Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४३२
तत्त्वन्यायविभाकरे
भिधानात्, अथ च तत्सकलचतुर्ज्ञानिनो न मत्यादिज्ञानविघातकृद् भवति, तदुदयस्य मन्दानुभावत्वात्, तद्यदि विपाकतोऽप्यनुभूयमानं मन्दानुभावोदयत्वान्न स्वावार्यगुणविघाताय प्रभवति, तदा प्रदेशतोऽनुभूयमानमनन्तानुबन्ध्याद्यपि सुतरां तद्गुणविघातय न भविष्यति, तदुदयस्यातीव मन्दानुभावत्वादिति ॥ अत्रस्थो जीव एकप्रकृतेर्बन्धकः, एकोनषष्टिप्रकृतेर्वेदयिता, अष्टचत्वारिंशदधिकशतसत्ताकश्च भवेदिति ॥
અગિયારમા ગુણસ્થાનનું વર્ણન
ઉપશમશ્રેણિ દ્વારા આવેલ ઉપશાન્ત સં૰ લોભવાળાને લભ્ય અગિયાર (૧૧)મા ગુણસ્થાનને કહે છે.
ભાવાર્થ - ઉપશમશ્રેણિથી સર્વ કષાયોને ઉદયને અયોગ્યરૂપે સ્થાન કરવા, તે ‘ઉપશાન્તમોહગુણસ્થાન.’ અહીં (૨૮) અઠ્ઠાવીશ મોહનીય પ્રકૃતિઓનો ઉપશમ થાય છે. ઉપશાન્તમોહવાળો તો અહીં ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તના કાળ સુધી રહે છે ત્યારબાદ નિયમથી આ પડે છે. આખા સંસારચક્રમાં એક
જીવને ચાર વાર જ ઉપશમશ્રેણિ થાય છે.
વિવેચન – ઉપશમશ્રેણિથી વિદ્યમાન પણ સઘળા ક્રોધ આદિ કષાયોને રાખથી ઢાંકેલ અગ્નિની માફક સંક્રમણ, ઉર્તના આદિ કરણોના અયોગ્યરૂપે જ્યાં બનાવવાના છે, તેનું ઉપશાન્ત-મોહગુણસ્થાન છે, એવો અર્થ સમજવો. આ જ ‘ઉપશાન્તકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાન' રૂપે કહેવાય છે, કેમ કે-ક્રોધમાન-માયા-લોભના ઉદયનો વિનાશ છે. કર્મો=જ્ઞાનાવરણીય આદિ ઘાતીકર્મોના ઉદયની વિદ્યમાનતા છે. સૂક્ષ્મ એવા પણ સં૰ લોભનો સર્વથા ઉપશમ હોવાથી (૨૮) મોહનીયની પ્રકૃતિઓનો ઉપશમ થયેલ છે. એવા આશયથી કહે છે કે-‘અહીં......ઇત્યાદિ.' આ ગુણસ્થાનમાં ઉપશમ કરનારના સ્થિતિરૂપ કાળના નિયમને કહે છે. ‘ઉપશાન્તમોહસ્તુ' ઇત્યાદિ જધન્યથી એક સમય પણ અહીં સમજવો. અંતર્મુહૂર્ત બાદ આ ક્યાં જાય છે ? એના જવાબમાં કહે છે કે- ‘ત્યારપછી નિયમથી આ પડે છે.' અર્થાત્ ઉપશાન્તમાં અવશ્ય ઉદયનો નિયમ હોઈ અને ચારિત્રમોહનીયનો ઉદય થતાં પડે છે, એમ સમજવું. એક જીવ સંસારચક્રમાં કેટલીકવાર ઉપશમશ્રેણિ કરી શકે છે ? આના જવાબમાં કહે છે કે-‘સઘળા ભવચક્રમાં એક જીવ ચાર વાર ઉપશમશ્રેણિ કરી શકે છે.
એક ભવમાં તો ઉત્કૃષ્ટથી બે વાર ઉપશમશ્રેણિ પામે છે પરંતુ તેને નિયમથી તે ભવમાં ક્ષપકશ્રેણિ નથી. ૦ વળી જે એક વાર ઉપશમશ્રેણિને પામે છે, તેને ક્ષપકશ્રેણિ થાય પણ ખરી. આગમના અભિપ્રાયથી તો એક ભવમાં એક જ શ્રેણિને પામે છે એમ ધારવું.
શંકા
અવિરત વગેરે ઉપશમશ્રેણિનો આરંભ કરે છે અને તેઓ સંભવ પ્રમાણે મિથ્યાત્વ અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન આવરણોના ઉપશમથી થાય છે. જો એમ માનવામાં ન આવે, તો તેઓના ઉદયમાં સમ્યક્ત્વ આદિનો લાભ જ ન થાય. તેથી હમણાં તેઓનો ઉપશમ કેમ કહેવાય છે ?
१. पूर्वगुणस्थानेष्वप्युपशमकस्येयत्येव सत्ता विज्ञेया ॥