Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૮, અષ્ટમ: શિર :
५९७
શંકા - શુકલધ્યાનના અંતિમ (છેલ્લા) બે ભેદોમાં મનનો અભાવ હોવાથી એકાગ્રચિંતાનિરોધપ્રણિધાનરૂપ વિશિષ્ટ મનરૂપ ધ્યાનપણું કેવી રીતે ઘટે ?
સમાધાન - એકાગ્રચિંતાનિરોધ-પ્રણિધાનરૂપ વિશિષ્ટ મનને જ માત્ર ધ્યાન કહેવાતું નથી, પરંતુ નિરદ્ધ-અત્યંત નિશ્ચળ યોગ ધ્યાનરૂપ છે. માટે જ સયોગીકેવલીના સૂક્ષ્મક્રિય આત્મક ધ્યાનમાં યોગની સુનિશ્ચળતા નિરોધરૂપ ધ્યાનપણું અખંડ-અક્ષત છે, કેમ કે-અહીં કાય આત્મક યોગની સુનિશ્ચળતા છે.
શંકા - તો પણ અયોગીકવલીના ચોથા શુકલધ્યાનમાં કાયરૂપ યોગનો અભાવ હોવાથી, ત્યાં યોગનિરોધરૂપ ધ્યાનની અઘટમાનતા તો તદવસ્થ જ છે ને?
સમાધાન - કુંભારના ચક્રના ભ્રમણની માફક મન આદિ યોગનો વિરામ હોવા છતાં, પૂર્વપ્રયોગની અપેક્ષાએ યોગનિરોધ-અયોગ-સકળ આત્મપ્રદેશોની સુનિશ્ચિળતારૂપ ધ્યાનની ઘટમાનતા છે. વળી દ્રવ્યમનનો અભાવ છતાં, કેવળજ્ઞાન આદિ ઉપયોગરૂપ ભાવમનની સત્તા હોવાથી અયોગરૂપ ધ્યાનની ઘટમાનતા છે. ભાવમનનું જ્ઞાનરૂપપણું હોઈ એક સર્વ દ્રવ્યપર્યાય) વિષય સ્થિરભૂત જ્ઞાન પરિણામરૂપ ધ્યાનનું અહીં અક્ષતપણું છે. સ્વસ્વરૂપ સ્થિરતારૂપ ધ્યાન તો અખંડ જ છે.
૦ અત્યંત વધતા વિશિષ્ટ પરિણામની અપેક્ષાએ આ સુપરતક્રિય નામક ચોથું ધ્યાન અપ્રતિપાતી છે, તે મુક્ત જીવ થાય ત્યાં સુધી નિવૃત્ત થતું નથી (અનિવર્તિ છે) અને ઠેઠ મોક્ષમહેલમાં પહોંચાડી દે છે. બસ, પછી આત્મસ્વરૂપની રમણતારૂપ સ્થિરતા તો અનંત જ છે ને?
૦ અહીં ભાવના-દેશ-કાળ-આસનવિશેષો ધર્મધ્યાનની માફક સમજવાં. અવાજોર ભેદો (પેટાભેદો) ધ્યાન વિષયરૂપ છે અને ધ્યાતાઓ (સ્વામીઓ) મૂલમાં જ પ્રદર્શિત કરેલ છે. ક્ષમા-મૃદુતા-ઋજુતા આદિ આલંબનો છે. પહેલાં મનોયોગનો નિગ્રહ (નિરોધ) થાય છે, ત્યારબાદ વચનયોગનો નિગ્રહ અને તે પછી કાયયોગનો નિગ્રહ, એવો ભવની સમાપ્તિના કાળમાં કેવલીની અપેક્ષાએ યોગનિગ્રહનો ક્રમ છે. છદ્મસ્થ, ત્રિભુવનના વિષયવાળા અંતઃકરણને, દરેક વસ્તુના ત્યાગરૂપી ક્રમથી સંકોચીને, અણુ-પરમાણુમાં કરીને (બાંધીને), અત્યંત નિશ્ચળ બનેલો શુકલધ્યાન ધરાવે છે. પરંતુ જિન-કેવલી તો છેલ્લા બે શુકલધ્યાનોનું ધ્યાન ધરનાર ૧-તે અણુ-પરમાણુના ધ્યાન કરતાં પણ વિશિષ્ટ પ્રયત્ન વર્ષોલ્લાસથી મનને દૂર કરી અંતઃકરણ વગરના થાય છે. ત્યાં પણ શૈલેશી અવસ્થાને નહીં પામનારા અંતર્મુહૂર્ત સુધી સૂક્ષ્મક્રિય નામક પહેલાં શુકલધ્યાનને ધ્યાવે છે અને શૈલેશી અવસ્થાને પામનારા બીજા સુપરતક્રિય નામક શુકલધ્યાનને ધ્યાવે છે.
૨-શુકલધ્યાનના અધિકારી-સ્વામીને કહે છે કે-“આઘે” ઇતિ–પૃથકત્વવિતર્ક અને એકત્વવિતર્કરૂપ બે, એવો અર્થ જાણવો. “એકાદશદ્વાદશ ગુણસ્થાનયો ઇતિ. ક્રમ પ્રમાણે અર્થાત પૃથકત્વવિતર્ક અગિયારમા ગુણસ્થાનમાં અને એકત્વવિતર્ક બારમા ગુણસ્થાનમાં છે, એવો અર્થ જાણવો. અંતિમ અવધિને બતાવનારું આ પદ છે. અર્થાત્ અગ્રિમ-આગળના ગુણસ્થાનકોનું ધ્યાન કરનાર.
૩-આ બે શુકલધ્યાનો નથી, તેથી પાછળના અપૂર્વ ગુણસ્થાન આદિ વર્તી એવા પૃથકત્વવિતર્કના સંભવમાં (સત્તામાં) પણ ક્ષતિ-હાનિ નથી. એકત્વવિતર્ક તો બારમા ગુણસ્થાનકમાં જ છે. કેટલાક “અપૂર્વ ગુણસ્થાનથી બારમા સુધી આ પણ છે'-એમ કહે છે.