Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૨, સક્ષમ: નિઃ
४४९
આકુંચન (સંકોચ) પસારણ વગેરે પૂર્વની વિધિથી કરે. વર્ષા આદિ ઋતુઓમાં વૃસિકા (વ્રત પાળનારનું દર્ભનું આસન વગેરેને) આ વિધિ જોઈ-પ્રમાર્જી પીઠક આદિને (પાટ-પાટલા વિશિષ્ટઆસન વગેરેને), આ વિધિ વડે જોઈ-પ્રમાર્જી ત્યાં બેસે.
આદાનનિક્ષેપ - દંડક, ઉપકરણ, ચેષ્ટાજન્ય ભોજન આદિ રૂપ વિષય વિષયક લેવું અને મૂકવું પણ નિરીક્ષણ-પ્રમાર્જનપૂર્વક કરેલ દોષ વગરનું થાય.
ચંક્રમણ - યુગ માત્ર પ્રદેશમાં સ્થાપિત દૃષ્ટિવાળા પ્રયોજનવાળાનું જીવના પરિત્યાગથી મંદ મંદ રીતે પગને સ્થાપન કરનારનું-ચાલનારનું ગમન પણ પ્રશસ્ત થાય. ઇત્યાદિરૂપ કર્તવ્ય (આમ કરવું)-અકર્તવ્ય (આમ ન કરવું) વિષયવાળી શાસ્ત્રવિહિત વ્યવસ્થાઓ જાણવી.
૦ આ પ્રમાણે બીજા પણ શાસ્ત્રીય નિયમો બતાવાય છે. ‘નવસર્જ’ ઇતિ.
કાયગુપ્તિ - અર્થાત્ દેવ આદિએ કરેલ ઉપદ્રવરૂપ ઉપસર્ગો અને આગળ પણ કહેવાતા ક્ષુધા આદિ પરીષહો, તેઓની વિદ્યમાનતા કે અવિદ્યમાનતામાં શરીરમાં જે નિરપેક્ષતા-અભિમાનનો અભાવ, તે ‘કાયગુપ્તિ’ કહેવાય છે.
૦ શરીરમાં અભિમાન-અપેક્ષા જો હોય, તો અતિવ્યાપ્તિના વારણ માટે ‘નૈરપેક્ષ્ય' અભિમાનનો અભાવ કહેલ છે, કારણ કે-જો અભિમાનપૂર્વકની ચેષ્ટા ખોટી કાયચેષ્ટા થાય, તો નિયમનો ભંગ થાય જ, આવો ભાવ સમજવો.
૦ બીજા પણ નિયમને કહે છે કે-ચોòતિ ।’
અર્થાત્ શરીર-વચન-મનરૂપ યોગ છે, તેને રોકનાર કેવલીનો અથવા કાયોત્સર્ગ કરનારનો જે સર્વથા કાયચેષ્ટાનો પરિહાર છે, તે પણ ‘કાયગુપ્તિ'નો અર્થ છે. કહ્યું છે કે-‘કાયાની ક્રિયાની નિવૃત્તિ, કાયોત્સર્ગમાં-શરીરગુપ્તિ કહેવાય છે.’ જો કે કાયાનો વ્યાપાર મનના વ્યાપારની સાથે સંસર્ગવાળો જ હોય છે, તો પણ કાયાની ક્રિયા સાક્ષાત્ કાયા વડે જ બનાવેલી હોવાથી, બહારથી દેખાતી હોવાથી પ્રધાનતાની અપેક્ષાએ કાયચેષ્ટાની વિવક્ષા છે.
વચનગુપ્તિ - વચનગુપ્તિના સ્વરૂપને કહે છે કે-‘અર્થવિિત ।’ અર્થાત્ કેવળ વચનના નિયમન માત્રને વચનગુપ્તિ રૂપે કહેવાતું નથી, કેમ કે-અર્થવાળા ભૂવિકાર આદિ સહિત, વચનનિયમમાં વચનગુપ્તિની અતિવ્યાપ્તિની પ્રાપ્તિ થાય. માટે કહે છે કે- ‘અર્થવૃત્તિ ।’ અર્થાત્ કોઈ એક પ્રયોજન માટે કરેલ ભૂવિકાર આદિ સંકેતોથી અને હુંકારા આદિ પ્રવૃત્તિઓથી રહિત એવો અર્થ કરવો. પહેલા આદિપદથી નેત્ર-મુખ-હાથ વગેરેના નર્તનનું અને બીજા આદિપદથી બાણ, ડેફા આદિનું ગ્રહણ સમજવું. અથવા શાસ્રને અનુસરતું ભાષણ પણ ‘વચનગુપ્તિ' થાય છે. માટે કહ્યું છે કે-‘શાસ્ત્રવિરુદ્ધ ભાષણ શૂન્ય' ઇતિ આદિ.
શંકા - ‘શાસ્ત્રવિરુદ્ધ ભાષણ શૂન્ય’- એવા વાક્યથી શાસ્ત્ર અનુસારી ભાષણરૂપ વચનનો લાભ થવાથી, યોગનિરોધકની સર્વથા મૌનરૂપ વચનગુપ્તિમાં આ લક્ષણની અવ્યાપ્તિ અને ભાષાસમિતિમાં અતિવ્યાપ્તિ કેમ નહિ ?