Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५९४
तत्त्वन्यायविभाकरे ૦ આ ધ્યાનમાં અર્થવ્યંજન-યોગાન્તર સંક્રાન્તિ નથી.
૦ ‘એક દ્રવ્ય ઇતિ. અર્થાત્ અભેદથી એક દ્રવ્યમાં પર્યાયવિષયનો વિચાર એવો અર્થ જાણવો. દ્રવ્યથી અભિન્ન પર્યાયના વિષયનું ધ્યાન કે પર્યાયથી અભિન્ન દ્રવ્યના વિષયનું ધ્યાન બીજું શુક્લધ્યાનએકત્વવિતર્ક શુક્લધ્યાન કહેવાય છે.
૦ અર્થ-વ્યંજન-યોગાન્તર-સંક્રાન્તિ રહિત હોવાથી જ આ ધ્યાન અવિચાર કહેવાય છે. अथ सूक्ष्मक्रियमाह
सूक्ष्मकायक्रियाप्रतिरुद्धसूक्ष्मवाङ्मनःक्रियस्य सूक्ष्मपरिस्पन्दात्मकक्रियावद्ध्यानं सूक्ष्मक्रियम् । इदमप्रतिपाति, प्रतिपाताभावात् ॥३७॥
सूक्ष्मकायक्रियेति । मोक्षगमनप्रत्यासन्नसमये केवलिनो मनोवाग्योगद्वये निरुद्ध सत्यनिरुद्धकाययोगस्योच्छासनिःश्वासलक्षणा तन्वी क्रियैव यत्र तथाविधं सूक्ष्मक्रियात्मकं ध्यानमित्यर्थः । प्रथमं मनोयोगनिग्रहे ततो वाग्योगनिग्रहे ध्यानमिदं भवति । ध्यातुरस्य परिणामविशेषस्य प्रवर्धमानत्वेनेदं ध्यानमप्रतिपातीत्युच्यते, इत्याहेदमिति, हेतुमाह प्रतिपाताभावादिति, परिणामविशेषस्येत्यादिः ॥
સૂક્ષ્મક્રિય નામક શુકલધ્યાનને કહે છેભાવાર્થ - સૂક્ષ્મ એવી કાયક્રિયાથી રોકેલ સૂક્ષ્મ વચન અને સૂક્ષ્મ મનની ક્રિયાવાળાનું સૂક્ષ્મ પરિસ્પદ આત્મક ક્રિયાવાળું ધ્યાન, એ “સૂક્ષ્મક્રિય' કહેવાય છે. આ ધ્યાન અપ્રતિપાતી છે, કેમ કે-પ્રતિપાતનો અભાવ
વિવેચન - મોક્ષગમનના નજીકના સમયમાં યોગનિરોધના કાળમાં મન-વચનરૂપ બે યોગનો વિરોધ કર્યા બાદ, અર્ધા કાયયોગને રોકનારને ઉવાસ-નિઃશ્વાસરૂપ સૂક્ષ્મક્રિયા જ જે ધ્યાનમાં છે, તેવા પ્રકારનું સૂક્ષ્મ ક્રિયાત્મક ધ્યાન છે.
૦ પહેલાં મનનો નિગ્રહ થાય છે, ત્યારબાદ વચનયોગનો નિરોધ થાય છે. અર્થાત્ વચનયોગનો નિરોધ થયે છતે આ ત્રીજું શુકલધ્યાન હોય છે.
૦ આ શુકલધ્યાનના સ્વામીનો વિશિષ્ટ પરિણામ અત્યંત વધતો જતો હોઈ આ ધ્યાન અપ્રતિપાતિક કહેવાય છે. અર્થાત્ જ્યાં સુધી ચુપરતક્રિય નામનું ચોથું ધ્યાન ન આવે, ત્યાં સુધી પડતું નથી-કાયમ રહે છે. અર્થાત્ પરિણામધારા ચડતી હોઈ ઠેઠ વ્યછિત્રક્રિય-ચોથા છેલ્લા શિખર સુધી જીવને લઈ જાય છે.
अथ व्युपरतक्रियमाचष्टेनिरुद्धसूक्ष्मकायपरिस्पन्सत्मकक्रियस्य ध्यानं व्युपरतक्रियम् इदमप्यप्रतियाति । आद्ये द्वे एकादशद्वादशगुणस्थानयोरन्त्ये द्वे केवलिन एव त्रयोदशचतुर्दशगुणस्थानक्रमेण ॥३८॥