Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - રૂદ, સમ: વિસરા:
४६३
ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થાય છે. પ્રતિકૂળ સંથારો વસતિના સેવનમાં પણ મનના ઉદ્વેગનો અભાવ, એ “શય્યા પરીષહ.” આ વેદનીયના ઉદયથી થાય છે અને એનો જય ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થાય છે.
સકારણ કે નિષ્કારણ પોતાના પ્રત્યે કોપ કરનાર જનો હોવા છતાં સમતાનું આલંબન, એ ‘આક્રોશપરીષહ.' આ ચારિત્રમોહનીયના ઉદયથી પેદા થાય છે અને એનો જય ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થાય છે.
પરજન્ય તાડન-તર્જન આદિનું કાયાની ક્ષણભંગુરતાની વિશિષ્ટ ભાવના વડે સહન કરવું, એ વધપરીષહ.' આ વેદનીયના ઉદયથી થાય છે અને એનો જય ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થાય છે.
ચર્ચાપરીષહ-વિવેચન-નિસ્ટંગતાને પામેલા ક્લેશને સહન કરવામાં સમર્થ, દેશ-કાળના પ્રમાણ સહિત માર્ગગમનના અનુભવવાળા, રથ-વાહન આદિ દ્વારા ગમનને નહિ સ્મરણ કરનારા, સારી રીતે પ્રવ્રજયાના દોષનો ત્યાગ કરનારને “ચર્યાપરીષહ થાય છે. ચર્ચાચરણ બે પ્રકારનું છે. (૧) દ્રવ્યથી અને (૨) ભાવથી.
(૧) દ્રવ્યથી ચર્યા-પ્રામાનુગ્રામ વિહાર કરવો તે. (૨) ભાવથી ચર્યા-એક સ્થાનમાં રહેનારની પણ ત્યાં નિર્મમતા ભાવથી ચર્યા કહેવાય છે.
તે જ પરીષહ તરીકે છે. આ બે વસ્તુને દર્શાવવા માટે “એક ઠેકાણે નિવાસના મમત્વના પરિહારથી'એમ કહેલું છે. “સનિયમ' એટલે એક રાત્રિ-દિન, ગ્રામમાં-નગરમાં પાંચ રાત્રિ-દિન રહેવું જોઈએ. ઇતિ આદિ નિયમપૂર્વક એવો અર્થ સમજવો.
સઘળા ગુણસ્થાનોમાં ગ્રામ આદિમાં ભ્રમણજન્ય ફ્લેશ આદિનો સંભવ વેદનીયના ઉદયથી છે. એથી જ વેદનીયના ઉદયથી જન્મ ચર્યા અને ચર્ચાનો જયરૂપ પરીષહ ચારિત્રમોહનીયના ક્ષયોપશમજન્ય છે.
હવે નિષદ્યાપરીષહને કહે છેજેમાં બેસે છે તે નિષદ્યા એટલે સ્થાન, સ્ત્રી-પશુ-નપુંસકથી વર્જિત સ્થાન. સંયમ-તત્ત્વના જાણકાર, સ્ત્રી-પશુ આદિ રહિત સ્થાનવાસીને અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોનો સંભવ છતાં તે પ્રદેશથી નહિ ચલિત થનાર, મંત્ર-વિદ્યા આદિ પ્રતિકારોની અપેક્ષા નહિ રાખનાર, પૂર્વે અનુભવેલ સુખશયા આદિના સ્પસુખને નહિ ગણનાર, સાધુનું નિશ્ચળ મન, એ “નિષઘાપરીષહઆવો ભાવ જાણવો. કેટલાક આના સ્થાને “નૈધિકી'-એમ ભણે છે. અર્થાત્ નિષેધ કરવો તે નિષેધ. પાપકર્મોનો અને ગમન આદિ ક્રિયાનો પ્રતિષેધ, તે રૂપ પ્રયોજનવાળી ઔષધિથી, શૂન્ય ઘર-સ્મશાન આદિ રૂપ સ્વાધ્યાયની ભૂમિ, તે જ પરીષહ નૈવિકી પરીષહ-એમ કહે છે. આ નિષઘાને નવમા ગુણસ્થાન સુધી સંભવ છે એથી ચારિત્રમોહનીયના ઉદયથી થાય છે અને એનો જય ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થાય છે.
હવે શવ્યાપરીષહને કહે છે - સંથારો, પાટ વગેરેની કઠિનતા આદિ રૂપ પ્રતિકૂળતાથી અને વસતિ-ઉપાશ્રય આદિમાં ધૂળના સમુદાય આદિની પ્રચૂરતાથી, પૂર્વે અનુભવેલ માખણ જેવી કોમળ શવ્યાના સુખ-ચેનને નહિ સ્મરણ કરનાર સાધુનું ઉદ્વેગ વગરનું મન, એ “શયાપરીષહ કહેવાય છે.