Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
चातुर्विध्यमुक्तम्, तत्र प्रकर्षेण माद्यत्यनेनेति प्रमादः, विषयक्रीडाभिष्वङ्गः, यत्नारब्धेऽप्यनुत्थानशीलता वा । प्रचुरकर्मेन्धनप्रभवनिरन्तराविध्यातशारीरमानसानेकदुःखहुतवहज्वालाकलापपरीतमशेषमेव संसारवासगृहं पश्यंस्तन्मध्यवर्त्त्यपि सति च तन्निर्गमनोपाये वीतरागप्रणीतधर्मचिन्तामणौ यस्माद्विचित्रकर्मोदयसाचिव्यजनितात्परिणामविशेषादपश्यन्निव तदुभयमविगणय्य विशिष्टपरलोकक्रियाविमुख एवाऽऽस्ते जीवस्स खलु प्रमादस्तत्र हेतवोऽष्टौ अज्ञानं-मूढतारूपम्, किमेवं स्यादन्यथावेत्यादिरूपस्संशयः, विपर्यस्तताप्रतिपत्तिरूपं मिथ्याज्ञानं, रागो द्वेषो विस्मरणशीलता लक्षणस्स्मृति भ्रंशः, अर्हत्प्रणीतधर्मानादरात्मकोऽनुद्यमः, मनोवाक्कायानां दुष्टताकरणमिति, प्रमादोऽयं मद्यविषयकषायादिभिर्जायत इति मिथ्यात्वादिचतुर्विधेष्वेव यथायथमन्तर्भाव इति कृत्वा लाघवार्थिना मूलकारेण पृथङ्नोक्त इत्यवधेयम् । एते चत्वारो बन्धस्य सामान्यहेतवो विशेषहेतवस्तु प्रदोषनिह्नवादयोऽग्र आवेदयिष्यन्ते રૂતિ વિઝ્ ।।
६०८
અવતરણિકા - કારણ વગર કોઈપણ સ્થળે કાર્ય દેખાયેલું નથી, અને બંધ એ કાર્ય છે. તે બંધ પણ કારણવાળો (હેતુજન્ય) હોવો જોઈએ. જો અકસ્માત-કારણ વગરનો તે બંધ માનવામાં આવે, તો મોક્ષ પણ અકસ્માત કારણ વગરનો થાય ! કારણ વગરના બંધ-મોક્ષ નથી, કેમ કે-મોક્ષ માટે થતી ક્રિયાનો વિરોધઅભાવનો પ્રસંગ થાય છે. ક્રિયારૂપી હેતુગમ્ય બંધ-મોક્ષ છે. એથી બંધના કારણોનો નિર્દેશ અવશ્ય કહેવો જોઈએ. આ મુદ્દાથી તે બંધના કારણોને કહે છે.
ભાવાર્થ - તે બંધ, મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગો વડે યોગ પ્રમાણે ઉત્પન્ન થાય છે.
વિવેચન – તે બંધરૂપી કાર્ય (કાર્યરૂપે બંધ) થાય છે. મિથ્યાત્વ આદિનો સમુદાય અથવા ચારમાંથી કોઈ એક રૂપ અવયવ બંધ પ્રત્યે કારણ છે ? આવી આશંકામાં કહે છે કે-‘યથાયોગં’ ઇતિ. યોગ પ્રમાણે તથાચ એકાન્તે સઘળા ચાર પણ-ત્રણ પણ-બે પણ અને એક પણ હોઈ શકે છે. અર્થાત્ મિથ્યાર્દષ્ટિમાં (૪) ચારનો સમુદાય બંધ પ્રત્યે હેતુ છે. સાસ્વાદન સમ્યગ્દષ્ટિ-સમ્યગ્ મિથ્યાદૅષ્ટિ-અસંયત સમ્યગ્દષ્ટિઓમાં અવિરતિ આદિ ત્રણ(૩)નો સમુદાય બંધ પ્રત્યે કારણ છે. સંયતાસંયતમાં અવિરતિથી મિશ્ર કષાય અને યોગ, બંધ પ્રત્યે હેતુ છે. પ્રમત્તસંયતમાં અને અપ્રમત આદિ ચારમાં કષાય અને યોગ, એ બંધ પ્રત્યે હેતુ છે.
૦ ઉપશાન્તમોહ ક્ષીણકષાય સયોગીકેવલીઓમાં માત્ર યોગ જ બંધ પ્રત્યે હેતુ છે.
૦ અયોગીકેવલીઓને બંધના હેતુનો અભાવ છે એટલે બંધાભાવ છે.
૦ ત્યાં પણ પ્રત્યેક મિથ્યાત્વ આદિ બંધના કારણો અવાન્તર ભેદવિશિષ્ટ સમજવાના છે, કેમ કે-એક જીવમાં સર્વ મિથ્યાત્વ આદિ કારણો એકીસાથે હોતા નથી, હિંસા આદિ સર્વ પરિણામો પણ એકીસાથે હોતા નથી. આ પ્રમાણે યથાયોગ્ય શબ્દનો રહસ્યરૂપ અર્થ જાણવો.