Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४५०
तत्त्वन्यायविभाकरे
સમાધાન - આના જવાબમાં કહે છે કે – આ વચનગુપ્તિના કથનથી સર્વથા વચનનિરોધ (મૌન) અને સમ્યભાષણ પ્રાપ્ત થાય છે. તથાચ નિયમન શબ્દ શાસ્ત્ર અનુસારી વચનમાં અને શાસ્ત્રવિરુદ્ધના અવચનમાં રૂઢ હોઈ અવ્યાપ્તિ નથી. સમ્યભાષણ પણ વાગુપ્તિ કહેવાય છે. અર્થાત્ સમ્યગુ ઉપયોગવાળાનું લોક અને આગમની સાથે વિરોધ ન આવે, તેવું ભાષણ બોલવું એમ છે. (આમ વાણીનિયમને વાગુપ્તિ કહેવાય છે.)
શંકા - ભાષા સમિતિમાં કેવી રીતે અતિવ્યાપ્તિનો પરિહાર?
સમાધાન - આના જવાબમાં કહે છે કે – ભાષા સમિતિમાં સમ્યગુભાષણ જ છે. અહીં એવકારથી ભાષણના અભાવનો નિષેધ છે.
૦ ભાષણ-અભાષણ રૂપ હોઈ વાન્ગગુપ્તિની ભાષણ માત્ર સ્વરૂપવાળી ભાષાસમિતિની અપેક્ષાએ વિલક્ષણતા (વિશેષતા) અને વ્યાપકતા છે. એથી જ શાસ્ત્ર અનુસાર ભાષણ રૂપ એમ નહિ કહીને શાસ્ત્રવિરુદ્ધ ભાષણ શૂન્ય'-એવું કહેલું છે. કહ્યું છે કે-મૃષાવાદ આદિથી નિવૃત્તિ અથવા મૌન, એ વચનગુપ્તિ છે.
મનોગુપ્તિ - હવે મનોગુપ્તિને કહે છે કે- “સાવધેતિ.” અર્થાત્ અવદ્ય પાપ, તેનાથી સહિત જે સાવદ્યરૂપ સંકલ્પ-ચિંતન-આર્ત-રૌદ્રધ્યાન, તે સાવદ્ય સંકલ્પ અથવા ચિત્તની ચંચળતાના કારણે જે સાવઘ ચિંતન રૂપ સાવદ્ય સંકલ્પનો નિરોધ, તે “મનોગુપ્તિ.”
લક્ષણ - સાવઘ સંકલ્પનું નિરોધપણું મનોગુપ્તિનું લક્ષણ છે. આ કથનથી નિરવદ્ય, (કુશલ-ધર્માનુબંધી અનુષ્ઠાન) કર્મના ઉચ્છેદ માટે જેટલો અધ્યવસાય પ્રવર્તે છે, તે સર્વ અધ્યવસાય સંકલ્પ, સરાગસંયમ આદિમાં અને સંસારહેતુભૂત અકુશલમાં સંકલ્પનિરોધ, એમ બંને મનોગુપ્તિ તરીકે પ્રાપ્ત થાય છે.
અહીં સર્વથા મનોનિરોધ નથી, કેમ કે-અસંભવ છે. અર્થાતુ યોગનિરોધવાની અવસ્થા સિવાય તેનો અસંભવ છે. આ પ્રમાણે કાય આદિના નિરોધ આદિથી કાય આદિ નિમિત્તજન્ય આવતા કર્મ બંધ થવાથી સંવરસિદ્ધિ જાણવી.
अथ समितिगुप्त्योस्संवरहेतुत्वमभिधायानन्तरोद्दिष्टस्य परीषहस्य स्वरूपमुपदर्शयतिप्रतिबन्धकसमवधाने सत्यपि समभावादविचलनं परीषहः । ३३ ।
प्रतिबन्धकेति । समन्तादापतितेषु सविधिभक्तपानाद्यलाभादिषु समभावाद्वैगुण्यमनवलम्ब्याविचलनं निष्प्रकम्पचित्ततयाऽवस्थानं परीषह इत्यर्थः । परिपूर्वात्सहेर्भावेऽकारः परिषहणं परीषहः, क्षुधादिजय इत्यर्थः । न तावदच्प्रत्ययः पचादिनिबन्धनः कर्तरि तस्य विधानात् । न कर्मसाधनो घञ्, सहेरुपधावृद्धिप्रसङ्गात्, नाऽपि पुंसि संज्ञायां घः, तस्य करणाधिकरणयोर्विधानात् । प्रतिबन्धकसमवधानेऽपि साम्यतया क्षुधादिजन्यदुःखसहनत्वं लक्षणम् । क्लेशेन दुःखसहनस्य परीषहत्वाभावात्साम्यतयेति । परीषहपदवाच्यानां क्षुधादि