Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
સમાધાન - અહીં એક શબ્દ પ્રધાનતાવાચક છે, એમ સમજવાથી દોષનું નિવારણ છે. ખરેખર, સંક્રમરૂપ શુક્લધ્યાનમાં તેનું તેનું પ્રધાનપણું સિદ્ધ છે. (દ્રવ્યનું કે પર્યાયનું પ્રધાનપણું સિદ્ધ છે.) આ ધ્યાન અંતર્મુહૂર્તના પરિમાણવાળું જ છે. (બે ઘડી-૪૮ મિનિટોનું મુહૂર્ત-(૭૭) લવપ્રમાણવાળો કાળ-મુહૂર્તની અંદરનો કાળ અંતર્મુહૂર્ત કહેવાય છે.) તે છદ્મસ્થ જીવોની અપેક્ષાએ સમજવાનું છે.
५८०
[તેના પછીથી ભાવના કે ચિંતા હોય છે, અથવા બહુ વસ્તુના સંક્રમણ (પરિવર્તન) હોયે છતે ઘણા લાંબા ગાળા સુધી પણ ધ્યાનનો પ્રવાહ (ધારા) હોય છે. પરંતુ એક (વિષય) જ ધ્યાન દિવસ આદિ પરમાણુવાળું હોતું નથી.] દિવસ ધ્યાન આદિના પરિમાણવાળું નથી. અર્થાત્ મોહનીયકર્મના પ્રભાવજન્ય સંક્લેશથી, શુભ ધ્યાન અથવા વિશુદ્ધિની અપેક્ષાએ અશુભ ધ્યાન પરિવર્તન પામે છે. શુભ ધ્યાન મટી અશુભ ધ્યાન બને છે કે અશુભ ધ્યાન મટી શુભ ધ્યાન બને છે. આ પલટાતો પાટો અંતર્મુહૂર્તમાં પલટાય છે. અંતર્મુહૂર્ત પછીનું ધ્યાન દુર્ધ્યાન કહેવાય છે. દુર્ધ્યાન થતું હોવાથી અંતર્મુહૂર્ત ઉપરાંત ધ્યાનનો કાળ નથી. અંતર્મુહૂર્તથી વધારે વખત સુધી ધ્યાન લંબાવવાથી ઇન્દ્રિઓનો ઉપઘાત થવાનો પ્રસંગ થવાથી દિવસ આદિ પરિમાણવાળું ધ્યાન નથી.
૦ એથી જ શ્વાસોશ્વાસ (શ્વાસોચ્છ્વાસ)ના નિરોધને ધ્યાન કહેવાતું નથી, કેમ કે-શ્વાસપ્રશ્વાસ નિરોધજન્ય ઉત્કૃષ્ટ વેદનાથી શરીરના પતનનો પ્રસંગ છે.
૦ માત્રા દ્વારા કાળની ગણનાને ‘ધ્યાન’ કહેવાતું નથી, [અ-ઈ-ઉ વગેરે હ્રસ્વ સ્વરો પૈકી ગમે તે એક બોલવામાં જેટલો વખત લાગે, તે ‘માત્રા' કહેવાય છે. સ્વર વિના કેવળ વ્યંજન બોલતાં જેટલો વખત લાગે, તે ‘અર્ધમાત્રા’ કહેવાય છે. માત્રા કે અર્ધમાત્રા જેટલો વખત જાણવાનો મહાવરો કર્યા બાદ બીજી ક્રિયાઓનો વખત આ દ્વારા માપવો, તેને ‘માત્રા વડે કાળની ગણના' કહેવામાં આવશે.] કેમ કે- વ્યગ્રતા હોવાથી ધ્યાનસ્વરૂપની હાનિનો પ્રસંગ છે, અર્થાત્ ધ્યાનવિષયક વસ્તુનું ધ્યાન ન કરાતાં ચિત્ત માત્રાની ગણતરી કરવામાં રોકાયેલું રહે છે. એટલે કે-આવી દશામાં ચિત્તની વ્યગ્રતા હોઈ, તેને ‘ધ્યાન' કહેવામાં આવતું નથી.
૦ આ ધ્યાન ગુપ્તિ આદિથી કરાય છે.
૦ ઉત્તમ સંહનન (સંધયણ) સિવાયના બીજા સંઘયણવાળાઓનું તેટલા અંતર્મુહૂર્ત કાળ સુધી અધ્યવસાયના ધારણના સામર્થ્યનો અભાવ હોઈ ઉત્તમ (પ્રકૃષ્ટ) સંહનન(હાડકાઓનો વિશિષ્ટ બાંધો)વાળા જ ધ્યાનના અધિકારી છે. ઉત્તમ સંહનનો (૧) વજ્ર (ખીલી) ઋષભ (પાટો) નારાચ (મર્કટબંધ) સંહનન, (૨) વજનારાચસંહનન, (૩) નારાચસંહનન અને (૪) અર્ધનારાચસંહનન-એમ ચાર (૪) ઉત્તમ સંઘયણો કહેવાય છે.
नन्वनेन ध्यानेनाऽऽर्त्तादयस्संगृहीता नवेति शङ्कायां सामान्येनोक्तं ध्यानं विभजमानसर्वानुस्यूतत्वं लक्षणस्याऽऽविष्करोति
-
तदार्त्तरौद्रधर्मशुक्लभेदेन चतुर्विधम् ॥३०॥