Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૬૨, સક્ષમ: વિસ્તા: ઉત્સર્પિણી આદિનું સ્વરૂપ
ભાવાર્થ - રૂપ-રસ આદિના ઉત્કર્ષના કારણભૂત કાળ, એ ‘ઉત્સર્પિણી’ કહેવાય છે. રૂપ-રસ આદિની હાનિમાં કારણભૂત કાળ, એ ‘અવસર્પિણી' કહેવાય છે. ત્યાં અવસર્પિણીમાં સુષમસુષમા-સુષમાસુષમદુઃષમા-દુઃષમસુષમા-દુઃષમા-દુઃષમદુઃષમા રૂપ છ (૬) આરાઓ હોય છે. ઉત્સર્પિણીમાં પશ્ચાનુપૂર્વીથી તે જ છ (૬) આરાઓ છે.
५०१
વિવેચન - ‘રૂપ’ ઇતિ=ઉત્સર્પિણી શબ્દાર્થ જે કાળ-આરાઓની અપેક્ષાએ વધતો જાય છે તે અથવા રૂપ-૨સ આદિ ભાવોની વૃદ્ધિમાં કારણ તે કાળ (વિગ્રહ અપેક્ષાએ) ‘ઉત્સર્પિણી’ કહેવાય છે.
અર્થાત્ રૂપ-૨સ આદિનો ઉત્કર્ષ (અહીં કાળસ્વરૂપની અપેક્ષાએ નિત્ય છે, એટલે તે કાળની હાનિયુક્ત નથી. નહિ તો રાત-દિવસ, (૩૦) ત્રીશ મુહૂર્તરૂપ જ થાય. પરંતુ અનંતગુણ પરિહાનિવાળા વર્ણ-ગંધ-રસસ્પર્શ આદિથી હીયમાન-ઘટતો, અનંતગુણવૃદ્ધિવાળી તે વર્ણ આદિથી વધતો કાળ ‘હીયમાનકાળ' અને ‘વર્ધમાનકાળ’ કહેવાય છે. એમ દ્રવ્યથી નિત્યપણું અને પર્યાયથી અનિત્યપણું છે. એવા આશયથી ‘રૂપ-રસ આદિ ઉત્કર્ષ ઇત્યાદિ રૂપે લક્ષણ રચેલું છે.) ક્ષેત્રમાં થાય છે. તેથી રૂપ-૨સ આદિના ઉત્કર્ષમાં કારણભૂત જે કાળ, તે ‘ઉત્સર્પિણી’ કહેવાય છે. અહીં આદિ પદથી અનુભવરૂપ આયુષ્યપ્રમાણે-શરીર આદિનું ગ્રહણ છે.
૦ દશ કોડાકોડી સૂક્ષ્મ અા સાગરોપમોથી બનેલો આ ઉત્સર્પિણીરૂપ વિશિષ્ટ કાળ છે.
૦ અવસર્પિણી શબ્દાર્થ=આરાઓની અપેક્ષાએ જે હીન થાય છે તે અથવા રૂપ-રસ આદિ ભાવોને ઘટાડવામાં કારણભૂત જે કાળ, તે (વિગ્રહની અપેક્ષાએ) ‘અવસર્પિણી.’ લક્ષણ સ્પષ્ટ છે. આ વિશિષ્ટ કાળ પણ ઉત્સર્પિણી જેટલા પરિમાણવાળો જ છે.
૦ વળી જ્યાં રૂપ-રસ આદિ ભાવો (સ્વરૂપો) ઘટતા કે વધતા નથી, તેવો વિશિષ્ટ કાળ, ‘નોઉત્સર્પિણી અવસર્પિણી' કહેવાય છે. મૂળમાં તો સુસ્પષ્ટ હોવાથી જુદું લક્ષણ કરેલું નથી.
હવે અવસર્પિણીનો વિભાગ કરે છે.
સુષમસુષમા=અત્યંત શોભન હોવાથી સુષમસુષમાને જ પહેલાં કહેવાની ઇચ્છાથી ક્રમનું ઉલ્લંઘન કરી અવસર્પિણીનો જ આદિમાં વિભાગ કરેલ છે.
૦ ‘સુષમસુષમા' ઇતિ=શોભન (સુંદર)સમા એટલે વર્ષો જ્યાં હોય છે. આ પ્રમાણે ‘સુષમા’ની વ્યુત્પત્તિ છે. અત્યંત સુષમા હોઈ-વીપ્સા હોઈ, દ્વિવા૨૫ણું હોઈ ‘સુષમસુષમા’-એમ સિદ્ધ થાય છે. અર્થાત્ સર્વ પ્રકારે દુઃષમાના પ્રભાવથીરહિત, એકાન્ત સુષમારૂપ ચાર કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળો આ કાળ છે.
૦ સુષમાત્રણ કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળી, સુષમસુષમાની અપેક્ષાએ હાનિવાળી સમજવી.
૦ ‘સુષમદુઃષમા’ ઇતિ=અસુંદરસમા એટલે વર્ષો જ્યાં છે તે દુઃષમાં, સુષમા એવી દુઃષમા, એવો વિગ્રહ છે. સુષમાના પ્રચૂર પ્રભાવવાળી, દુઃષમાના અલ્પ પ્રભાવવાળી બે (૨) કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળી જાણવી.