Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४५२
तत्त्वन्यायविभाकरे
વિવેચન - ચારેય બાજુથી આવી પડેલ વિધિ સહિત ભક્ત(અશન)પાન આદિના અલાભ આદિ હોય છત, સમભાવથી-વિરૂપતાના આલંબન લીધા સિવાય-અકમ્પચિત્તપણે રહેવું, એ “પરીષહ' કહેવાય છે.
વ્યુત્પત્તિજન્ય અર્થ-પરિસહ=પરિનામક ઉપસર્ગ સહના પૂર્વે છે. ભાવમાં (ધાતુ અર્થ ક્રિયારૂપ ભાવ અર્થમાં) અર્થાત્ સહન કરવું. એ અર્થમાં અકાર (અપ્રત્યય) થવાથી પરિષહણ-સહન કરવું. અર્થાત્ સુધા આદિનો જય “પરિષહ' કહેવાય છે. અહીં “અચુ” પ્રત્યય જે પચ આદિ (પાણિનીય વ્યાકણ પ્રસિદ્ધ એક ગણ) નિમિત્તજન્ય જે “અ” પ્રત્યય તે અહીં નથી, કેમ કે-તે પ્રત્યય કર્તા અર્થમાં અર્થાત્ પચ એટલે જેમ પકાવનાર અર્થમાં વિહિત હોઈ, અહીં સહનાર એ અર્થ ઇષ્ટ નથી. વળી કર્મસાધનજન્ય (કર્મણિપ્રયોગ દ્વારા થતો) ધન્ પ્રત્યય નથી. અર્થાત્ પરિષહ્યતે ઈતિ.
જો પરિ + ષહ + ધન્ એમ કરવામાં આવે, તો “પરીષાહ' બની જાય, કેમ કે-ઉપાંત્ય (છેલ્લાની પહેલા) સ્વરની વૃદ્ધિ થાય છે માટે ‘પરિષહ' ઈષ્ટ છે.
સહનવિષયરૂપ-પરિષાહ ઈષ્ટ નથી એટલે કર્મસાધનજન્ય ધન્ પ્રત્યય નથી. વળી પુંલિંગમાં સંજ્ઞામાં થતો “ધ” પ્રત્યય પણ નથી, કેમ કે-તેનું કરણમાં અને અધિકરણમાં વિધાન છે. સહન કરવાનું કારણ અને અધિકરણ આધાર, એ અર્થ અધિકૃત નથી.
લક્ષણ - પ્રતિબંધકની હાજરીમાં પણ સમતાપૂર્વક સુધા આદિ જન્ય દુઃખ આદિનું સહન કરવાપણું લક્ષણ છે.
પદકૃત્ય - પ્રયોજન-ક્લેશપૂર્વક, દુઃખના સહનમાં (અકામનિર્જરામાં) પરીષહપણાનો અભાવ હોવાથી “સમભાવપૂર્વક–એમ કહેલ છે. પરીષહપદવાચ્ય (પરીષહ શબ્દના અર્થરૂપ) સુધા આદિ જયોનું, આત્યંતિક નિવૃત્તિરૂપ મોક્ષમાર્ગ સાધનભૂત સમ્યગ્દર્શન આદિથી અચ્યવન (અપતન) અને કર્મનિર્જરા-એ બે પ્રયોજન છે (ઉદ્દેશ્ય છે.)
૦ પરીષહો સહન કરવાને યોગ્ય છે. નિંગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્રનય વડે અવિરત-દેશવિરત-સર્વવિરતોને બને છે, કેમ કે-અવિરત આદિ ત્રણેયને પરીષહવેદનીય અસાતા આદિ કર્મના ઉદયથી પેદા થયેલ સુધા આદિમાં અને તે સુધાદિના સહનમાં યોગ પ્રમાણે સકામ-અકામનિર્જરા હેતુનો સંભવ છે.
૦ શબ્દ–સમભિરૂઢ=એવંભૂતોના નયમત વડે વિરતમાં જ પરીષહો સહનયોગ્ય બને છે, કેમ કેનિરુપચરિત-યથાર્થ પરીષહ શબ્દ વર્તતો હોવાથી તે વિરતમાં સકામનિર્જરા હેતુનો સંભવ છે.
૦ આ પરીષહોનું ઉત્પાદક-નિમિત્તભૂત દ્રવ્ય, નૈગમનયની અપેક્ષાએ (૧) એક જીવઘણા જીવો, (૨) એક અજીવ-અનેક અજીવો, (૩) જીવ અને અજીવ-એમ બંને, (૪) અનેક જીવો-એક અજીવ, (૫) એક જીવ અનેક અજીવો, (૬) અનેક જીવો–અનેક અજીવો, (૭) એક અજીવ-બીજો અજીવ, (૮) એક જીવબીજો જીવ. (ચપેટા-તમાચો વગેરેથી એક પુરુષ, પરીષદોમાં પ્રેરક હોવાથી જીવ નિમિત્ત છે. ઘણા જીવો તથા પ્રકારે પ્રેરક હોવાથી ઘણા જીવો, જીવના પ્રયોગથી રહિત ઘરના પડવા વગેરે રૂપ અચેતન પ્રેરક હોવાથી એક અજીવ-ઘણા અજીવો પ્રેરક હોવાથી અનેક અજીવો, શિકારી-બાણ આદિથી પ્રેરક હોવાથી