Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५७०
तत्त्वन्यायविभाकरे
ઇરાદાપૂર્વક) પંચેન્દ્રિયની હિંસા કર્યો છd, અભિમાનથી મૈથુનસેવન કર્યો છતે, ઉત્કૃષ્ટ મૃષાવાદઅદત્તાદાન-પરિગ્રહોની પ્રતિસેવના કર્યો છતે અને અનાકુથિી (ઇરાદા વગર) વારંવાર મૃષાવાદાદિના સેવન કર્યો છતે મૂલનામક આ પ્રાયશ્ચિત્ત થાય છે. એ પ્રમાણે મૂલે-ઉત્તરગુણના ભંગના સંબંધમાં અને દર્શનચારિત્રના વમન કરનારમાં દશ પ્રકારની સામાચારીને છોડનારમાં તપથી ગર્વિષ્ઠ આદિમાં મૂલનામક પ્રાયશ્ચિત્ત જાણવું. નવમા-દશમાં પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિમાં પણ ભિક્ષુને મૂલ જ પ્રાયશ્ચિત્ત હોય છે. કરણને નહીં કરનાર આચાર્યને અને કરણને નહીં કરનાર ઉપાધ્યાયને તો અનવસ્થાપ્ય નામક પ્રાયશ્ચિત્ત હોય છે. ઇતિ.)
अनवस्थाप्यमाचष्टे
अकृततपोविशेषस्य दुष्टतरस्य कियत्कालं व्रतानारोपणमनवस्थाप्यम् ।२४। • अकृतेति । येन पुनः प्रतिसेवितेनोत्थापनाया अप्ययोग्यो न स्थाप्यते व्रतेषु कञ्चित्कालं, यावन्नाद्यापि प्रतिविशिष्टं तपश्चीर्णं भवति पश्चाच्च चीर्णतपास्तद्दोषोपरतौ व्रतेषु स्थाप्यते तदनवस्थाप्यं प्रायश्चित्तमित्यर्थः । मुष्टियष्टिप्रभृतिभिस्स्वस्य परस्य स्वपरपक्षगतस्य वा घोरपरिणामतः प्रहरणेनातिसंक्लिष्टचित्ताध्यवसायो न स्थाप्यते व्रतेषु यावदुचितं तपो न कृतं स्यात्, उचितञ्च तपः कर्म उत्थाननिषदनाद्यशक्तिपर्यन्तं, स हि यदोत्थानाद्यपि कर्तुमशक्तस्तदान्यान् प्रार्थयते, आर्याः ! उत्थातुमिच्छामीत्यादि, ते तु तदा तेन सह संभाषणमकुर्वाणास्तत्कृत्यं कुर्वन्ति, एतावति तपसि कृते तस्योपस्थापना क्रियत इति बोध्यम् ।।
અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તનું વર્ણનભાવાર્થ - વિશિષ્ટ તપને નહીં કરનાર અત્યંત દુષ્ટ ઉપર કેટલાક કાળ સુધી વ્રતનું આરોપણ નહીં કરવું, તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત' કહેવાય છે.
વિવેચન - ફરીથી પ્રતિસેવન કરનાર જે ઉત્થાપના (ઉપસ્થાપના)ને પણ અયોગ્ય કેટલાક કાળ સુધી વ્રતોમાં સ્થાપનીય થતો નથી. જેણે હજુ સુધી વિશિષ્ટ તપ કરેલ નથી અને પછીથી તપ કરનાર તે દોષની શાન્તિ થયેલ હોઈ તે વ્રતોમાં સ્થાપનીય બને છે, તે “અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત છે, એવો અર્થ છે.
અર્થાત્ મુઠ્ઠી, લાકડી વગેરેથી પોતાનાને, બીજાને, અથવા સ્વપક્ષમાં કે પરપક્ષમાં રહેનારને, ઘોર પરિણામથી પ્રહરણ-મારવા દ્વારા અત્યંત સંકિલષ્ટ મનના અધ્યવસાયવાળો અને ઉચિત તપને જ્યાં સુધી પૂર્ણ નહીં કરનારો વ્રતોમાં સ્થાપનીય થતો નથી. અને ઉચિત તપકર્મ ઉઠવા-બેસવાની અશક્તિ સુધીનું હોય છે. ખરેખર, તે જયારે ઉઠવા વગેરે કરવાને અસમર્થ થાય, ત્યારે બીજાઓને પ્રાર્થના કરે કે “હે આર્યો! પૂજ્યો ! હું ઉઠવાને ઇચ્છું છું, ઈત્યાદિ.' વળી ત્યારે તેઓ તેની સાથે સંભાષણ નહીં કરનારા તેના કાર્યને કરે છે. આટલું તપ કર્યા બાદ તેને ઉપસ્થાપના (ફરીથી દીક્ષા) કરાય છે, એમ વિચારવું.