Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४७६
तत्त्वन्यायविभाकरे
પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં જ આ છે. ભાવિના વ્યપદેશના અભાવપૂર્વક જાવજજીવ સુધીનો સંયમ “યાવજીવકાળ” ચારિત્ર સમજવું. વળી આ મધ્યમ (૨૨) બાવીશ તીર્થંકરના તીર્થમાં અંતર્ગત સાધુઓને અને વિદેહક્ષેત્રવર્તી સાધુઓને હોય છે.
વિવેચન - છેદોપસ્થાપના આદિ ચાર ચારિત્રોથી ભિન્ન લક્ષણ હોય છતે સર્વ સાવઘયોગ વિરતિપણું સામાયિકચારિત્રનું લક્ષણ છે.
પદકૃત્ય - છેદોપસ્થાપના આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સતિ' સુધીનું પદ છે. (૧૭) સત્તર પ્રકારનો, યતિધર્મમાં અંતર્ગત સંયમ તો ચારિત્રની અપેક્ષાવાળો છે, એમ ભેદ સમજવો.
૦ અવદ્ય-પાપ, તેની સાથે વર્તે તે સાવદ્ય કહેવાય. સાવદ્ય કાયિક આદિ વ્યાપાર રૂપ યોગસાવઘયોગ. તે સઘળા સાવઘયોગથી વિરામ સાવદ્યયોગ વિરતિ. સામાયિક શબ્દ વિવેક સમ=રાગ-દ્વેષવિરહિત. તેનો અય એટલે ગમન. અહીં અય એટલે ગમન, એ સર્વ ક્રિયાનું ઉપલક્ષક સૂચક છે. અર્થાત્ રાગ-દ્વેષથી શૂન્ય સર્વ ક્રિયા સાધુને નિર્જરારૂપી ફળવાળી જ થાય છે. સમય જ આવા વિગ્રહમાં સ્વાર્થમાં (સ્વાર્થિક) વિનયાદિ હોવાથી (વિનયાદિ ગણપઠિત હોવાથી) ઠફ (ઇકણ) પ્રત્યય થતાં “સામાયિક શબ્દની નિષ્પતિ (સિદ્ધિ) છે. અર્થાત્ સર્વ સાવઘયોગ વિરતિરૂપ સ્વરૂપવાળું જ સામાયિક કહેવાય છે.
૦ વિશુદ્ધતર અધ્યવસાય વિશેષથી વિશિષ્ટ સર્વ સાવઘયોગ વિરતિ જ છેદોપસ્થાન આદિ કહેવાય છે. શંકા - નિવૃત્તિ પ્રધાન હોવાથી સામાયિકમાં ગુપ્તિપણાનો પ્રસંગ કેમ નહિ?
સમાધાન - અહીં સામાયિકમાં યોગની પ્રવૃત્તિની વિદ્યમાનતા હોવાથી ગુપ્તિપણાનો પ્રસંગ નહિ આવે.
શંકા - તો પછી સામાયિકમાં પ્રવૃત્તિ હોઈ સમિતિપણાનો પ્રસંગ કેમ નહિ?
સમાધાન - સામાયિક નામના ચારિત્રમાં પ્રયત્ન કરે છે એટલે સમિતિઓમાં પ્રવૃત્તિનો ઉપદેશ હોવાથી, તે ચારિત્રમાં સમિતિઓનું કારણ પણું છે.
ઇત્વરકાળ સામાયિકનું લક્ષણ કહે છે.
લક્ષણ - ભાવિ વ્યપદેશયોગ્યપણું હોય છતે સ્વલ્પકાળવાળું ચારિત્રપણું (લઘુદીક્ષા), એ ઈ. સાવનું લક્ષણ છે.
અર્થાત્ દીક્ષાના સ્વીકાર પછી શસ્ત્રપરિણા નામક અધ્યયનના અભ્યાસીને અને શ્રદ્ધાસંપન્ન સાધુને છેદ ઉપસ્થાપ્ય નામક સંયમનું આરોપણ કરતી વખતે સામાયિક એવા વ્યપદેશ(વ્યવહાર સંજ્ઞાનામ)નો વિગમપલ્ટો-પરિવર્તન થવાથી ઇત્વરકાલીન સામાયિક કહેવાય છે. [ભાવિ વ્યપદેશયોગ્યતાથી વિશિષ્ટ ચારિત્રની જ ઉપસ્થાપનામાં (છેદોપસ્થાપનમાં વડીદીક્ષામાં) ચારિત્રનો ત્યાગ નથી, કેમ કે-વડી દીક્ષાના સમયે તે ચારિત્ર વિશુદ્ધ-વિશુદ્ધતર રૂપે છે, તેથી દીક્ષાગ્રહણના સમયમાં “સામાયિક માવજીવ કરોમિ'- આવું ઈવરકાલીન સામાયિકનું ગ્રહણ હોવા છતાં, વડીદીક્ષામાં ઉપસ્થાનમાં સામાયિક એવી સંજ્ઞાને છોડનારને પણ પ્રતિજ્ઞાનો લોપ થતો નથી, કેમ કે તે ચારિત્રમાં અન્યથાપણાનો અભાવ છે. આવા આશયથી કહેલ છે