Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५०४
तत्त्वन्यायविभाकरे
અનુત્તરવિમાન સુધી જાય છે. જો કે કોઈપણ સાધુ વિરાધક (પ્રતિસેવક) બને, તો ભવનપતિ નામક દેવ બને છે. પરિહારવિશુદ્ધિક સાધુ વૈમાનિક બને છે. સૂક્ષ્મસંપરાય સંયત અનુત્તરવિમાનમાં વૈમાનિક બને છે. યથાખ્યાત સંયમી, દેવગતિમાં અનુત્તરવિમાનમાં જ વૈમાનિક બને છે અથવા સિદ્ધિગતિમાં જાય છે.
વિવેચન – “વૈમાનિક એવ’ ઇતિ=અહીં એવકારથી ભવનવાસી-વનવ્યંતર-જયોતિષ્કોમાં ઉત્પત્તિનો નિષેધ કરાય છે. તથાપિ' ઇતિ=તે વૈમાનિકોમાં પણ એવો અર્થ કરવો. “પ્રથમ દેવલોક ઇતિ=સૌધર્મ નામક દેવલોક સુધી એવો અર્થ સમજવો.
આ બધો ફલાદેશ સંયમની અવિરાધનાની અપેક્ષાએ સમજવો. દેવલોકમાં સ્થિતિ તો જઘન્યથી બે (૨) પલ્યોપમની અને ઉત્કૃષ્ટથી તો તેત્રીશ (૩૩) સાગરોપમની છે.
તે સામાયિક-છોદોપસ્થાપનીય ચારિત્રનો વિરાધક જો સાધુ હોય, તો તેની ભવનપતિઓના ગમે તે દેવોમાં ઉત્પત્તિ છે, કેમ કે-વિરાધિત સંયમવાળાની ભવનપતિ આદિમાં ઉત્પત્તિ શાસ્ત્રદ્વારા અનુમત છે. એવા આશયથી કહે છે કે-સંયમના અવિરાધક ૫૦ વિ. સંયતના દેવલોકમાં સ્થિતિ પણ જઘન્યથી બે (૨) પલ્યોપમની અને ઉત્કૃષ્ટથી અઢાર (૧૮) સાગરોપમની છે, એમ જાણવું.
૦ “અનુત્તરવિમાન ઇતિ નહિ જઘન્યથી કે નહિ ઉત્કૃષ્ટથી, અર્થાત્ જઘન્યથી કહો કે ઉત્કૃષ્ટથી કહો, બંને રીતે અનુત્તરવિમાનમાં આ સૂ. સંત અવિરાધનાની અપેક્ષાએ અહમિરૂપે ઉત્પન્ન થાય છે, જયારે વિરાધનાની અપેક્ષાએ તો ગમે તે સાધુ ભવનપતિ થાય છે.
૦ “અનુત્તરવિમાને એવ' ઇતિ=જાન્યથી નહિ અને ઉત્કૃષ્ટથી નહિ, એવી રીતે ઉપશમશ્રેણિ દ્વારા પ્રાપ્ત યથાખ્યાત સંયમયુક્ત સાધુ કાળ કરીને અનુત્તરવિમાનમાં જ જાય છે, સૂક્ષ્મસંઘરાય સંયતઉપશાન્તમોહી યથાખ્યાત સંતરૂપ બંનેની પણ દેવલોકમાં સ્થિતિ, અજઘન્ય ઉત્કૃષ્ટથી તેત્રીશ (૩૩) સાગરોપમની હોય છે. ક્ષીણમોહી યથાખ્યાત સંયત કાળ કરીને સિદ્ધિગતિમાં જાય છે.
के देवलोकाः के वा भवनपतय इति प्रसङ्गेनोदितायामाशंकायां अग्रे वक्ष्यमाणानपि संक्षेपतोऽत्र वक्ति -
तत्र सौधर्मेशानसनत्कुमारमाहेन्द्रब्रह्मलान्तकमहाशुक्रसहस्त्राराऽऽनतप्राणताऽऽरणाऽच्युतभेदेन द्वादशविधा देवलोकाः कल्पोपपन्नदेवानाम् । तदुपरि सुदर्शनसुप्रतिबद्धमनोरमसर्वभद्रविशालसुमनससौमनसप्रीतिकरादित्यभेदेन नव ग्रैवेयकाः तदुपरि विजयवैजयन्तजयन्तापराजितसर्वार्थसिद्ध भेदेन पञ्चानुत्तराः । उभये कल्पातीतानाम् ।६५।
तत्रेति । देवा हि सामान्येन विमानवासिज्योतिष्कव्यन्तरभवनपतिभेदेन चतुर्विधाः । विमानवासिनोऽपि कल्पोपपन्नाः कल्पातीताश्चेति द्विविधाः । एवंविधानां देवानां निवासयोग्यस्थानं देवलोक इत्याशयेन तत्स्थानान्याह-सौधर्मेत्यादिना । ज्योतिष्कोपरितनप्रस्ताराद