Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૨, નવમ: નિ:
६२३
૦ ‘કાર્યણ સ્કન્ધાનામ' ઇતિ. કર્મયોગ સ્કંધોની, એવો અર્થ છે. આ વાક્યથી બીજા ક્ષેત્રોમાં અવગાહીને રહેલા કર્મપુદ્ગલો ગ્રહણને યોગ્ય નથી, કેમ કે-ભિન્ન દેશમાં રહેલા અનાશ્રિત (સ્વદેશના આશ્રયે નહિ રહેલા-અસ્થિત-ગતિમાન) કર્મસ્કંધો ગ્રહણની યોગ્યતા વગરના છે, એમ સૂચન કરેલ છે.
ખરેખર, જે આકાશમાં જીવ અવગાહીને રહેલો છે ત્યાં જે આકાશપ્રદેશો છે, ત્યાં આત્માના આશ્રયે રહેલા જે કર્મપુદ્ગલો સ્થિત છે-અગતિમાન છે, તે જ કર્મપુદ્ગલો રાગ આદિના સ્નેહના યોગથી આત્મામાં લાગે છે, તે જ કર્મપુદ્ગલો જીવોને ગ્રહણયોગ્ય છે એમ ગૂઢ અર્થ સમજવો.
૦ ‘પરિણામ વિશેષણ' ઇતિ. વિશિષ્ટ અધ્યવસાયથી એવો અર્થ જાણવો. ખરેખર, આત્મા સર્વ પ્રકૃતિપ્રાયોગ્ય પુદ્ગલોને સામાન્યથી ગ્રહણ કરી, તે સર્વ પ્રકૃતિયોગ્ય પુદ્ગલોને વિશિષ્ટ અધ્યવસાયથી જ્ઞાન આવરણ કારકત્વ આદિ સ્વભાવરૂપે પરિણમાવે છે તથા તે પ્રકા૨ના પરિણમનમાં હેતુ, અહીં વિશિષ્ટ અધ્યવસાય તરીકે કહેલો છે.
૦ ‘સ્વસ્વયોગ્ય કાર્યવ્યવસ્થાપનમ્’-તે પુદ્ગલોનું પોતપોતાના કાર્ય કરવામાં સમર્થપણાએ સર્જન કરવું, એવો અર્થ જાણવો. અર્થાત્ તે ગ્રહણ કરેલ સર્વ પ્રકૃતિ-પ્રાયોગ્ય પુદ્ગલોમાંથી કેટલાક પુગલોને જ્ઞાનના આવરણમાં સમર્થપણાએ, કેટલાક પુદ્ગલોને દર્શનના આવરણમાં સમર્થપણાએ, કેટલાક પુદ્ગલોને સુખ-દુઃખના અનુભવમાં સમર્થપણાએ, કેટલાક પુદ્ગલોને સમ્યગ્દર્શન-ચારિત્રમાં મોહકારકપણાએ, કેટલાક પુદ્ગલોને આયુષ્યરૂપે, કેટલાક પુદ્ગલો ગતિ-શરીર આદિ આકારે, કેટલાક પુદ્ગલોને ગોત્રપણાએ, કેટલાક પુદ્ગલોને અંતરાયરૂપે પરિણમનરૂપ સર્જન કરનાર ‘પ્રકૃતિબંધ’ છે. અહીં સ્વભાવવાચક પ્રકૃતિ શબ્દ છે. (પંચસં.-ગા.૪૩૨) ઇત્યાદિ ગ્રંથમાં પ્રસિદ્ધ સ્થિતિ-અનુભાગ-પ્રદેશબંધનો જે સમુદાય, તે ‘પ્રકૃતિબંધ' છે. એવું પણ લક્ષણ કષાયજન્ય પ્રકૃતિબંધમાં સંગત થાય છે. પરંતુ ઉપશાન્તમોહ આદિમાં સંગત થતું નથી, કેમ કે-કેવળ યોગરૂપ કારણના વશે કરી બંધાતા પ્રકૃતિબંધમાં સ્થિતિબંધ અનુભાગબંધનો અભાવ છે. જો ઉપશાન્તમોહ આદિમાં પણ બે સમયની સ્થિતિવાળો કોઈ એક અનુભાગ (રસ) પણ વિદ્યમાન છે એમ મનાય, ત્યારે આ લક્ષણ સંગત થાય જ એમ જાણવું.
अधुना स्थितिबन्धमाह -
प्रविभक्तानां कर्मस्कन्धानां विशिष्टमर्यादया स्थितिकालनियमनं स्थितिबन्धः | १३ | प्रविभक्तानामिति । ज्ञानावरणीयत्वादिरूपेण प्रविभक्तानामित्यर्थः, विशिष्टमर्यादयेति, यथा ज्ञानावरणदर्शनावरणान्तरायवेदनीयानां त्रयस्त्रिंशत्सागरोपमकोटीकोट्यः सप्ततिर्मोहनीयस्य नामगोत्रयोविंशतिरायुषस्त्रयस्त्रिंशत्सागरोपमाणि परास्थितिर्जघन्या च द्वादशमुहूर्त्ता वेदनीयस्य नामगोत्रयोरष्टौ शेषाणामन्तर्मुहूर्त्तमित्येवं रूपेणेति भावः, इत्थं यत्स्थितिकालस्य नियमनं स स्थितिबन्ध इत्यर्थः । स्थितिरियं द्विधा कर्मत्वेनावस्थितिरूपाऽनुभवयोग्या चेति, तत्राद्यभेदमधिकृत्य जघन्योत्कृष्टप्रमाणमभिहितं द्वितीया चाबाधाकालहीना येषां कर्मणां यावत्यस्सागरोपमकोटीकोट्यस्तेषां तावन्तिवर्षशतान्यबाधाकालः तत्र च स्वोदयतः कर्म