Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૪, સાતમ: શિર :
४२३
બે નિદ્રા સિવાયના ચૌદ કર્મોને ઉદય-ઉદીરણાથી વેદતો ત્યાં સુધી ગયો, કે જ્યાં સુધી સમય અધિક આવલિકા માત્ર બાકી રહે.
૦ ત્યારબાદ ઉદીરણા નિવૃત્ત થાય છે.
૦ ત્યારપછી આવલિકા માત્ર કાળમાં કેવળ ઉદયથી જ તે પૂર્વોક્ત ચૌદ કર્મોને વેદે છે. ક્ષીણષાયના કાળના છેલ્લા બે સમય બાકી રહે ત્યાં સુધી તે છેલ્લા બે સમયમાં બે નિદ્રા (ક્ષણમોહના ઉપાસ્ય-છેલ્લાના પહેલા સમયમાં) સ્વરૂપ સત્તાની અપેક્ષાએ ક્ષય પામે અને છેલ્લા સમયમાં (એ બે નિદ્રા) તિબુક સંક્રમ વડે પરરૂપ સત્તાથી ક્ષય પામે છે. તે સાથે શેષ ચૌદ કર્મપ્રકૃતિઓનો પણ સત્તાય. ૦ ત્યારબાદ તરત જ કેવલી (સયોગીકેવલી) થાય છે. એમ ક્ષપકશ્રેણિનો ક્રમ સમજવો.
ઉપશમશ્રેણિનું વર્ણનઆરંભક=ઉપશમશ્રેણિનો આરંભક અપ્રમત્ત સાધુ જ છે. ઉપશમશ્રેણિના અંતમાં તો અપ્રમત્તસંયતપ્રમત્તસંવત-દેશવિરત અવિરતમાંથી કોઈ એક હોય છે. બીજાઓ કેટલાક કહે છે કે-“અવિરત દેશવિરતપ્રમત્ત-અપ્રમત્ત સંયતોમાંથી કોઈ એક અનંતાનુબંધી કષાયને ઉપશમાવે છે. દર્શનત્રિક આદિને તો સંયમમાં વર્તતો જ ઉપશમાવે છે.”
૦ ત્યાં પહેલાં અનંતાનુબંધીઓની ઉપશમના કહેવાય છે. અવિરત આદિમાંનો કોઈ એક, કોઈ એક યોગમાં વર્તતો, તે જ પધ-શુકલલેશ્યામાંથી કોઈ એક વેશ્યાવાળો સાકાર (જ્ઞાન) ઉપયોગથી યુક્ત, અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ સહિત કર્મવાળો, કરણના કાળથી પહેલાં પણ અંતમુહૂર્ત સુધી વિશુદ્ધ થતી ચિત્તની પરંપરાવાળો રહે છે.
૦ તે પ્રકારે રહે તો પરાવર્તમાન શુભ પ્રકૃતિઓને બાંધે છે (પરાવર્તમાન=૯૩ જે પ્રકૃતિ, બીજી પ્રકૃતિનો બંધ, ઉદય કે બંધોદય પરાવર્તીને બદલી-અટકાવી) પોતાનો બંધ, ઉદય કે બંધોદય પ્રવર્તાવે, તે પરાવર્તમાન (૯૩) પ્રકૃતિઓ છે.) તે ૧૨૨ની અપેક્ષાએ અપરાવર્તના (૨૯) સિવાયની શેષ સર્વ જાણવી. જેમ સાતાપ્રકૃતિ અસાતાના બંધાદિને અટકાવીને જ બંધાય અથવા ઉદયમાં આવે. એ પ્રમાણે પરાવર્તમાન પ્રકૃતિઓ સાતા-અસાતાવતું પરસ્પર વિરુદ્ધ હોવાથી પરાવર્તિત થાય છે. અપરાવર્તમાન (૨૯) જે પ્રકૃતિ અન્ય પ્રકૃતિના બંધાદિને પરાવર્યા વિના તેના ચાલુ બંધાદિમાં પોતાનો પણ બંધાદિ પ્રવર્તાવે, તે અપરાવર્તમાન (૨૯) પ્રકૃતિઓ છે. જ્ઞાના. (૫), અન્ત (૫), દર્શના. (૪), પરાઘાત-તીર્થંકર-ઉદ્ઘાસમિથ્યાત્વ-ભય-જાગુસા-અગુરુલઘુ-ઉપઘાત-નિર્માણ-તૈજસ-વર્ણ આદિ ચાર, કાર્મણ, એમ (૨૯); એમાં જો મતિજ્ઞાનવત્ર બંધાતું હોય, તો શેષજ્ઞાના પણ બંધાય. ઇત્યાદિ રીતે એ(૨૯)માંની કોઈપણ પ્રકૃતિ પોતાના બંધાદિના પ્રસંગે અન્ય પ્રકૃતિના બંધાદિને રોકતી નથી. આ (૨૯) અપરા પ્રકૃતિઓ બંધ અને ઉદયને આશ્રીને અપરાવર્તમાન છે, કેમ કે-આ પ્રકૃતિઓના બંધ કે ઉદય શેષ પ્રકૃત્તિઓ દ્વારા હણી શકાતા નથી. બાકીની બંધની અપેક્ષાએ (૯૧) અને ઉદયની અપેક્ષાએ સમ્યકત્વ અને સમ્યકમિથ્યાત્વ (મિશ્ર) સહિત (૯૩) પરાવર્તમાન છે. (૧૬) કષાયો અને (૫) નિદ્રા પોતાના ઉદયમાં સમજાતીય પ્રકૃતિના ઉદયના નિરોધથી પરાવર્તમાન, સ્થિર-શુભ-અસ્થિર-અશુભ પ્રકૃતિઓ બંધની અપેક્ષાએ પરાવર્તમાન, બીજી