Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૨, નવમ: વિર:
६२१
ધર્મધ્યાન આદિ વ્યાપાર છે. પરંતુ એ પ્રમાણે ઉચ્છવાસ અને નિઃશ્વાસ કાયયોગની અંદર વર્તનારરૂપે વ્યવહાર હોવાથી કાયયોગથી પ્રાણાપાન વ્યાપાર ભિન્ન નથી.
શંકા - “આ જીવાડનાર છે'-આવી પ્રતીતિજનન આદિ પ્રાણાપાનનું ફળ છે, તો પ્રાણાપાન યોગ કેમ જુદો નહિ?
સમાધાન - આવા પ્રકારનું પ્રયોજન માત્ર સઘળે ઠેકાણે વિદ્યમાન હોઈ, દોડવું-વળગવું ઇત્યાદિ વ્યવહારોમાં પણ યોગપણાનો પ્રસંગ થાય છે, તેથી વિશિષ્ટ કોટિના વ્યવહારના અંગભૂત પરપ્રત્યાયન આદિ (બીજાને પ્રતીતિ-જ્ઞાન આપવા આદિ) ફળવાળા હોઈ મન-વચનયોગો જ જુદા કહેવા જોઈએ. તેથી જ આ પ્રમાણે જ્યારે કાયયોગ વાણીના વિસર્જનના વિષયમાં વ્યાપારવાળો થતો યોગ “વચનયોગ થાય છે, ચિંતનમાં વ્યાપારવાળો થતો યોગ “મનોયોગ થાય છે, વાણીના વિષયવાળો યોગ “વાયોગ થાય છે અને મનના વિષયવાળો યોગ એ “મનોયોગ થાય છે, એવી વ્યુત્પત્તિ છે.
અથવા કાયયોગથી ગ્રહણ કરેલ વચનદ્રવ્ય (શબ્દદ્રવ્યોના સમૂહની સહાયથી તે છોડવા માટેનો જે વિશિષ્ટ જીવનો વ્યાપાર તે “વાગુયોગ છે, કેમ કે-સહકારી કારણભૂત વાણીની સાથે જીવનો યોગ વાગુયોગ એવી વ્યુત્પત્તિ છે. અને કાયયોગ વડે ગ્રહણ કરેલ મનના દ્રવ્યના સમૂહના સહકારથી વસ્તુના ચિંતન માટે જે આ જીવનો વ્યાપાર તે “મનોયોગ છે, કેમ કે-સહકારી કારણભૂત મનની સાથે જીવનો યોગ મનોયોગ' છે, એવી વ્યુત્પત્તિ છે.
૦ વળી આ પક્ષમાં મન-વચનરૂપ બે યોગો કાયયોગથી જુદા જ છે, કેમ કે-વચનદ્રવ્ય, વિસર્જન અને મનોદ્રવ્ય, ચિંતન આદિના કાળમાં વિદ્યમાન એવા કાયયોગની વિવલા નથી.
तदेवं सप्रभेदान् बन्धहेतूनभिधाय प्रकृतिस्थित्यनुभागप्रदेशरूपेण चातुर्विध्यस्य बन्धस्य पूर्वोक्तस्वरूपस्य प्रथमं प्रकृतिबन्धमधुना लक्षयति -
रक्तद्विष्टात्मसम्बद्धानां कार्मणस्कन्धानां परिणामविशेषेण स्वस्वयोग्यकार्यव्यवस्थापनं प्रकृतिबन्धः ।१२।।
रक्तद्विष्टेति । रागो मायालोभकषायलक्षणः, द्वेषः क्रोधमानकषायलक्षणस्ताभ्यां केवलयोगेन वा युक्तेनात्मना सम्बद्धानां गृहीतानामित्यर्थः, अत एव रक्तद्विष्टसंबद्धानामित्यनुक्त्वा रक्तद्विष्टात्मसंबद्धानामित्युक्तं तेनाकषायिबन्धस्यापि संग्रहः । अनेनात्मनि कर्मसम्बन्धे हेतुरादर्शितः, रागादिस्नेहगुणयोगादात्मनि कर्मपुद्गलद्रव्यं लगतीति । कार्मणस्कन्धानामिति, कर्मयोग्यस्कन्धानामित्यर्थः । एतेन क्षेत्रान्तरावगाढाः कर्मपुद्गला न ग्रहणयोग्या भिन्नेदेशस्थानां .....१. विशिष्टो हेतुरादर्शितः, तेन मिथ्यादर्शनाविरत्यादीनां कर्मबन्धहेतुत्वेऽपि न क्षतिः, उक्तञ्च ‘यदतिदुःखं लोके यच्च सुखमुत्तमं त्रिभुवने । तज्जानीहि कषायाणां वृद्धिक्षयहेतुजं सर्व' मिति । तत्र रागद्वेषहेतुकोबन्धस्स साम्परायिकबन्ध उच्यते, केवलयोगहेतुको बन्ध ईर्यापथिकबन्ध उच्यते, स चोपशान्तक्षीणमोहसयोगिकेवलिनां भवति, वेदनीयस्यैकस्यैव च स बन्धो विज्ञेय इति । २. अनाश्रितानां तद्भावपरिणामाभावादिति भावः ।