Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૦, અષ્ટમ: શિUT:
५५९ બનાવે છે. મઘથી ઘેરાયેલો, અકર્તવ્ય-કર્તવ્યના વિવેકથી ભ્રષ્ટ અને સ્મરણસંસ્કારો વગેરે નષ્ટ થયાં છે, એવો જીવ ગર્ણિત-નિંદિત આચરણ કરે જ છે.
૦ માંસ-પ્રાણીના શરીરના અવયવરૂપ, અનંત જંતુના ઉત્પત્તિનું કારણ, જીવ (પ્રાણો)ની હિંસા સિવાય અશક્ય અને જીવહિંસા અત્યંત દુઃખદાયી હોવાથી કરવા, કરાવવા કે અનુમોદવારૂપે માંસનો સર્વથા (સર્વ રીતે) પરિહાર કરવો જોઈએ. (મધ, મદિરા અને માખણમાં તેના વર્ણ સરખા અસંખ્ય ત્રસ (બેઇન્દ્રિયાદિ) જીવો ઉપજે છે. જીવથી જુદું પડેલ કાચું માંસ, રંધાતુ માંસ અને રાંધેલા માંસમાં દરેક સમયે અસંખ્ય ત્રસ જીવો અને બાદર નિગોદ (સાધારણ વનસ્પતિકાય)ના જીવો ઉપજે છે, માટે તે ચારેય મહાવિગઈયો રોગાદિ કારણે પણ વાપરવી યુક્ત નથી. માંસ વૃષ્યતમ (અત્યંત વીર્યની વૃદ્ધિ કરનાર-બળ કરનાર, ગાદ્ધર્ય(ઇચ્છા-આસકિત)નો હેતુ હોઈ ત્યાજ્ય છે. અન્ન વગેરે તો તેવા નથી.
૦વળી મધ, માલિક (માખીનું), કૌ(પી)તિક (બગસરાનું) અને ભ્રામર (ભમરાનું)-એમ ત્રણ પ્રકારનું મધ પણ જીવહિંસા સિવાય સંભવિત નથી, માટે તે મધ પણ ત્યાજય છે.
૦માખણ, ગાય-ભેંસ-બકરાં-ઘેટાં સંબંધી માખણ પણ વૃષ્ય (વીર્યવર્ધક) હોવાથી પરિહાર કરવાલાયક છે. આ બધાનું પચ્ચખાણ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ વિવણિત કરેલ છે. ગાય-ભેંસ-બકરી-ઘેટીઊંટડી સંબંધી દૂધવિકૃતિ પણ પાંચ પ્રકારની છે. દધિવિકૃતિ તો ઊંટડી સિવાય ચાર પ્રકારની છે. ધૃતવિકૃતિ પણ દધિવિકૃતિની માફક ચાર પ્રકારની છે.
૦ તેલો-તેલ-અળસી-સરસવ-કુસુમ્મક-કાબરી-કુસુંબી સંબંધી તેલ (વિગઈ) છે. ૦ ઇશુવિકારરૂપ (નરમ-કઠણરૂપ) ગુડ(ગોળ) વિકૃતિ ખાંડ-સાકર વગરની સમજવી.
૦ ઘી, તેલ આદિના અવગાહતળવાથી બનેલ માલપૂડો-જલેબી વગેરે અવગાહ્ય-તળેલી ચીજો પકવાન્ન વિગઈ કહેવાય છે.
૦ આ રસવિકૃતિ (વિગઈ)ઓનો ત્યાગ-પચ્ચખાણ, એ “રસત્યાગ' રૂપ બાહ્ય તપ છે. ત્યાં માંસ આદિ ચાર મહા વિકૃતિઓનો સર્વથા પરિત્યાગ કરવો જ જોઈએ.
૦ દૂધ આદિ વિકૃતિઓ પૈકી સર્વ વિગઈઓનો ત્યાગ, એ તપ છે. સર્વત્યાગમાં અસમર્થતા હોય છતે બે-ત્રણ આદિના ગ્રહણમાં પણ તપનો વ્યાઘાત થતો નથી. જેમ કે-તપેલા લોઢાના પિંડમાં ફેકેલા ઘી આદિના બિંદુઓ. આ સૂચન કરવા માટે બે-ત્રણ આદિના ત્યાગપૂર્વક, એમ કહેલ છે.
શંકા - અનશન-ઊનોદરિતા-રસત્યાગો, વૃત્તિપરિસંખ્યાનથી અવરુદ્ધ હોવાથી જુદો નિર્દેશ અનુચિત છે, કેમ કે-ભિક્ષાચર્યા (ગોચરી)માં નિયમકારિપણું વિશેષ નથી-સામાન્ય છે.
સમાધાન - વિશેષ-ભેદ હોવાથી વૃત્તિ સંક્ષેપને પૃથ કહેલ છે. ખરેખર, ભિક્ષાચર્યામાં પ્રવર્તતા સાધુએ આટલા ક્ષેત્રમાં ફરવું. કદાચ શક્તિ પ્રમાણે વિષય ગણવા માટે વૃત્તિપરિસંખ્યાન (સંક્ષેપ) કરાય છે. અનશન તો આહાર કરવા યોગ્યના ત્યાગરૂપ છે. ઊનોદરિતા અને રસપરિત્યાગ-એ બે આહાર કરવા યોગ્યના એકદેશના ત્યાગરૂપ છે, માટે મોટો ભેદ છે-એમ વિચારવું.