Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४०१
સૂત્ર - ૨૦-૨૨, સનમ: શિરઃ वच्छेदादाहारकद्विकबन्धाच्चैकोनषष्टेबन्धकः । तथा यदि देवायुरपि न बध्यते तदाष्टपञ्चाशतो बन्धकः । एवं स्त्यानद्धित्रिकाहारकद्विकोदयव्यवच्छेदात् षट्सप्ततेर्वेदयिता, अष्टत्रिंशदधिक शतसत्ताकश्च भवति ।।
સાતમા અપ્રમત્તસંવત ગુણસ્થાનનું વર્ણનભાવાર્થ - સંજવલન કષાય અને હાસ્ય આદિ નવ નોકષાયોના મંદ ઉદયથી પ્રમાદનો અભાવ, એ “અપ્રમતસંયત ગુણસ્થાન.” નોકષાયના હાસ્ય આદિ છે અને ત્રણ-એમ નવ ભેદો છે. આ અંતર્મુહૂર્તની સ્થિતિવાળું છે.
વિવેચન - ખરેખર, જે ગુણસ્થાનમાં મહાવ્રતધારી સાધુ સંજવલન નામક ક્રોધાદિ ચાર કષાયોના અને હાસ્ય આદિ નવ પ્રકારના નોકષાયના મંદ ઉદયથી તીવ્ર વિપાકોદયના અભાવપૂર્વક પૂર્વકથિત પાંચ પ્રકારના પ્રમાદોથી રહિત થાય છે, તે “અપ્રમત્તસંયત ગુણસ્થાન' એવો અર્થ છે. અહીં જેનો સમસ્ત પ્રમાદદોષ નષ્ટ થયો છે, મહાવ્રત આદિ અઢાર હજાર શીલાંગના લક્ષણોથી અન્વિત, જ્ઞાન-ધ્યાનરૂપી ધનવાળો મૌની, સમ્યકત્વ મિશ્ર-મિથ્યાત્વ-અનંતાનુબંધી ચાર, એવં સાતના સમુદાયથી જુદા એકવીશ પ્રકૃતિરૂપ મોહનીયના ઉપશમ માટે કે ક્ષય માટે નિરાલંબન ધ્યાનમાં પ્રવેશનો આરંભ કરે છે. કયા કયા નોકષાયો છે ? તેના જવાબમાં કહે છે કે – “નોકષાય' ઇતિ. હાસ્ય આદિ અહીં આદિ પદથી રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્તા લેવાં. ૫-સ્ત્રી-નપુંસક રૂપ ત્રણ વેદો સમજવાં. આ ગુણઠાણાની સ્થિતિને કહે છે કે – “અંત' ઈતિ. અર્થાત્ જઘન્ય એક સમય છે, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ છે.
૦ અપ્રમત્ત ગુણસ્થાનવર્તી જીવ શોક-અરતિ-અસ્થિર-અશુભ-અયશ-અશાતા, એમ છે કર્મપ્રકૃતિઓનો વ્યવચ્છેદ થવાથી, આહારકટ્રિકનો બંધ થવાથી પ૯ કર્મપ્રકૃતિઓનો બંધકર્તા છે, તેમજ દેવ આયુષ્ય ન બાંધે તો પ૮ કર્મપ્રકૃતિઓનો બંધક છે.
૦ એ પ્રમાણે સ્થાનદ્વિત્રિક અને આહારકદ્ધિક રૂપ પાંચના ઉદયનો વ્યવચ્છેદ થવાથી છોતેર કર્મપ્રકૃતિઓના ઉદયવાળો અને ૧૩૮ કર્મપ્રકૃતિઓની સત્તાવાળો છે.
इदानीमष्टमं गुणस्थानं प्रदर्शयति
स्थितिघातरसघातगुणश्रेणिगुणसंक्रमापूर्वस्थितिबन्धात्मकानामर्थानां विशुद्धिप्रकर्षादपूर्वतया निवर्त्तनमपूर्वकरणगुणस्थानम् । २१ ।
स्थितिघातेति । स्थितेर्घातः स्तोककरणं करणविशेषेण, एवं रसघातोऽपि, गुणानां श्रेणिरनन्तगुणवृद्धिकरणम्, गुणेन संक्रमणं-नयनं गुणसंक्रमः, अपूर्वायास्स्थितेलघुतया बन्धोऽपूर्वस्थितिबन्धः । एतेषां विशुद्धिविशेषादिदम्प्रथमतया करणं यत्रेत्यर्थः । अपूर्वमभिनव
१. कश्चित्प्रमत्तः सन् सुरायुर्बद्धमारभते बन्धञ्च समापयति तदा सप्त व्यवच्छिद्यन्त इति भावः ।