Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ફ્યુ-૨૭, મમ: શિર :
५६५ અસમર્થયોગ્ય વસ્ત્ર-પાત્ર-ભક્ત-પાન આદિ લઈ, અંડિલ ભૂમિથી કે વિહારથી, ચૈત્યવંદન નિમિત્તે, પૂર્વે ગ્રહણ કરેલ પીઠ-ફલક આદિ પ્રતિ અર્પણ (પાછું આપવાના)ના નિમિત્તે, બહુશ્રુત-અપૂર્વ સંવિગ્ન (સંવેગી)ના વંદન માટે, સંશયના વ્યવચ્છેદ માટે શ્રાદ્ધ-સ્વજ્ઞાતિ-અવસગ્ન વિહારવાળાની શ્રદ્ધાની વૃદ્ધિ માટે, સાધર્મિકોના સંયમમાં ઉત્સાહ ચડાવવા માટે, સો (૧૦૦) હાથોથી દૂર કે નજીક જઈને (ચાલીને) આવેલો, વિધિપૂર્વક ગુરુની સમક્ષ આલોચના કરે, એવો ભાવ છે.
૦ વળી આ આલોચના આવશ્યક ગમન-આગમનોમાં અત્યંત ઉપયોગવાળામાં દુષ્ટ ભાવનો અભાવ હોવાથી અતિચાર વગરના-અપ્રમત્ત-છમસ્થ સાધુને જાણવી. અતિચારવાળાને તો બીજા પ્રાયશ્ચિત્તનો . સંભવ છે અને કેવલજ્ઞાનીમાં કૃત્યકૃત્યતા હોવાથી આલોચનાનો અભાવ છે.
૦ છદ્મસ્થ અપ્રમત્તની શાસ્ત્ર પ્રમાણેની પ્રવૃત્તિ હોવાથી અતિચારરહિતપણું હોવા છતાં, ચેષ્ટા-સૂક્ષ્મ પ્રમાદ નિમિત્તજન્ય સૂક્ષ્મ આશ્રવનો સંભવ હોઈ, તેની શુદ્ધિ માટે આલોચના આવશ્યક છે, એમ જાણવું.
प्रतिक्रमणमाहअतिचारात्प्रतिनिवर्त्तनं प्रतिक्रमणम् ।१७।
अतिचारादिति । यन्मिथ्यादुष्कृतिमात्रेणैव शुद्धिमासादयति न च गुरुसमक्षमालोच्यते तदर्ह प्रायश्चित्तं प्रतिक्रमणम् । यथा सहसाऽनुपयुक्तेन यदि श्लेष्मादि प्रक्षिप्यते न च हिंसादिका दोषा आपद्यन्ते तालोचनामन्तरेणापि मिथ्यादुष्कृतप्रदानेन शुद्ध्यति, तत्प्रतिक्रमणमिति भावः । समितिप्रमुखाणां सहसाऽनाभोगतो वा कथमपि प्रमादे सति अन्यथाकरणे प्रतिक्रमणं मिथ्यादुष्कृतप्रदानलक्षणं प्रायश्चित्तं क्रियत इति तात्पर्यम् ।।
પ્રતિક્રમણરૂપ પ્રાયશ્ચિત્તભાવાર્થ - અતિચારથી પાછા ફરવું, એ પ્રતિક્રમણ' કહેવાય છે.
વિવેચન – જે પાપ માત્ર “મિચ્છા મિ દુક્કડમ્'-ફરીથી નહીં કરવાની પ્રતિજ્ઞાપૂર્વક “મારું પાપ મિથ્યા થાઓ.'-આમ કહેવા માત્રથી જ શુદ્ધિને પામે છે. ગુરુ સમક્ષ તે પ્રકાશિત કરાતું નથી. તે યોગ્ય પ્રાયશ્ચિત્ત
પ્રતિક્રમણ' કહેવાય છે. જેમ કે-સહસા (વિચાર્યા વગર એકદમ) અનુપયોગ દ્વારા જો કફ વગેરે ફેંકાય છે, વળી હિંસા આદિ દોષો ઉત્પન્ન થયા નથી, તો આલોચના વગર પણ “મિચ્છા મિ દુક્કડમ્ દેવાથી શુદ્ધ થાય છે તે “પ્રતિક્રમણ' છે, એવો ભાવ છે.
१. सहसाकारतो वाऽनाभोगतो वा यदि मनसा दुश्चिन्तितं वचसा दुर्भाषितं कायेन दुश्चेष्टितं यदीर्यायां कथां कथयन् व्रजेत्, भाषायामपि यदि गृहस्थभाषया ढड्डरस्वेरण वा भाषेत, एषणायां भक्तपानगवेषणवेलायामनुपयुक्तो भाण्डोपकरणस्यादाने निक्षेपे वाऽप्रमार्जयिताऽप्रत्युपेक्षिते स्थण्डिले उच्चारादीनां परिष्ठापयिता च न च हिंसादिदोषमापन्नः, तथा यदा कन्दर्पो हासो वा स्त्रीभक्तचौरजनपदकथाकरणं वा क्रोधमानमायालोभेषु गमनं विषयेषु वा शब्दादिष्वनुषङ्गो ज्ञानदर्शनचारित्रप्रतिरूपविनयाकरणे च तदा प्रतिक्रमणं प्रायश्चित्तमिति भावः ।।