Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५४८
तत्त्वन्यायविभाकरे પ્રાયોગિક=ઉદીરણાકરણથી ઉદયાવલિકા પ્રવેશ, એ પ્રાયોગિક કહેવાય છે, એમ સૂચવેલ છે. ૦ સ્વભાવ વડે-અબાધાકાળના ક્ષય વડે, કરણવિશેષથી એટલે ઉદીરણાકરણ વડે, એવો અર્થ છે.
૦ “રસોદયપૂર્વકનુભવન-ઇતિ=અથત રસની સાથે કર્મોનો સમયે સમયે ઇચ્છાથી કે અનિચ્છાથી અનુભવ કરવો, એવો ભાવ છે.
૦ પ્રદેશોદયના સ્વરૂપને કહે છે કે-વિપાકના કાળને નહિ પામેલું પણ ઔપક્રમિક રૂપ વિશિષ્ટ ક્રિયાના સામર્થ્ય દ્વારા (પ્રયત્નપૂર્વક) જે કર્મ ઉદયમાં નથી આવેલ, બળથી (બળજબરીથી) ઉદયને પામેલ, સ્વસમાનકાળવાર્તા અને સ્વજાતિય પ્રકૃતિમાં સંક્રમાવી, વિશિષ્ટ વીર્યથી આમ્ર (કેરી)-૫નસ આદિના પાકની માફક વેદાય-અનુભવાય છે, તે “પ્રદેશોદય' કહેવાય છે. ત્યાં પણ રસ છે જ, એમ સૂચન કરવા માટે પ્રદેશોદય’-એમ નહિ કહીને “પ્રદેશાનુભવ’-એમ કહેલ છે; કેમ કે-“અનુભાવો રસો જોયા–એવા વચનથી અનુભવ શબ્દથી રસની પ્રતીતિ થાય છે અને સ્વ અસમાનકાળવાર્તા પ્રકૃતિમાં “સંક્રમ થતો નથી. આવા સૂચન માટે “સમાનકાલીન'-એવું પદ કહેલ છે.
વળી ભિન્ન ભિન્ન જાતિવાળી-વિજાતીય પ્રકૃતિમાં તે સંક્રમ થતો નથી, એવો સૂચન માટે “સજાતીયએવું પદ કહેલ છે.
વળી અહીં સાજાત્ય (સમાન જાતિધર્મ) એટલે મૂળ પ્રકૃતિ વિભાજક્તાવચ્છેદક ધર્મથી છે. મૂળ પ્રકૃતિ જ્ઞાનાવરણ આદિ આઠ, તેઓનો વિભજકતાવચ્છેદક ધર્મ, જ્ઞાનાવરણીયત આદિરૂપ ધર્મથી છે.) તેથી કર્મપણાએ સજાતીયપણું હોવા છતાં, જ્ઞાનાવરણ આદિમાં દર્શનાવરણ આદિનો સંક્રમ થતો નથી, એવો ભાવ જાણવો. [અહીં કર્મની પ્રકૃતિ સ્વભાવ પ્રમાણે ફળ આપવાનો નિયમ મૂળ પ્રકૃતિઓને લાગુ જ પડે છે, નહિ કે - ઉત્તરપ્રકૃતિઓને પણ, કેમ કે-કોઈપણ કર્મની એક ઉત્તરપ્રકૃતિ પાછળથી અધ્યવસાયના બળે તે જ કર્મની બીજી ઉત્તરપ્રકૃતિ રૂપે પ્રાયઃ (મોહનીય-આયુષ્ય આદિ સજાતીય ઉત્તરપ્રવૃતિઓમાં પરસ્પર સંક્રમ થતો નથી.) બદલાઈ જતી હોવાથી, પ્રથમનો અનુભવ તે બદલાયેલી ઉત્તરપ્રકૃતિના સ્વભાવ પ્રમાણે તીવ્ર કે મંદ ફળ આપે છે. જેમ કે-જયારે મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય આદિ સજાતીય, ઉત્તરપ્રકૃતિરૂપે પરિણ-સંક્રમે, ત્યારે મતિજ્ઞાનાવરણના અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણાદિના સ્વભાવ પ્રમાણે જ શ્રુતજ્ઞાનાદિને આવૃત્ત કરે છે.]
उभयविधापि निर्जरा पुनरियं द्विविधेत्याह
सेयं सकामाकामभेदाभ्यां द्विधा । सम्यग्दृष्टिदेशविरतसर्वविरतानां साभिलाषं कर्मक्षयाय कृतप्रयत्नानां यः कर्मणां विध्वंसः सा सकामा । मिथ्यादृष्टीनामैहिकसुखाय कृतप्रयत्नानां तपस्यादिना कर्मणां विध्वंसोऽकामा ।३।
सेयमिति । सा तपोविपाकान्यतरजन्या, इयं निर्जरा, कामनासहितत्वात्सकामा, तद्विशेषरहितत्वाच्चाकामेति द्विविधेति भावः । तत्र कामोऽभिलाषः, तपःपरीषहजयादिना कर्म क्षपयामीत्येवं रूपो बुद्धिविशेषः, तेन सहिता सकामा, साक्षात्परम्परया वा तपःपरीषहादिजन्यो