Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - રૂરૂ, અષ્ટમ: રિપ:
५८७ योगनिरोधक्रमस्तु धर्मध्याने न नियमितः परन्तु यथा स्वास्थ्यं भवेत्तथा कार्यः । धर्मध्यानोपरमेऽपि सदा साधुनाऽनित्याशरणैकत्वसंसारभावनाः सचित्तादिष्वनभिष्वङ्गभवनिर्वेदादिस्थिरतायै भावनीयाः । अत्र स्थितस्य क्रमविशुद्धाः पीतपद्मशुक्ललेश्यास्तीव्रमन्दादिभेदा अनुकूला भवन्ति । आगमोपदेशाऽऽज्ञानिसर्गतस्तीर्थंकरप्ररूपितानां द्रव्यादिपदार्थानां श्रद्धानमस्य लिङ्गं, सूत्रमागमः, तदनुसारेण कथनमुपदेशः, अर्थ आज्ञा निसर्गः स्वभावः । तथा जिनसाधुगुणोत्कीर्तनप्रशंसादानविनयसम्पन्नः श्रुतशीलसंयमरतो धर्मध्यायीति विज्ञायते, तथैवं ध्यायतस्सुरलोकादिकं भवतीति धर्मध्याने निमित्तानि विज्ञेयानि । क्षीणमोहं यावदिति, उपशान्तमोहक्षीणमोहयोस्तु शुक्ले ध्याने वक्ष्यमाणे प्राथमिकद्विभेदे अपि भवत इत्यपि बोध्यम् ॥
ધર્મધ્યાનનું વર્ણનભાવાર્થ – આજ્ઞા, અપાય, વિપાક કે સંસ્થાનના વિષયવાળું પર્યાલોચન-સતત ચિંતન, એ “ધર્મધ્યાન કહેવાય છે. આ ધર્મધ્યાન અપ્રમત્તથી માંડી ક્ષીણમોહ સુધી હોય છે.
વિવેચન - ક્ષમા આદિરૂપ દશ લક્ષણવાળો “ધર્મ કહેવાય છે. તે ધર્મ સંબંધી ધ્યાન, એ “ધર્મધ્યાન' છે. તે ધર્મધ્યાન ચાર પ્રકારનું છે.
ધર્મધ્યાનના ચાર પ્રકારો(૧) આજ્ઞાવિષયક પર્યાલોચન-અહીં ઉપદેશકનો અભાવ હોવા છતાં, મંદબુદ્ધિ હોવા છતાં, જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અને વસ્તુઓનું સૂક્ષ્મપણું હોવાથી લિંગ (હેતુ) અને નિદર્શન (દષ્ટાન્ત) નહીં મળવા છતાં, રાગ-દ્વેષના સર્વથા ક્ષયવાળા (વીતરાગ) સર્વજ્ઞો સત્યવાદી જ હોય છે. તેઓ જે પ્રકારે વસ્તુ છે તે જ પ્રકારવાળી વસ્તુને જાણે છે, ઉલટી રીતે જાણતાં જ નથી, બોલતાં જ નથી, કેમ કે-તેના કારણભૂત રાગ-દ્વેષનો અભાવ છે. આ જ કારણસર આ જૈનશાસન (સર્વજ્ઞ-આજ્ઞા) સર્વથા સત્ય જ છે. આ સાચું જૈનશાસન જ દુઃખગહન સંસારસાગરથી પાર ઉતારનારું છે. આવી રીતે જિનની આજ્ઞાનું પ્રમાણ કરીને તત્ત્વાર્થના અવધારણ-નિર્ણયરૂપ આજ્ઞાવિષયક પર્યાલોચનરૂપ પ્રથમ (૧) ધર્મધ્યાન છે.
(૨) અપાયવિષયક પર્યાલોચન-રાગ-દ્વેષ-કષાય-ઇન્દ્રિય આદિને આધીન બનેલા પ્રાણીઓના શરીર સંબંધી અને મન સંબંધી દુઃખોનું ચિંતન, એ બીજું ધર્મધ્યાન છે. અર્થાત્ રાગ-દ્વેષ આદિથી અત્યંત દુષ્ટ અંત:કરણવાળા જીવો, મૂલ અને ઉત્તરના વિભાગવાળી કર્મપ્રકૃતિઓએ આપેલ જન્મ-જરા-મરણથી ગહન એવા ભવનના પરિભ્રમણના પરિશ્રમથી જન્ય દુઃખોથી આકુળ-વ્યાકુળ બનેલા, સાંસારિક સુખોની સ્પૃહાકામનાવાળા, શરીર-ઇન્દ્રિય આદિરૂપ આશ્રવારના પ્રવાહમાં પડેલા, મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિના પરિણામોથી પરિણમેલા, યોગ પ્રમાણે વિશિષ્ટ આર્તધ્યાન-રૌદ્રધ્યાન દ્વારા પર્યાપ્ત કર્મ જાળને ગ્રહણ કરી, દીર્ઘકાળ સુધી નરક આદિ ગતિઓમાં જીવો દુઃખી થાયછે. કેટલાક અહીં પણ વૈરપરંપરાને કરનારા,