Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૧, નવમ: શિર :
६०५
વાસ્તવિક રીતે કર્મનું શુભરૂપપણું અને અશુભરૂપપણું-એમ બે પ્રકારના કર્મની સાથે સંબંધ બંધ થાય છે, એમ સૂચવવા માટે “શુભાશુભ કહેલ છે.
૦ કર્મપદથી “કર્મયોગ્ય પગલો' ગ્રહણ કરવાના છે, કેમ કે-જીવના ગ્રહણ કર્યા પહેલાં તે પુદ્ગલોમાં કર્મપરિણામનો (કર્મરૂપે પરિણમવાનો) અભાવ છે.
૦ “શુભ-અશુભ કર્મ પદથી ઉત્તરપ્રકૃતિનો બોધ થવાથી, તે ઉત્તરપ્રકૃતિનો જ બંધ લક્ષણવિષય થાય છે પરંતુ મૂલપ્રકૃતિનો બંધ લક્ષિત થતો નથી. એટલે (લક્ષ્ય એક દેશમાં અવૃત્તિત્વ) અવ્યાપ્તિ નામક દોષ ત્યાં થાય, માટે તે દોષને નિવારવા માટે “આત્મપ્રદેશોની સાથે કર્મનો સંબંધ એ બંધ” કહેવાય છે, એવું જ લક્ષણનું શરીર (આકાર) જાણવું.
૦ અને આ ભાવબંધ કહેવાય છે. વળી જે (આત્મપ્રયત્ન) પ્રયોગબંધ અને (સ્વાભાવિક) વિસસાબંધરૂપ બે પ્રકારોનો દ્રવ્યબંધ અહીં વિવક્ષિત નથી, કેમ કે-અપ્રકૃત છે. (પ્રયોગથી ભાવબંધ અને દ્રવ્યબંધ થાય છે. ત્યાં પ્રયોગજન્યપણું હોવા છતાં ક્ષતિ નથી, એવા ભાવ છે.)
૦આત્મપ્રદેશની સાથે પુદ્ગલસંબંધનું બંધપણું નથી, કેમ કે-મુક્તસ્વરૂપી જીવની સાથે પુદ્ગલસંબંધનું અસ્તિત્વ છે, પુદ્ગલોનું વ્યાપકપણું છે. અંજનચૂર્ણથી ભરેલા ડાબડાની માફક ચૌદ રાજલોક પુદ્ગલોથી પરિપૂર્ણ ભરેલો છે. વળી કર્મપુગલના ગ્રહણ કરવામાં કર્મયોગ્ય પુદ્ગલોનું જ ગ્રહણ કરવાથી, તે મુક્ત આત્મામાં કર્મયોગ્ય પુદ્ગલોના સંબંધનો સર્વથા અભાવ હોવાથી કોઈ ક્ષતિ નથી, કારણ કે-જીવ, રાગ આદિરૂપ વિભાવગુણના યોગથી કાય આદિ યોગ દ્વારા કર્મવર્ગણાના યોગ્ય પુદ્ગલસ્કંધોને લઈ, કર્મરૂપપણાએ પરિણાવી આત્મસાત્ (આત્માધીન) કરે છે. જીવ સિવાયનો બીજો નહીં. ઇતિ.
૦ “આત્મપ્રદેશૈઃ આત્મપ્રદેશોની સાથે.' આ કથન દ્વારા જીવ સ્વપ્રદેશમાં અવગાઢ જ (અવગાહીને રહેલ) દલિક (કર્મદળિયા)ને ગ્રહણ કરે છે, નહીં કે અંતર પરમ્પરપ્રદેશમાં અવગાઢ દલિકને ત્યાં પણ એક જીવપ્રદેશમાં જે અવગાઢગ્રહણ પ્રાયોગ્ય દલિક છે તે એક દલિકને પણ સઘળાય આત્મપ્રદેશોથી ગ્રહણ કરે છે. તે દલિકનો સર્વ પ્રદેશોનો શૃંખલાના અવયવોની માફક પરસ્પર સંબંધ છે.
૦ વળી તે કર્મયોગ્ય પુદ્ગલ દ્રવ્યના ગ્રહણ માટે એક પ્રદેશ વ્યાપારવાળો થયે છતે, અનંત પરંપરાએ સઘળા પ્રદેશો પણ વ્યાપારવાળા થાય છે તથા સઘળે ઠેકાણે પણ (સર્વ પ્રકૃતિપુગલોના) સર્વ પ્રદેશો પૈકી પણ અવગાઢ (એક ક્ષેત્ર અવગાઢ સૂક્ષ્મસ્થિત) ગ્રહણયોગ્ય સર્વ સ્કંધોને સઘળા જ આત્મપ્રદેશો વડે ગ્રહણ કરે છે, એવો પણ અર્થ સૂચિત થાય છે.
શંકા - જો કર્મ જ નથી, તો ક્યાંથી તેનો (કર્મનો) જીવપ્રદેશોની સાથે સંબંધ?
સમાધાન - આત્મા સ્વરૂપથી હંમેશાં જ્ઞાનવાળો છે, કેમ કે-જ્ઞાન આત્માનો સ્વભાવ છે. જે જે સ્વભાવવાળો હોય તે હંમેશાં તે સ્વભાવવાળો હોય જ. જેમ ઉષ્ણ સ્વભાવવાળો અગ્નિ હંમેશાં ઉષ્ણતાવાળો છે, તેમ આત્મા જ્ઞાનસ્વભાવી છે, માટે તે આત્મા પણ હંમેશાં જ્ઞાનવાળો છે. એવા અનુમાનથી નિત્યજ્ઞાનવાળા આત્મામાં સ્વવિષયવાળા (આત્મવિષયક) જ્ઞાનના પ્રતિબંધકના દર્શનથી સિકળ યજ્ઞાતૃ સ્વભાવવાળા આત્માનું જ્ઞાન પ્રતિબંધકવાળું છે. સ્વવિષયવાળા જ્ઞાનનો પ્રતિબંધ દેખવાથી, ભૂતથી