Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४६०
तत्त्वन्यायविभाकरे
હવે અવસ્ત્રપરીષહને કહે છે- ઉદ્દગમ-ઉત્પાદન એષણાના દોષવાળા વસ્ત્ર આદિના પરિહારથી એવો અર્થ જાણવો. અર્થાત આ વાક્ય સદોષ અલ્પ મૂલ્યવાળા અલ્પ વસ્ત્રો ગ્રહણ કરવા યોગ્ય નથી, એ જણાવવા માટે છે.
૦ “અલ્પ મૂલ્યવાળા'- બે વાક્ય, નિર્દોષ પણ બહુમૂલ્ય-કિંમતવાળા અલ્પ વસ્ત્રના પરિગ્રહ(ગ્રહણ)ના નિષેધ માટે છે, અન્યથા પરિગ્રહ આદિ દોષનો પ્રસંગ આવી જાય છે.
૦ “અલ્પ વસ્ત્રો'- એ વાક્ય, નિર્દોષ અલ્પ મૂલ્યવાળા નિરર્થક ઘણા વસ્ત્રોના નિષેધ માટે છે.
આ પ્રમાણે સર્વથા વસ્ત્રરહિતપણામાં (નગ્નપણામાં) અવસ્ત્ર નામક પરીષહપણાનું નિરાકરણ કરેલું જાણવું.
૦ લક્ષણ સ્પષ્ટ છે. આ અવસ્ત્રપરીષહનો સંભવ નવમાં ગુણસ્થાનક (બાદરjપરાય નામક) સુધી છે, કેમ કે-ચારિત્રમોહનીય (જુગુપ્સા નામક મોહનીય)નો સંભવ છે. આગળ ગુણસ્થાનોમાં સંભવ નથી, કેમ કે-ત્યાં મોહનીયનો ક્ષય (કે ઉપશમ) છે.
અરતિપરીષહને કહે છેસૂત્રના ઉપદેશ અનુસાર વિહાર કરનારને અથવા ઉભા રહેનારને (વર્તનારને) સંયમમાં અવૃતિકંટાળો પેદા થાય છે. આવા અપ્રીતિજનક સંયોગની હાજરીમાં પણ સારી રીતે ધર્મની આરાધનામાં પ્રીતિવાળા મુનિએ થવું જોઈએ. તે પ્રમાણે થાય તો અરતિનો વિજય થઈ શકે, એવો ભાવ જાણવો.
લક્ષણ – અપ્રીતિના નિમિત્તના સંયોગની હાજરી કે ગેરહાજરીના કાળમાં સમભાવનું આલંબનપણું લક્ષણ છે. પદકૃત્ય - સુધાપરીષહ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે કાલીન પર્યંત વિશેષણ કહેલ છે.
સ્ત્રીપરીષહને કહે છેકામબુદ્ધિથી સ્ત્રીઓના અંગ-ઉપાંગ-સંસ્થાન (શરીર આકાર)-હાસ્ય-લલિત-વિભ્રમ આદિ (હાવભાવ આદિ) ચેષ્ટાઓનું જે જોયું કે વિચારવું, તે બંનેથી સર્વથા વિરામ કરવો (સ્ત્રીપરીષહ વિજય કરવો), એવો અર્થ છે.
લક્ષણ - કામજન્ય સ્ત્રી આદિ અંગ-પ્રત્યંગ આદિ ચેષ્ટાના અવલોકન-ચિંતનરૂપ પ્રવૃત્તિથી રહિતપણું લક્ષણ છે.
પદકૃત્ય - ધર્મના ઉપદેશની બુદ્ધિથી સ્ત્રીઅંગ આદિના અવલોકનમાં દોષના અભાવથી “કામબુદ્ધિથી'એમ કહેલ છે. અવલોકન માત્રના કથનમાં ચિંતનના નિષેધનો અસંભવ હોવાથી અને ચિંતન માત્રના કથનમાં અવલોકનના નિષેધનો અસંભવ હોવાથી, અવલોકન-ચિંતન એમ બંનેનું ગ્રહણ કરવું.
૦ આ સ્વીપરીષહ નવમા ગુણસ્થાનક સુધી છે, કેમ કે-કામબુદ્ધિથી સ્ત્રીના અંગ આદિના અવલોકન આદિનો સંભવ છે, કેમ કે-(વેદરૂપ) ચારિત્રમોહનીયના ઉદયનો સંભવ છે. આગળના ગુણસ્થાનોમાં સંભવ