Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५८२
तत्त्वन्यायविभाकरे
प्रमादमूलमकुशलकर्मादानं कटुकविपाकासद्वेद्यं तिर्यग्भवगमनपर्यवसानं क्रन्दनशोचनपरिदेवनताडनादिलिङ्गगम्यं विज्ञेयम् । ध्यानस्यास्य ध्यातारं दर्शयति षष्ठेति, अविरतास्संयतासंयताः प्रमत्तसंयताश्चाऽस्य ध्यातार: केचित्प्रमत्तसंयता निदानं वर्जयित्वा प्रमादोदयोद्रेकादार्त्तत्रयं विदधति नाप्रमत्तसंयतादयोऽस्य ध्यातार इति भावः ॥
આર્ત્તધ્યાનનું લક્ષણ
ભાવાર્થ ઇષ્ટવિયોગ-અનિષ્ટસંયોગ-રોગ કે નિદાનરૂપ વિષયવાળું ઉદ્વેગપૂર્વક ચિંતન, એ ‘આર્દ્રધ્યાન’ કહેવાય છે. આ ધ્યાન છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે.
વિવેચન – ઋત એટલે શરીર સંબંધી અને માનસિક દુઃખ અથવા અર્દન એટલે અતિ=પીડા, તે દુ:ખ કે પીડાથી થયેલ ધ્યાન, એ ‘આર્ત્ત’ કહેવાય છે. વળી તે આર્ત્તધ્યાન ચાર (૪) પ્રકારનું છે.
૦ (૧) ઇષ્ટવિયોગરૂપ આર્તધ્યાન=ઇષ્ટ-મનોહર વિષયોનો વિયોગ થયા બાદ તેની પ્રાપ્તિ માટે ઉદ્વેગપૂર્વકનું ચિંતન. તે મનોહર વિષયો મને કેવી રીતે મળે ? ઇત્યાદિ ચિંતનરૂપ ‘આર્તધ્યાન’ છે. [ત્યાં ચાર પ્રકારોમાં એટલે અમનોહર વસ્તુના વિયોગ માટે સ્મૃત્તિ-ચિંતા, તેમજ મનોહર વસ્તુના સંયોગથી વિયોગ ન થાય એવી સ્મૃતિ-ચિંતા ‘પ્રથમ ભેદ’ છે. શૂળ-મસ્તકવેદના-રોગ આદિ જન્ય વેદનાના વિયોગનો વિચા૨ તથા તેવી વેદનાના અભાવમાં પણ વેદનાનો સંયોગ ન થાય એની ચિંતા, એમ ‘બીજો ભેદ’ છે. ઇષ્ટ વસ્તુઓનો અને ઇષ્ટ સુખના અનુભવરૂપ વેદનાના વિયોગના અભાવનો અધ્યવસાય, એ (૩) ‘ત્રીજો ભેદ’ છે. અત્યંત સેવિત કામભોગોના સંયોગથી યુક્ત અને કામભોગના સંયોગનો વિયોગ ન થાય એવી સ્મૃતિચિંતા, એ (૪) ‘ચોથો ભેદ છે.’ એમ કેટલાક કહે છે.]
૦ (૨) અનિષ્ટસંયોગજન્ય આર્તધ્યાન=અણગમતા શબ્દ-સ્પર્શ-૨સ-ગંધરૂપ વિષયોનો સંયોગઇન્દ્રિયોની સાથે સંબંધરૂપ સંયોગ થવાથી, તેના વિયોગ માટે ઉદ્વેગપૂર્વકનું ચિંતન. જેમ કે-‘હું કેવી રીતે આ અનિષ્ટ વિષયોથી મુક્ત થાઉં ?’-આવું ચિત્તનું નિશ્ચલીકરણ (નિશ્ચલ કરવું તે), એ બીજો ભેદ છે.
૦ (૩) રોગજન્ય આર્તધ્યાન=પ્રકુપિત થયેલ વાયુ-પિત્ત-શ્લેષ્મ(કફ) (ધાતુ)ના સન્નિપાતથી (વિષયતારૂપ ત્રિદોષથી) થયેલ શૂલ-જ્વર (તાવ) આદિ રૂપ રોગની પ્રતિકારની ઇચ્છા (ચિકિત્સા) પ્રત્યે ઉદ્યમવંત, અસ્થિર મનવાળાનું ધૈર્યના અભાવથી ઉદ્વેગપૂર્વકનું ચિંતન, એ ત્રીજો ભેદ છે.
૦ (૪) નિદાનજન્ય આર્તધ્યાન=શાશ્વત મોક્ષસુખને છોડી સંસારના વિષયસુખો માટે હેતુરૂપ નિદાન, (નિયાણું-લાંબા કાળ સુધી તપશ્ચર્યા કર્યા બાદ કામભોગ-સુખોની ઇચ્છા) કામથી હણાયેલ ચિત્તવાળાઓનું વિષયસુખ વિષયવાળું ઉદ્વેગપૂર્વકનું ચિંતન, એ ‘નિદાનજન્ય આર્દ્રધ્યાન’ કહેવાય છે.
૦ આ ચાર પ્રકારનું પણ આર્તધ્યાન, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાના બળનું આધાન (સ્થાપન-ધારણ) કરનારું છે. અજ્ઞાનરૂપી પ્રભવ-મૂળવાળું આર્તધ્યાન છે. પૌરુષેય (પુરુષ-આત્માએ કરેલ) પરિણામથી પેદા થયેલ આર્ત્તધ્યાન છે.
પાપનો પ્રયોગ જેના પાયામાં છે, એવું આર્તધ્યાન છે.