Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૮, અષ્ટમ: શિરઃ
૦ સવાઘાત-વિદ્યમાન પણ આયુષ્યમાં જ્યારે ઉપક્રમ કરાય છે, ત્યારે ખૂબ ઉત્પન્ન (અનિવાય) વ્યાધિવાળા-અતએવ ઉત્પન્ન વેદનાવાળા સાધુ વડે કરાતું પાદપોપગમન અનશન, એ “સવ્યાઘાત પાદપોપગમન અનશન' કહેવાય છે.
૦ ઇંગિની-શ્રુતમાં વિધાન કરેલ ક્રિયાવિશેષને “ઇગિની' કહે છે. તે ઇંગિની વિશિષ્ટ મરણ ઇંગિનીમરણ” કહેવાય છે.
આ ઇંગિની જે પ્રવ્રયા આદિના સ્વીકારના ક્રમથી જ આયુષ્યની પરિહાનિ જાણી, પોતાના ઉપગરણોનું ગ્રહણ કરનાર, સ્થાવર-ત્રસ જંતુથી રહિત સ્થાનમાં સ્થાયી (શાયી કે ઉભા રહેનાર) એકલો, ચાર પ્રકારના આહારનું પચ્ચકખાણ કરનાર, છાયામાંથી ઉષ્ણ સ્થાનમાં સંક્રમણ કરતો, ઉષ્ણ સ્થાનમાંથી છાયામાં ફરતો ચેષ્ટાવાળો, સમ્યજ્ઞાનમાં પરાયણ બનેલો પ્રાણોને છોડે છે, તેને ઇંગિની નામનું અનશન (મરણ) જાણવું.
૦ ભક્તપ્રત્યાખ્યાન અનશન-ગચ્છની અંદર રહેલો હોતો, કદાચ ત્રણ પ્રકારના, કદાચ ચાર પ્રકારના અને અંતમાં સર્વથા આહારનું પચ્ચકખાણ કરતો, કોમળ સંથારાનો આશ્રય લેનારો, શરીરની અને ઉપગરણોની મમતાને છોડનાર, પોતે જ નવકારને યાદ કરનારો કે નજીકમાં રહેલ સાધુએ આપેલ નવકારને સાંભળનારો, ઉદ્વર્તન-પરિવર્તન આદિને કરતો, સમાધિપૂર્વક જે કાળ કરે છે, તે “ભક્તપ્રત્યાખ્યાન' અનશન (મરણ) કહેવાય છે. આ પ્રમાણે જ વિવેચનપૂર્વક શાસ્ત્રમાં કહેલ અનશન જાણવું. તથાચ ઇવર કે થાવજવસ્વરૂપી આહારત્યાગ, એ “અનશન' છે.
ऊनोदरिकामाचष्टेस्वाहारपरिमाणादल्पाहारपरिग्रहणमूनोदरिका ।।।
स्वाहारेति । यस्य पुरुषस्य यावदाहारपरिमाणं ततोऽल्पस्याऽऽहारस्य ग्रहणं, उत्कृष्टावकृष्टपरिमाणको वर्जयित्वा मध्यमेन कवलेन पुंसो द्वात्रिंशत्कवलके स्त्रियोऽष्टाविंशतिकवलप्रमाणे आहारेऽष्टसंख्याकेन, द्वादशसंख्याकेन षोडशकेन चतुर्विंशतिकेन, एकेनापि न्यूनेन वा वर्तमानमूनोदरिकेति भावः । अत्राऽनशनादौ च सम्यक्त्वं विशेषणीयं तच्च यथागमात्मकं, तेन नृपशत्रुतस्करादिकृताहारनिरोधादेर्व्यवच्छेदः, उपहतभावस्य हि पुंसोऽनशनादिकं न संयमरक्षणाय न वा कर्मनिर्जरायै समर्थम् ॥
१. अयं भावः एककवलादारभ्य यावदष्टौ कवला जघन्यमध्यमोत्कृष्टविशिष्टा अल्पाहारोनोदरिकाः, नवभ्यः कवलेभ्य आरभ्य यावद्वादशकवलास्तादृशा अपाङ्खनोदरिकाः, त्रयोदशभ्य आरभ्य यावत् षोडशकवलास्तादृशा विभागोनोदरिकाः, सप्तदशभ्यो यावच्चतुर्विंशतिकवलाः प्राप्तोनोदरिकाः, पञ्चविंशतेरारभ्य यावदेकत्रिंशत्कवला: किञ्चिदूनोदरिका उच्यन्ते, एवं स्त्रीणामपि पुरुषानुसारेण भाव्यमिति ।।