Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५५२
तत्त्वन्यायविभाकरे वृत्त्यलाभः । तादृशानाञ्च कर्मणां तपसा क्षय इति न कोऽपि दोषः । भोगेन कर्मणः क्षय इति तूत्सर्गः, स च तपसस्तत्त्वज्ञानाद्वा क्वचित् कथञ्चित् क्षयाभ्युपगमेनापोद्यत इति नासम्भवो लक्षणस्येति दिक् ॥
તપશંકા - તપથી નિર્જરા થાય છે-એમ કહ્યું, તો ત્યાં તપ એટલે શું? ભાવાર્થ - શરીરમાં રહેલ રસ આદિ ધાતુ કે કર્મનું સંતપન જેનાથી થાય, તે “તપ” કહેવાય છે. વિવેચન – જે બાહ્ય અને અત્યંતર ભેટવાળા અનશન આદિ તથા પ્રાયશ્ચિત આદિ (તપ) વડે જે શરીરમાં રહેલા રસ-લોહી-માંસ-મેદ-હાડકાં-મજ્જા-શુક્રરૂપ ધાતુઓ અને મિથ્યાદર્શન (મિથ્યાત્વ) આદિ વડે ઉપાર્જિત કર્મો તપાય-સુકાય છે, તે “તપ” અનશન આદિ તપ કહેવાય છે. [જેમ મહા જળાશયનો નવીન જળના આવવાનો માર્ગ રોક્ય છતે, વિદ્યમાન જળમાં અરઘટ્ટ આદિથી કાઢ્ય છતે રવિકિરણ આદિથી ક્રમથી શોષણ થાય છે, તેમ જીવહિંસા આદિ પાપકર્મોનો વિરોધ કર્યો છતે સંયતનું પણ બાર પ્રકારનાં તપથી કર્મ નિર્જીર્ણ થાય છે.] તથાચ શરીરનિષ્ઠ રસાદિ ધાતુ અને કર્મસંતાપ-(નીરસતા-શુષ્કતા)માં પ્રયોજકપ્રવૃત્તિપણું તપનું લક્ષણ છે.
૦ વ્યુત્પત્તિ-શરીરમાં રહેલ રસ આદિ ધાતુઓ અને કર્મો જેના વડે નીરસ કરાય છે તે તપ, એવી તપ શબ્દથી વ્યુત્પત્તિ છે.
9 પદકૃત્ય-વિપાકનું કર્મના નીરસીકરણમાં પ્રયોજકપણું હોવા છતાં, પ્રવૃત્તિરૂપપણું નહિ હોવાથી વિપાકમાં તપલક્ષણની અતિવ્યાપ્તિ નથી.
૦ ધાતુક્ષયપૂર્વક, સંગ(પરિગ્રહ)ત્યાગ-શરીરની લઘુતા-ઇન્દ્રિયવિજય-સંયમરક્ષણ આદિ દ્વારા કર્મસંતાપ(શુષ્કકારક તપ)નો સંગ્રહ કરવા માટે “અન્યતર' એવું પદ કહેલ છે.
શંકા - ઉદયવૃત્તિને નહિ પામેલા કર્મોનો તપથી ક્ષયના સ્વીકારમાં તે કર્મો નિષ્ફળ બની જાય! નહિ ભોગવાયેલા કર્મોના ક્ષયની ઘટમાનતા નથી. અથવા ઉપપત્તિ માનો તો ભોગવતા કર્મોના પણ ક્ષયની આપત્તિ આવશે જ ને?
સમાધાન - કારણની નિયમ (એકાંતથી) કાર્યની જનતાનો સ્વીકાર નથી. (કારણ કે-એકાંતથી કાર્યને પેદા કરે જ, એવો નિયમ નથી.)
જો કારણથી નિયમાં કાર્ય થાય છે જ-એવો નિયમ માનો, તો કુશૂલ(અન્નનો કોઠાર, ઇંટો વગેરેથી બનાવેલું ધાન્ય રાખવાનું સ્થાન)માં રહેલ પણ બીજથી અંકુરાની ઉત્પત્તિનો પ્રસંગ આવશે જ ને? અને મણિ આદિથી સમવહિત (સમવધાનવાળા) વહિંથી દાહની આપત્તિ (આગમનપ્રાપ્તિ) થશે જ ને ? પરંતુ સહકારી કારણના અભાવથી, શક્તિનો પ્રતિબંધ (અવરોધ) આદિથી કારણની કાર્ય પ્રત્યે અજનકતા હોઈ, કર્મોમાં પણ દ્રવ્યક્ષેત્ર-કાળ આદિરૂપ સહકારીઓના અભાવથી પ્રબળ (બળવાન) બીજા કર્મથી શક્તિમાં પ્રતિબંધ (અવરોધ) થવાથી ઉદયરૂપ વૃત્તિનો લાભ થતો નથી. અને તેવાં કર્મોનો તપથી ક્ષય થાય છે, માટે કોઈપણ જાતનો દોષ નથી.