Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४२०
तत्त्वन्यायविभाकरे
૦ પુરુષવેદનો ક્ષય થયા બાદ અશ્વકર્ણકરણ સમાપ્ત થાય છે. ત્યારબાદ કિટ્ટીકરણના કાળમાં વર્તતો જીવ ચારેય સંજવલન કષાયોની ઉપરની સ્થિતિના દલિકોની કિટ્ટીઓને કરે છે.
૦ કિટ્ટીઓ એટલે પૂર્વસ્પર્ધકોમાંથી પ્રથમ આદિ વર્ગણાઓ લઈ વિશુદ્ધિના પ્રકર્ષવશે અત્યંત હીનરસવાળી બનાવી, તે વર્ગણાઓને એ ઉત્તરવૃદ્ધિના ત્યાગથી મોટા અંતરાલપણાએ વ્યવસ્થા કરવી, (પૂર્વ-પૂર્વ સ્પર્ધકોમાંથી કેટલાક સ્પર્ધકોમાં રસ ઘટાડતાં ઘટાડતાં એટલો ઘણો ઘટાડી દેવો, કે જેથી એ એકોત્તેર વૃદ્ધિવાળો વર્ગણાક્રમ પણ તૂટી જાય, જેથી એ સ્પર્ધકની અંદર એકૈકાંશ અધિક રસવાળી વર્ગણાઓ ક્રમશઃ ન મળે.) જેમ કે-જે વર્ગણાઓમાંથી અસત્ કલ્પના વડે રસભાગવાળી ૧૦૦ કે ૧૦૧ વગેરે હતી, તે વર્ગણાઓને વિશુદ્ધિ પ્રકર્ષથી રસભાગવાળી દશ, પંદર વગેરે છૂટી પાડીને વ્યવસ્થિત કરવી. (જેમ કોઈ સ્પર્ધકમાં અસત્કલ્પનાએ પહેલી વર્ગણા ૧૫ રસાંશવાળા પરમાણુવાળી હોય, બીજી ૨૦-૨૨ રસાશવાળી હોય અને ત્રીજી ૨૫ રસાશવાળી હોય. એમ ત્રુટિત વર્ગણાઓ બની જાય, કે જેથી આ મૂટિત વર્ગણાવાળા રસસ્પર્ધકો તે કિટ્ટિસ્પર્ધકો કહેવાય.)
૦ આ (બાદર) કિઠ્ઠિઓ પરમાર્થથી (દરેક કષાયની) અનંત છે, પણ સ્કૂલ જાતિભેદની અપેક્ષાએ ૧૨ ભેદવાળી કરાય છે. દરેક કષાયના ત્રણ ત્રણ કિટિભેદ કરવાથી ૧૨ ભેદવાળી કષાયની કિટ્ટિ બાદરકિઓિ છે. (૧) પ્રથમા જાતિ, (૨) દ્વિતીયા જાતિ અને (૩) તૃતીયા જાતિ-એમ પ્રથમ જાતિના ક્રોધ-માન-માયાલોભ એવી રીતે કિષ્ટિના ભેદ ૧૨ સમજવા.
૦ જેણે ક્રોધ વડે શ્રેણિ પ્રારંભી હોય, તેના કિષ્ટિના બાર ભેદ જાણવા.
૦ જ્યારે માન વડે શ્રેણિ પ્રારંભી હોય તો કિષ્ટિના ૯ ભેદ તેના જાણવા, કારણ કે-ક્રોધને ઉવલના વિધિથી ક્ષય કરે છે, જેથી ક્રોધની પ્રથમા સ્થિતિના અભાવે કિટ્ટિકરણ ન હોય; કારણ કે-કિઠ્ઠિઓ તેની કરવાની છે, જેનો ક્રમે ઉદય થવાનો છે. માટે અનુદિત ક્રોધની કિઓિ થતી નથી, તેથી ક્રમે ઉદયમાં આવવાયોગ્ય શેષ ત્રણ કષાયોની ત્રણ ત્રણ મળી ૯ નવ કિઠ્ઠિઓ થાય છે.
જો માયા વડે શ્રેણિ પ્રારંભી હોય, તો ક્રોધ અને માનનો ઉદ્વલન વિધિ વડે ક્ષય થયે છતે માન પણ (અનુદિત હોવાથી) તેની કિઠ્ઠિઓ ન થાય. માયા-લોભ રૂપ શેષ બાકીના પૂર્વક્રમથી છ ૬ કિઓિને કરે છે.
૦ જો લોભે શ્રેણિ પ્રારંભી હોય, તો ક્રોધ-માન-માયારૂપ ત્રણ કપાયનો ક્ષય થયે છતે (માયા પણ અનુદિત હોવાથી) માત્ર લોભની જ ૩ ત્રણ કિઓિ થાય. એ પ્રમાણે ૪ સંજવલન કષાયનો કિટ્ટિકરણ વિધિ.
૦ કિટ્ટિકરણકાળ સમાપ્ત થયા બાદ સંઇ ક્રોધથી શ્રેણિને પામનારો ક્રોધની બીજી સ્થિતિમાં રહેલ પ્રથમ કિટ્ટિના દલિકને ખેંચી પ્રથમ સ્થિતિવાળું કરે છે અને જ્યાં સુધી સમય અધિક આવલિકા (ચરમ આવલિકા) માત્ર શેષ રહે ત્યાં સુધી વેદે છે.
૦ ત્યારબાદ તરત જ દ્વિતીય સ્થિતિમાં રહેલ દ્વિતીય કિટ્ટિના દલિકને ખેંચી પ્રથમ સ્થિતિવાળું બનાવે છે અને જયાં સુધી સમય અધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી વેદે છે.
૦ ત્યારપછી બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટિના દલિકને ખેંચીને પ્રથમ સ્થિતિવાળું બનાવે છે અને જયાં સુધી સમય અધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી વેદે છે.