिभिरित्यर्थः । अव्रतानि कानीत्यत्राह हिंसादीति । आदिनाऽसत्यस्तेयाऽब्रह्मपरिग्रहाणां ग्रहणम्, यद्यपि हिंसादिभ्योऽविरमणमेवाव्रतं तथापि हिंसादीनामपि अविरतिं प्रत्यनुकूलतयाऽव्रतत्वोक्तिः, न च हिंसादयो व्रतरूपा अपि स्युस्तद्विषयकविरमणरूपत्वाव्रतस्येति वाच्यम्, अत्यन्तप्रतिकूलतया विरति प्रति तथाकथनस्यानुचितत्वात् एवञ्च हिंसाद्यव्रतेभ्यः कृतकारितानुमतिमनोवाक्कायान्यतमेन करणमितियावत् । तस्या द्वादशविधत्वं द्वादशस्थानप्रदर्शनद्वारा प्रकटयति तस्याश्चेति, अविरतेश्चेत्यर्थो द्वादशविधत्वमित्यनेनाऽस्य सम्बन्धः । कथं द्वादशविधत्वमित्यत्राह मन इति। मनसस्स्वस्वविषयेभ्योऽप्रतिनिवर्त्तनमित्येका पञ्चेन्द्रियाणां घ्राणरसनचक्षुश्श्रोत्रस्पर्शानां स्वस्वविषयेभ्योऽप्रतिनिवर्तनानीति पञ्च, षड्विधजीवहिंसादिभ्योऽप्रतिनिवर्त्तनानीति षट् मिलित्वा च द्वादशविधत्वमिति भावः ॥
અવિરતિનું વર્ણનભાવાર્થ – હિંસા આદિ અવ્રતોથી કરવા-કરાવવા-અનુમોદવારૂપ કરણો વડે અને મન-વચન-કાયારૂપ યોગો વડે નહિ અટકવું. એ “અવિરતિ' કહેવાય છે. તે અવિરતિ, મન અને પાંચ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોથી અનિવર્તનરૂપ પૃથિવીકાય-અપકાય-અગ્નિકાય-વાયુકાય-વનસ્પતિકાય અને ત્રસરૂપ છ પ્રકારના જીવોની હિંસાથી અપ્રતિનિવર્તન રૂપ (૧૨) બાર પ્રકારની છે.
વિવેચન - નહિ અટકવું એ અવિરતિ. કયી વસ્તુઓથી નહિ અટકવું? આના જવાબમાં અવ્રતોથી નહિ અટકવું તે અવિરતિ. અર્થાત્ નહિ કરવું (કરાવવું-અનુમોદવું) તે ખરેખર વિરતિ અને કરવું તે અવિરતિ. કોના વડે કરવું? આવી કરવાની આકાંક્ષા થાય છે ત્યાં કહે છે કે – “કરણો વડે અને યોગો વડે ઈતિ, અર્થાત્ ઈન્દ્રિયો વડે અને મન-વચન-કાયરૂપ યોગો વડે, એવો અર્થ છે. જો કાયાથી જ ઇન્દ્રિયોનું પણ ગ્રહણ થાય છે એમ કહેવાય, તો કરણો વડે, કરેલ-કરાવેલ અનુમતિ વડે એવો અર્થ જાણવો. અવ્રતો કયા છે? એના જવાબમાં કહે છે કે – “હિંસા આદિ ઇતિ. આદિ પદથી અસત્ય-ચોરી-અબ્રહ્મ અને પરિગ્રહોનું