Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४३०
तत्त्वन्यायविभाकरे
क्षपक उपशमश्चेति द्विविध इति सूचितम् । अत्र क्षपकश्रेण्या समागत उपशमश्रेण्या समागतश्च संज्वलनलोभं क्रमेण क्षपयत्युपशमयति चेत्यर्थः । सूक्ष्मतयेति - अनिवृत्तिबादरेण किट्टीकृतत्वादिति भावः अस्य कालनियममाह-अन्तरिति । उपशान्तकषायस्तु संज्वलनलोभमुपशमय्यैकादशगुणस्थानं यातीति । क्षपकस्तु लोभं क्षपयित्वोर्ध्वं द्वादशगुणस्थानं यातीति च विज्ञेयम् । सूक्ष्मसम्परायाद्धाचरमसमये तस्य लोभस्य क्षयो वोपशमो वा भवतीति विभावनातोऽन्तर्मुहूर्त्तमानमुक्तम्, अत्रस्थो जीवः पुंवेदसंज्वलनचतुष्कबन्धव्यवच्छेदात्सप्तदशकर्मप्रकृतेर्बन्धकः, त्रिवेदत्रिसंज्वलनोदयव्यवच्छेदात् षष्टेर्वेदयिता, मायासत्ताव्यवच्छेदाद्द्द्व्युत्तर
शतसत्ताकच ॥
દશમા ગુણસ્થાનનું સ્વરૂપ
ભાવાર્થ - મોહનીયની વીસ (૨૦) પ્રકૃતિઓના ઉપશમથી કે ક્ષયથી સૂક્ષ્મરૂપે માત્ર લોભને રહેવાનું સ્થાન, એ ‘સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન.' આ અન્તર્મુહૂર્ત પ્રમાણવાળું છે.
વિવેચન – વીસ (૨૦) પ્રકૃતિરૂપ મોહ, શાન્ત કે ક્ષીણ થયા બાદ સૂક્ષ્મ ખંડ રૂપ અત્યંત દુર્જય સં૰ લોભ માત્રના રહેવાનું સ્થાન, એવો અર્થ સમજવો.
૦ ‘ઉપશમથી’ કે ‘ક્ષયથી’-એવા બે પદો દ્વારા આ ગુણસ્થાનમાં રહેલો પણ જીવ ક્ષપક અને ઉપશમકએમ બે પ્રકારનો છે, એમ સૂચન કરેલ છે. અર્થાત્ અહીં ક્ષપકશ્રેણિથી આવેલો અને ઉપશમશ્રેણિથી આવેલો ક્રમથી સં૰ લોભને ખપાવે છે અને ઉપશમાવે છે. ‘સૂક્ષ્મપણે’ અર્થાત્ અનિવૃત્તિ બાદર દ્વારા કિટ્ટિ કરેલ (ખંડ રૂપે કરેલ) હોઈ સૂક્ષ્મપણું અહીં સમજવું.
આ ગુણસ્થાનના કાળના માપને કહે છે કે-‘અન્તર્મુહૂર્ત જેટલા કાળમાનવાળું આ છે.’
૦ ઉપશાન્ત કષાયવાળો તો સં૰ લોભને ઉપશમાવીને અગિયારમા (૧૧મા) ગુણસ્થાને જાય છે. ૦ ક્ષપક તો લોભને ખપાવી ઉપ૨ (અગિયારમાને છોડી ઉ૫૨) બારમા (૧૨મા) ગુણસ્થાને જાય છે, એમ જાણવું.
૦ સૂક્ષ્મસં૫રાય અહ્વાના છેલ્લા સમયમાં તે લોભનો ક્ષય કે ઉપશમ થાય છે. એવી વિભાવનાથી ‘અન્તર્મુહૂર્ત માનવાળું આ છે’- એમ કહેલ છે.
૦ આ ગુણસ્થાનમાં રહેલ જીવ, પુરુષવેદ અને સં૰ ચારના બંધનો વિચ્છેદ થવાથી (૧૭) કર્મપ્રકૃતિઓનો બંધક છે.
૦ ત્રણ વેદના અને સં૰ ક્રોધ-માન-માયાના ઉદયનો વિચ્છેદ થવાથી ૬૦ કર્મપ્રકૃતિઓના ઉદયવાળો છે.
૦ માયાની સત્તાનો વ્યવચ્છેદ થવાથી ૧૦૨ કર્મપ્રકૃતિઓની સત્તાવાળો છે.