Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४२२
तत्त्वन्यायविभाकरे બાદરકષાયની ઉદય-ઉદીરણાનો વ્યવચ્છેદ, અનિવૃત્તિ બાદરકષાયની ઉદય-ઉદીરણાનો વ્યવચ્છેદ અને અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનકનો વ્યવચ્છેદ એકીસાથે થાય છે.
૦ બીજી સ્થિતિમાં રહેલ સૂક્ષ્મ કિટ્ટિના દલિકને ખેંચી પ્રથમ સ્થિતિવાળું કરે છે અને વેદે છે. તે વખતે આ સૂક્ષ્મસંપરાયવાળો કહેવાય છે.
૦ વળી પૂર્વે કહેલ ત્રીજી કિષ્ટિમાં રહેલ, બાકી રહેલ બધી આવલિકાઓને પણ વેદાતી, પરપ્રકૃતિઓમાં સ્તિબુક સંક્રમ વડે સંક્રમાવે છે અને અનુક્રમે પ્રથમ કિઢિગત આવલિકા દ્વિતીય કિષ્ટિમાં અતંર્ગત અને દ્વિતીય કિટિંગત આવલિકા તૃતીય કિષ્ટિમાં અંતર્ગત રૂપે વેદાય છે.
૦ વળી સૂક્ષ્મ સંપરાયવાળો, લોભની સૂક્ષ્મ કિઠ્ઠિઓને વેદતો, સમયોન બે આવલિકા પ્રમાણવાળું બાંધેલું સૂક્ષ્મ કિટિદલિકને સમયે સમયે સ્થિતિઘાત આદિથી ત્યાં સુધી ખપાવે છે, કે જ્યાં સુધી સૂક્ષ્મ સંપરાયકાળના સંખ્યાતા ભાગી ગયેલા થાય છે, એક ભાગ અવશિષ્ટ રહે છે..
૦ ત્યારબાદ તે સંખ્યામાં ભાગમાં સંત લોભને સર્વ અપવર્તના વડે અપવર્તીને સૂક્ષ્મસંપરાયકાળ સમાન કરે છે.
૦ હજુ સુધી તે સૂક્ષ્મ સંપરાયકાળ અન્તર્મુહૂર્ત પ્રમાણવાળો છે.
૦ વળી ત્યારથી માંડીને મોહના (સં. લોભના) સ્થિતિઘાત વગેરે અટકી ગયા છે. બાકીના છ કર્મોના તો સ્થિતિઘાત આદિ પ્રવર્તે જ છે.
૦ આ રીતે સર્વ અપવર્તિત તે લોભની સ્થિતિને ઉદય-ઉદીરણા વડે વેદાતો ત્યાં સુધી ગયો, કે જ્યાં સુધી સમય અધિક આવલિકા માત્ર શેષ રહે છે.
૦ ત્યારબાદ સૂક્ષ્મ લોભની ઉદીરણા સમાપ્ત થતાં કેવળ ઉદય વડે ચરમ સમય સુધી તે લોભની સ્થિતિને વેદે છે.
૦ તે ચરમ ઉદય આવલિકા પણ સમાપ્ત થતાં સૂક્ષ્મ સંપરામના ચરમ (પર્વત) સમયમાં જ્ઞાનાવરણીય પાંચ (૫) દર્શનાવરણીય ચાર (૪), યશકીર્તિ-ઉચ્ચ ગોત્ર બે (૨), અને અંતરાય પાંચ (૫)-એમ સોલ (૧૬) કર્મોના બંધનો વિચ્છેદ થાય છે અને મોહનીય કર્મનો (સં. લોભનો) ઉદય અને સત્તાનો વ્યવચ્છેદ થાય છે. (બંધવિચ્છેદ તો નવમાને અંતે પ્રથમથી જ થઈ ગયો છે.)
૦ ત્યારબાદ આ આત્મા ક્ષીણકષાયવાળો થાય છે.
૦ વળી તે આત્માના શેષ કર્મોના (છ કર્મના) સ્થિતિઘાત આદિ, પૂર્વની માફક ત્યાં સુધી પ્રવર્તે છે, કે જયાં સુધી ક્ષીણકષાયના કાળના સંખ્યાતા ભાગો ચાલ્યા ગયેલા હોય છે. ત્યાં સુધી એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે. તે અવશિષ્ટ સંખ્યાત ભાગમાં જ્ઞાનાવરણ (૫), અંતરાય (૫), દર્શનાવરણ (૪) અને નિદ્રાદ્ધિક (૨) રૂપ ૧૬ કર્મોની સ્થિતિને (સ્થિતિ સત્કર્મને) સર્વ અપવર્તના વડે અપવર્તીને ક્ષીણકષાયના કાળ જેટલી (સમાન ટૂંકી) કરે છે. ફક્ત બે નિદ્રાની સ્વસ્વરૂપની અપેક્ષાએ સમયનૂન, સામાન્યથી કર્મરૂપપણાએ તુલ્ય સ્થિતિ(સ્થિતિ સત્કર્મ)ને કરે છે. તે ક્ષીણકષાયનો કાળ હજુ સુધી પણ અન્તર્મુહૂર્ત પ્રમાણવાળો છે. ત્યારથી માંડીને તે કર્મોના સ્થિતિઘાત આદિ નિવૃત્તિ થાય છે. બાકીના કર્મોના તો હોય છે.