Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૬, સનમ: શિરઃ
४२९
ગુણસ્થાન, એ “અનિવૃત્તિ ગુણસ્થાન.” એકીસાથે આ ગુણસ્થાનને પામનારા (પામેલા) અનેક પણ જીવોના પરસ્પર અધ્યવસાયસ્થાનની જ્યાં નિવૃત્તિ નથી, જેના ગુણસ્થાનના અન્તર્મુહૂર્વકાળ પ્રથમ સમયથી માંડી સમયે સમયે અનંતગણું વિશુદ્ધ ઉત્તર ઉત્તરનું અધ્યવસાયસ્થાન હોય છે. અને જેટલા અન્તર્મુહૂર્તમાં સમયો છે, તેટલા જ અધ્યવસાય સ્થાનો તેમાં દાખલ થયેલાઓને હોય છે, અધિક નહિ, કેમ કે-એક સમયમાં દાખલ થયેલા સઘળાઓને પણ એક (સમાન) અધ્યવસાયસ્થાન હોય છે, તેમજ સૂક્ષ્મકિષ્ટિ રૂપે કરેલ કષાયના ઉદયની અપેક્ષાએ સ્થૂલકષાયનો ઉદય હોય છે. તેવું વિશિષ્ટ ગુણસ્થાન “અનિવૃત્તિકરણ' ગુણસ્થાન છે, એવો ભાવ સમજવો. આ ગુણસ્થાનના ઉત્કૃષ્ટ કાળને કહે છે કે-‘ઉત્કૃષ્ટથી આ ગુણસ્થાન અન્તર્મુહૂર્તના કાળવાળું છે અને જઘન્યથી એક સમયવાળું છે. અહીં પણ જીવના બે પ્રકારો દર્શાવે છે. “અહીં રહેલો પણ ઇતિ.”
ક્ષપકેતિ' અર્થાત્ આઠ કષાય વગેરેને ખપાવનારો કયી કયી પ્રકૃતિઓને ખપાવે છે? તેના જવાબમાં કહે છે કે-“અય' ઇતિ. અર્થાત્ આ ક્ષપકનિદ્રા નિદ્રા-પ્રચલા-પ્રચલા-સ્યાનદ્ધિરૂપ ત્રણ દર્શનાવરણીય કર્મને, ૨-નરકદ્ધિક, ૪-તિર્યંચદ્ધિક, પ-સાધારણ, ૬-ઉદ્યોત, ૭-સૂક્ષ્મનામ, ૮-એક, ૯-દ્ધિ, ૧૦-ત્રિ, ૧૧ચતુરિન્દ્રિય જાતિ, ૧૨-આતપ, ૧૩-સ્થાવરરૂપ (૧૩) તેર નામપ્રકૃતિઓને, ૪-અપ્રત્યાખ્યાન કષાય, ૮પ્રત્યાખ્યાન કષાય, ૯-નપુંસકવેદ, ૧૦-સ્ત્રીવેદ, ૧૧-હાસ્ય, ૧૨-રતિ, ૧૩-અરતિ, ૧૪-ભય, ૧૫-શોક, ૧૬-જુગુપ્સા, ૧૭-પુરુષવેદ, ૧૮સંજ્વલન ક્રોધ, ૧૯-માન, ૨૦-માયા રૂપ (૨૦) વસ મોહનીય પ્રકૃતિઓને ખપાવે છે.
ઉપશમ' ઇતિ. અર્થાતુ આઠ કષાય વગેરેને ઉપશમાવનાર, ૩-અપ્રત્યાખ્યાન, ૬-પ્રત્યાખ્યાન, ૯સંજ્વલન ક્રોધ-માનમાયા, ૧૦-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન, ૧૧-લોભ, ૧૭-હાસ્ય આદિ છ (૬) ત્રણ વેદ રૂ૫ મોહનીય(૨૦)ની વીસ પ્રકૃતિને ઉપશમાવે છે, આવો અર્થ સમજવો.
આ ગુણસ્થાનમાં જીવ હાસ્ય-રતિ-અરતિ-ભય-શોક-જુગુપ્સાનો વ્યવચ્છેદ થવાથી (૨૨) બાવીશ કર્મપ્રકૃતિઓનો બંધક છે. અહીં (૨૬) છવ્વીસ પ્રકૃતિઓમાંથી છ (૬) પ્રકૃતિઓના વિગમ (વિનાશ) થયે છતે (૨૦) વિસ શેષ હોવાથી બાવીશ(૨૨)નું બંધકપણું જો કે યુક્ત નથી, તો પણ નાના (અનેક) જીવોની અપેક્ષાએ તે પ્રકારનું કથન છે. એક જીવની અપેક્ષાએ તો ચાર કર્મપ્રકૃતિઓનો જ અપગમ (વિનાશ) છે.
૦ હાસ્ય વગેરે છ(૬)ના ઉદયના વિચ્છેદથી (૬૬) છાસઠ કર્મપ્રકૃતિઓના ઉદયવાળો છે. ૦ ૧૦૩ એકસોત્રણની સત્તાવાળો છે, કેમ કે-માનપર્યતની ૩૫ પાંત્રીશ પ્રકૃતિની સત્તાનો વિચ્છેદ છે. साम्प्रतं दशमं गुणस्थानस्वरूपमाह
मोहनीयविंशतिप्रकृतीनां शमनात् क्षयाद्वा सूक्ष्मतया लोभमात्रावस्थानस्थानं सूक्ष्मसम्परायगुणस्थानम् । अन्तर्मुहूर्त्तमानमेतत् । २६ ।
मोहनीयेति । विंशतिप्रकृतिरूपे मोहे शान्ते क्षीणे वा सूक्ष्मखण्डीभूतातिदुर्जयसंज्वलनलोभमात्रावस्थानस्य स्थानमित्यर्थः, शमनात् क्षयादिति पदाभ्यामत्रस्थोऽपि जीव: