Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५९८
तत्त्वन्यायविभाकरे 0 “અનત્ય ઇતિ=સૂક્ષ્મક્રિય અને સુપરતક્રિય એવાં બંને શુકલધ્યાનો, એવો અર્થ છે. સૂક્ષ્મક્રિય નામનું શુકલધ્યાન સયોગીકેવલીને (કાયયોગમાં જ સૂક્ષ્મક્રિય નામક ધ્યાન હોય છે. એકત્વવિતર્ક નામક શુકલધ્યાન કાય-વચન-મનયોગમાંથી કોઈ એક યોગમાં જ હોય છે. પૃથકત્વવિતર્ક નામક શુકલધ્યાન તો મન-વચન-કાયયોગ રૂપ ત્રણ યોગના વ્યાપારવાળામાં જ હોય છે, એમ ભાવ જાણવો.) હોય છે. સુપરતક્રિય નામક શુકલધ્યાન અયોગીવલીને હોય છે, એવું તાત્પર્ય છે.
૦ આશ્રવ દ્વારા, અપાયોને, સંસારની અશુભ અસરોને ભાવિ નારક આદિની અપેક્ષાએ, અનંત ભવોની પરંપરાને, વસ્તુઓના વિપરિણામ-વિકારને વિચિત્ર પરિણામને ચિંતવે છે. તેવી ભાવના, પ્રાથમિક બે ભેદની અપેક્ષએ આ ધ્યાનની ભાવના છે. શુકલલેશ્યા પહેલાના ત્રણ ભેદમાં હોય છે અને છેલ્લા ધ્યાનમાં લેશ્યાનો અભાવ જાણવો. અહીં અહિંસા (અવ્યય નિશ્ચળતા)-અસંમોહ-પ્રીતિ-અપ્રીતિનો અભાવ-વિવેકદેહ ઉપાધિઓનો વિવેક, વ્યુત્સર્ગ (સંગત્યાગ) (પરમ આનંદ), એ ચિહ્નો છે. શુભ આશ્રવ, નિર્જરા અને અનુત્તર દેવવિમાનના સુખો પહેલાના બે શુકલધ્યાનોનું ફળ છે. (ઉપશાન્તમોહની અપેક્ષાએ) છેલ્લા બે શુકલધ્યાનોનું ફળ પરમ નિર્વાણ છે, એમ જાણવું.
અહીં ૧૬ પાદ(પાયા-ભેદ) રૂપ ધ્યાનમાં ૧-એકેન્દ્રિય, ૨-વિકલેન્દ્રિય, ૩-સ્થાવર, ૪-સંજ્ઞી, પ-અસંજ્ઞી,-૬-મનુજગતિ, ૭-ત્રસકાય, ૮-પંચેન્દ્રિય, ૯-યોગશ્ય (ત્રણ યોગ), ૧O-કષાયચતુષ્ટય (ચાર કષાયો), ૧૧-આહારક, ૧૨-અનાહારક, ૧૩-ઉપશમસમ્યક્ત્વ, ૧૪-ક્ષયોપશમસમ્યક્ત્વ, ૧૫-ક્ષાયિકસમ્યકત્વ, ૧૬-વેદત્રિક (ત્રણ વેદો), ૧૭-જ્ઞાનત્રિક, ૧૮-દર્શનત્રિક, ૧૯-ભવ્ય, ૨૦-અભવ્ય, ૨૧-મિથ્યાત્વ, ૨૨-સાસ્વાદન, ૨૩-મિત્ર, ૨૪-અવિરતિ, ૨પ-દેશવિરતિ, ૨૬-ગતિત્રિક, ૨૭અજ્ઞાનત્રિક, ૨૮-લેશ્યાષટક (છ લેશ્યાઓ), ૨૯-કેવલજ્ઞાન, ૩૦-દર્શન, ૩૧-સામાયિક, ૩૨છેદો સ્થાપનીય, ૩૩-પરિહારવિશુદ્ધિ, ૩૪-સૂક્ષ્મસંપાય, ૩૫ યથાવાત, ૩૬-મન પર્યાય રૂપ (૩૬) છત્રીશ પ્રાસેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો
(૧) ૧-એકેન્દ્રિય, ર-વિકલેન્દ્રિય, ૩-સ્થાવર અને ૪-અસંજ્ઞી માર્ગણામાં મનનો અભાવ હોઈ એક પ્રકારનું પણ ધ્યાન સંભવતું નથી.
(૨) ૧-મનુષ્યગતિ, ૨-ત્રસકાય, ૩-પંચેન્દ્રિય, ૪-ક્ષાયિકસમ્યક્ત્વ અને પ-ભવ્ય માર્ગણાઓમાં દરેક દરેક સોલ (૧૬) પ્રારના ધ્યાનો સંભવે છે.
(૩) ૧-ત્રણ યોગ અને ર-આહારકપણામાં પંદર (૧૫) પ્રકારના ધ્યાનના સમાનાધિકરણપણાનો સંભવ છે. જ્યાં જયાં ત્રણ યોગો અને આહારકપણું છે, ત્યાં ત્યાં પંદર (૧૫) પ્રકારના ધ્યાનની સત્તા છે, કેમ કે-ત્રણ યોગ અને આહારકપણે જ્યાં હોય, ત્યાં ભુપતક્રિય નામક વિશિષ્ટ ધ્યાન રહેતું નથી.
(૪) ૧-ઉપશમસમ્યક્ત્વ, ૨-કષાયચતુર્ય, ૩-વેદત્રિકમાં તેર (૧૩) પ્રકારના ધ્યાનના સહચારિપણાનો સંભવ છે, કેમ કે-ક્ષણમોહ આદિ ત્રણ ગુણસ્થાનોમાં તેર (૧૩) પ્રકારવાળા ધ્યાનોનો અસંભવ હોઈ તે ક્ષણમોહ આદિ ગુણસ્થાનોમાં થનાર એકત્વવિતર્ક-સૂક્ષ્મક્રિય-બુપરતક્રિય નામક ધ્યાનોની સાથે ઉપશમસમકિત આદિ ત્રણ વર્ગણાનો સચારિપનો અસંભવ છે.