Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
ત્યાં મિથ્યાત્વ આદિના અવાન્તર ભેદોની અપેક્ષાએ બંધ (૫૭) સત્તાવન પ્રકારનો છે. તેઓનું વર્ણન કરવા માટે આરંભમાં મિથ્યાત્વને કહે છે.
६१०
ભાવાર્થ - ત્યાં અયથાર્થ શ્રદ્ધા ‘મિથ્યાત્વ' છે. અને તે ૧-આભિગ્રાહિક, ૨-અનાભિગ્રાહિક, ૩-અભિનિવેશિક, ૪-સાંશયિક અને ૫-અનાભોગિકના ભેદથી પાંચ પ્રકારનું છે.
વિવેચન - યથાર્થ શ્રદ્ધાનું નામ સમ્યગ્દર્શન છે. તેનાથી વિપરીત મિથ્યાત્વ છે. તત્ત્વાર્થશ્રદ્ધાનનો અભાવ, અતત્ત્વના અધ્યવસાય-નિશ્ચયરૂપ મિથ્યાત્વ અહીં સમજવું. પરંતુ વિપર્યસ્ત (વિપરીત)ની શ્રદ્ધારૂપ મિથ્યાત્વ વિવક્ષિત નથી, કેમ કે–સાંશયિક આદિ મિથ્યાત્વમાં સંબંધવાળું થતું નથી. તથાચ તે સાંયિક આદિ સમ્યગ્ મિથ્યાત્વરૂપ હોઈ સમ્યગ્દર્શનથી વિપરીત હોવાથી અસંગ્રહ થતો નથી. અર્થાત્ તેઓના સંગ્રહ કરવા માટે વિપર્યસ્ત શ્રદ્ધાન મિથ્યાત્વ વિવક્ષિત નથી. તે મિથ્યાત્વનો વિભાગ કરે છે. હવે આભિગ્રાહિક મિથ્યાત્વને કહે છે.
अथाऽऽभिग्रहिकमाचष्टे
कुदर्शने सद्दर्शनजन्यं श्रद्धानमाभिग्रहिकम् |४|
कुदर्शन इति । कुदेवकुगुरुकुधर्ममये दर्शने सद्दर्शनमिति मान्यता । इदमेव दर्शनं समीचीनं नान्यदित्येवं वा यच्छ्रद्धानं, दर्शनाभासे तस्मिन् ग्राह्यत्वमतिस्तदभिग्रह आग्रहस्तन्निर्वृत्तत्वादाभिग्रहिकं मिथ्यात्वमुच्यत इति भावः । कुदर्शनविशेष्यकसद्दर्शनत्वप्रकारक - ज्ञानजन्यश्रद्धानत्वं लक्षणम् । सद्दर्शने सद्दर्शनत्वप्रकारकज्ञानजन्य श्रद्धानवारणाय कुदर्शनविशेष्यकेति । कुदर्शनं दर्शनमितिश्रद्धानस्य मिथ्यारूपत्वाभावात्सदिति, कुदर्शनं तुच्छमिति ज्ञानजन्यस्वदर्शनश्रद्धानेऽतिप्रसक्तिनिवारणाय सद्दर्शनत्वप्रकारकेति । अर्हद्दर्शनं सत्यमन्यद्वेति सांशयिकमिथ्यात्वे व्यभिचारवारणाय जन्य श्रद्धानमिति । एवमग्रेऽपि यथासम्भवमूह्यम् ॥ એ ‘આભિગ્રાહિક' છે.
ભાવાર્થ – કુદર્શનમાં સુદર્શનની શ્રદ્ધા,
-
વિવેચન - કુદેવ-કુગુરુ-કુધર્મમય દર્શનમાં આ સ(સુ) દર્શન છે. આવી માન્યતા-બુદ્ધિ, અથવા આ જ દર્શન સાચું છે, બીજું નહિ-એવી બુદ્ધિ-નિશ્ચય, દર્શનાભાસ રૂપ તે દર્શનમાં ઉપાદેયપણાની બુદ્ધિ, તે રૂપ અભિગ્રહ એટલે આગ્રહ, તેનાથી બનેલ મિથ્યાત્વ, એ ‘આભિગ્રાહિક મિથ્યાત્વ’ કહેવાય છે એવો ભાવ છે. કુદર્શનરૂપ વિશેષ્યવાળા, સુદર્શનત્વરૂપ પ્રકાર-વિશેષણવાળા જ્ઞાનથી જન્ય શ્રદ્ધાનનિશ્ચયપણું લક્ષણ છે.
લક્ષણ
પદકૃત્ય - સદ્દર્શનમાં સદર્શનત્વપ્રકારક જ્ઞાનજન્ય શ્રદ્ધાનમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘કુદર્શન વિશેષ્યક’ એવું કહેલ છે. ‘કુદર્શન દર્શન છે’-આવી શ્રદ્ધામાં મિથ્યારૂપપણાનો અભાવ હોવાથી ‘સ ્' એમ કહેલ છે.
१. लक्षणमिदमुपलक्षणं तेन सद्दर्शनधर्मिककुदर्शनत्वप्रकारकज्ञाननिबन्धन श्रद्धानत्वस्याऽपि सङ्ग्रहः । दर्शनशब्दोपादानेन देवगुरुधर्माणामपि तदन्तर्गततया तेऽपि गृहीता एवेति न न्यूनता बोध्या ।